બજેટ ૨૦૧૯ : જાણો ઈન્કમટેક્સમાં કોને કોને કેવા ફાયદાની જાહેરાત કરવામાં આવી

આજે કાર્યકારી મંત્રી પિયુષ ગોયલ દ્વારા વર્તમાન સરકારનું છેલ્લું અને વચગાળાનું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં પાંચ લાખ સુધીની આવક ઉપર ઈન્કમટેક્સ માફીની જાહેરાતને લઈને ટીવી મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધી ચર્ચાએ ગરમાવો પકડ્યો છે ત્યારે એ જાણવું જરૂરી બને છે કે આ નવી જાહેરાતથી ખરેખર કોઈ ફાયદો થશે કે કેમ?? આજે જાહેર થયેલા બજેટમાં મુખ્યત્વે સરકારી કે મોટી કંપનીમાં કામ કરતા કર્મચારીઓને થોડોઘણો લાભ થાય એવી મહત્તમ જાહેરાતો કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

પાંચ લાખ સુધીની આવક માટે

સરકારની જાહેરાત મુજબ વર્ષ ૨૦૧૯ – ૨૦ માં પાંચ લાખની વાર્ષિક આવક સુધીમાં ફૂલ રિબેટ આપવામાં આવશે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ ફૂલ રિબેટ આપવાથી દેશના અંદાજે ત્રણ કરોડ કરદાતાઓને સીધો લાભ થશે.

પાંચ લાખ કરતા વધુ આવક માટે

કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સાડા છ લાખ હશે તો પણ તેણે ટેક્સ ભરવો પડશે નહિ. બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ જો કોઈ વ્યક્તિ 6.5 લાખ વાર્ષિક આવક હશે અને તેને મ્યુચ્યુઅલ ફંડ તેમજ ઈકવિટીમાં રોકાણ કર્યું હશે તો ટેક્સ ભરવો પડશે નહિ.

અન્ય મહત્વની જાહેરાત

  • ભાડાની આવકમાં અગાઉ 1.8 લાખ સુધી ટેક્સ માફી હતી જે મર્યાદા વધારીને હવે 2.4 લાખ સુધીની ભાડાની આવક ઉપર ટેક્સ માફીની જાહેરાત કરેલ છે. હવે કોઈપણ ભાડાની આવકમાં 2.4 લાખ ઉપરની આવક ટેક્સપાત્ર ગણાશે.
  • બે કરોડ સુધીની વાર્ષિક આવકવાળા વ્યક્તિઓ માટે અગાઉ “ઈન્કમટેક્સ એક્ટ”ની કલમ – 54 મુજબ એક રહેણાંકના મકાનમાં રોકાણમાં કરમાફી આપવામાં આવતી હતી જે સુધારીને હવે આવકમાંથી બે રહેણાંકના મકાન ખરીદવા સુધી કરમાફી આપવામાં આવી છે.
  • પગારદાર વ્યક્તિઓ માટે પોતાના પગારમાંથી વિવિધ કપાત કરાવવાની મર્યાદા જે અગાઉ 40 હજાર હતી તે વધારીને 50 હજાર કરવામાં આવી છે.
  • બેન્કમાં મુકેલા પૈસા ઉપર વ્યાજની આવક થાય તેના ઉપર ટેક્સ લાગે છે. અગાઉ બેન્કવ્યાજમાં 10,000 સુધીની વ્યાજની આવક ઉપર ટેક્સ માફી હતી જે લિમિટ વધારીને 40,000 સુધીની વ્યાજની આવક ઉપર માફી કરી છે.
  • કર્મચારીની ગ્રેચ્યુઈટીની મર્યાદા 10 લાખમાંથી 20 લાખ જેટલી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
  • EPF (કર્મચારી પ્રોવિડંડ ફંડ)ની મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. કોઈ કર્મચારીનું નોકરી દરમ્યાન અવસાન થાય એ કિસ્સામાં 2.5 લાખની મર્યાદા વધારીને પ્રોવિડંડ ફંડમાં 6 લાખની જોગવાઈની નાણામંત્રીએ જાહેરાત કરી છે.
  • ESI (કર્મચારી રાજ્ય વીમા)ની લિમિટમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ 15 હજાર હતો તે સુધારી 21 હજાર કરવામાં આવ્યો છે.
  • અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે પેન્શનની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને 60 વર્ષની ઉંમર પછી મહિને 3000 પેન્શન મળશે.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat