હાલમાં પ્રધાનમંત્રીએ એક ટીવી ઈન્ટરવ્યુ કાર્યક્રમમાં એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરીને રડારની વાત કરવાના કારણે રડારનો વિષય ખુબ જ ચર્ચામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ રડાર વિશે કરેલા ઉલ્લેખના કારણે વિવાદ, કટાક્ષ અને ચર્ચાઓ ઘેરી બની છે ત્યારે બોલે ગુજરાત દ્વારા તમને રડાર વિશે તમામ પ્રકારની જણવા જેવી માહિતી આ લેખના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
રડાર એટલે શુ?
રડાર એક એવી વૈજ્ઞાનિક ટેકનોલોજી છે કે જેના ઉપયોગથી ગતિમાન વસ્તુઓ જેવી કે વિમાન, વહાણ, મોટરગાડી કે અન્ય ગતિમાન વસ્તુ વગેરેની કઈ દિશામાં, કેટલા અંતર પર અને કેટલી ઝડપે આગળ વધે છે તેની જાણકારી મેળવવાનુ યંત્ર છે. રડારનો ઉપયોગ મુખ્યત્વે કોઈપણ વસ્તુનુ સ્થાન અને ગતિની જાણકારી મેળવવા માટે થાય છે. રડાર જેવી ટેકનોલોજી વિશે સૌપ્રથમ વર્ષ-૧૮૮૬માં હેનરીક હર્ટ્ઝ નામના વ્યક્તિને વિચાર આવ્યો કે રેડિયો તરંગો દ્વારા સામેની વસ્તુ વિશે અંદાજ લગાવી શકાય છે. રડારનુ પુરુ નામ “રેડિયો ડિટેક્શન એન્ડ રેગિંગ – Radio detection and ranging” છે જે ચુંબકીય તરંગો આધારે કામ કરે છે. ભારતનું સૌપ્રથમ રડાર ભારત સરકારના રક્ષા મંત્રાલય હસ્તકના રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન – ડીઆરડીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું જેનુ નામ ઈન્દ્ર છે.
રડાર કઈ રીતે કામ કરે?
રડાર એક એવી ટેકનોલોજી છે જેમા ટ્રાન્સમિટરથી ચુંબકીય તરંગો હવામાં છોડવામાં આવે છે જે તરંગો સામેની ચીજવસ્તુ સાથે ટકરાય અને પાછા આવે ત્યાં સુધીમા લાગેલા સમય ઉપરથી નક્કી કરવામાં આવે છે કે વસ્તુ કેટલા અંતર ઉપર અને ઉંચાઈ ઉપર છે. રડારની મદદથી અચાનક થવાવાળા કોઈપણ આક્રમણ કે હુમલાથી બચી શકાય છે રડાર માંથી જે તરંગ છૂટે છે તેને ધુમ્મસ કે અંધારું વગેરે કોઈ અસર પડતી નથી. રડારના માધ્યમથી કોઈપણ વસ્તુ કેટલી ઉંચાઈ ઉપર અને કેટલી ગતિમાં છે તેની જાણકારી મેળવી શકાય છે. રડારમાં એન્ટેના, ટ્રાન્સમિટર અને રીસિવર લગાડેલા હોય છે જે દરેક સેકંડે હજારો તરંગો નિકળે છે જેની ઝડપ પ્રકાશની ગતી જેટલી હોય છે.
શું રડારના તરંગોને રોકી શકાય?
દુનિયામાં દરેક બાબતની બે બાજુઓ હોય છે અને જેમ સવાલ હોય છે એમ જવાબ પણ હોય છે એ રીતે વિજ્ઞાનના ક્ષેત્રમાં દરેક વસ્તુનો ઉત્તર છે. રડારના રેડિયો તરંગોને પણ અવરોધી શકાય છે કેમ કે રડાર જે તરંગો પર કામ કરે છે એ તરંગો કોઈ ચીજ સાથે અથડાઈને પાછા જાય તો રડાર સંચાલકને ખબર પડી જાય કે સામે કઈ વસ્તુ છે. એટલે છુપાયેલા રહેવા માટે એવી ટેકનોલોજી ઉપયોગમાં લેવામાં આવે છે જેમા તરંગો પાછા રિસિવર સુધી પહોંચે જ નહી.
- જો કોઈ એવા મશીન દ્વારા ફેક સિગ્નલ ઉત્પન્ન કરવામાં આવે જેના દ્વારા ઓરિજનક રડારના તરંગોને ભ્રમિત કરી શકાય અને અસલી રડારના સિગ્નલો ખોટી માહિતી પહોંચાડે
- જો વિમાન કે વહાણનો આગળનો ભાગ અણીવાળો હોય તો રડારના તરંગો ત્યા અથડાઈને છુટા પડી જાય છે અને પાછા રડાર સુધી પહોંચી શકતા નથી.
- જો કોઈ વિમાન ઓછી ઉંચાઈ ઉપર ઉડે છે તો રડારના તરંગો આસપાસના પર્વત કે વૃક્ષો સાથે ટકરાઈને વેરવિખેર થઈ જાય છે અને રડાર સુધી પાછા પહોંચી શકતા નથી.
રડારના અન્ય શુ ઉપયોગ કરી શકાય?
રડારના ઉપયોગથી હવાઈ વાહનવ્યવહાર ઉપાર દેખરેખ રાખી શકાય તેમજ મિસાઈલ સિસ્ટમના માધ્યમથી મિસાઈલ સામે રક્ષણ મેળવી શકાય. રડારના ઉપયોગથી હવાઈ સરહદોની રક્ષા કરી શકાય તેમજ વાતાવરણ અને આબોહવાની જાણકારી પણ પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર અમેરીકાની આર્મીએ રડારની સહાયતાથી સૌથી પહેલા ૧૯/જાન્યુઆરી/૧૯૪૭માં ચંદ્ર સાથે સંપર્ક સ્થાપિત કર્યો હતો અને આ રડાર દ્વારા મોક્લવામાં આવેલ તરંગોને ચંન્દ્ર સુધી પહોંચવામાં ૪,૫૯,૯૯૯ માઈલનું અંતર કાપવુ પડ્યુ જે અંતર કાપવામાં રડારને ૨.૪ મિનિટનો ટાઈમ લાગ્યો હતો. ભારતની અવકાશ વિજ્ઞાન સંસ્થા ઈસરો દ્વારા આંધપ્રદેશના તિરુપતિમાં “ગંડકી આયોનોસ્ફેરિક ઈંન્ટરફેરોમિટર”ની સ્થાપના કરવામાં આવેલ છે.
Very good nice