પુલમાવા હુમલો : સીઆરપીએફ વીર શહિદો માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા(SBI) દ્વારા ખુબ મહત્વપુર્ણ બે જાહેરાત કરવામાં આવી

તાજેતરમાં જ આપણા દેશના આર્મ્ડ ફોર્સિસના જવાનો ઉપર હુમલો થતા ૪૦ વીર સૈનિકો શહિદ થયા હતા જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આજે પણ સમગ્ર દેશ શોક આઘાત અને આક્રોશમાં છે. દેશના ખુણે ખુણેથી શહિદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો સાથે આર્થિક મદદનો પ્રવાહ ચાલુ થયો છે એવા સમયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા બે અતિમહત્વની અને નોંધપાત્ર જાહેરાત કરીને દેશસેવામાં ફરજ બજાવતા જવાનો પ્રત્યેની લાગણી અને ફરજ નિભાવી છે.

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની જાહેરાત મુજબ તાજેતરના જમ્મુ કાશ્મીર પુલવામાં બોમ્બર દ્વારા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના તમામ સૈનિકો સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના ગ્રાહકો હતા અને તેમનો સરકારી પગાર આ ખાતામાં જમા થતો હતો. સૈનિકોના પગાર ખાતાને બેન્કની ભાષામાં “ડિફેન્સ સેલરી પેકેજ” ખાતા કહેવામાં આવે છે. આ “ડિફેન્સ સેલરી પેકેજ” ખાતા ઉપર બેન્ક તરફથી ૩૦ લાખનો વિમો આપવામાં આવે છે. આ વિમાની તમામ રકમ બેન્ક દ્વારા ખુબ જલ્દી જવાનોના પરિવારજનોને આપી દેવામાં આવશે.

બેન્કની બીજી સૌથી અગત્યની જાહેરાત મુજબ શહિદ થનાર સૈનિકોમાંથી ૨૩ સૈનિકોએ પોતાના સેલરી એકાઉન્ટ આધારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયામાંથી લોન લીધી હતી. એસબીઆઈ બેન્કના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યુ હતુ કે તમામ સૈનિકોની સંપુર્ણ લોન માફ કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ કે, દેશની ખડેપગે રક્ષા કરતા અને આપણી સુરક્ષાની જવાબદારી નિભાવતા વીર જવાનોની શહીદી અત્યંત પિડાદાયક અને અઘાતજનક છે, એવા કપરા ટાઈમમાં અમે ભારતના વીર સૈનિકોના પરિવાર સાથે છીયે.”

આ સિવાય બેન્ક દ્વારા શહિદોના પરિવારને મદદ કરવા માટે બેન્કના કર્મચારીઓને પણ સ્વૈચ્છિક યોગદાન આપવાની અપીલ કરવામાં આવી છે અને યોગદાન માટે UPI ટ્રાન્ઝેક્શન વ્યવસ્થા કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat