કેમ કરવુ યુદ્ધ? : છેલ્લા ત્રણ વર્ષમાં રેકોર્ડબ્રેક સૈનિકોએ રાજીનામુ આપ્યુ, આત્મહત્યા કરી, ખુન કર્યુ કે સેનામાંથી વહેલા નિવૃત્તિ લીધી, સૈનિકોની આટલી કથળેલી હાલત માટે કોણ જવાબદાર?

જમ્મુ કાશ્મીર પુલવામાં આત્માઘાતી હુમલામાં CRPFના ૪૦ વીર સૈનિકો શહીદ થયા તેનો શોક અને આઘાત દેશમાં આજે પણ છે. ઠેર ઠેર મિણબત્તી, પ્રાર્થના સભા, અને રેલી તેમજ શાંતિસભા દ્વારા દેશવાસીઓ સેના પ્રત્યેની લાગણી અને દુ:ખદ ઘટના પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ઓનલાઈન વેબસાઈટથી લઈને સંતવાણી ડાયરા સુધી તમામ લોકો શહિદ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સરકાર પોતે પણ ઈતિહાસની સૌથી વધુ દેશપ્રેમી અને સેનાપ્રેમી હોવાનો ડોળ કરી રહી છે. સરકાર સમર્થક કવિઓ, લેખકો, પત્રકારો અને ટીવી એન્કરો લોકોને ગુમરાહ કરવાની ભરપુર કોશિષ કરી રહ્યા છે. પરંતુ તમે જો આંકડાકીય હકીકત જાણશો તો ખબર પડશે કે ઈતિહાસની સૌથી સેનાવિરોધી સરકાર છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના વિવિધ અર્ધસૈનિક દળોમાંથી ગેઝેટેડ અધિકારી કક્ષાથી લઈને સૈનિક કક્ષાના રાજીનામાઓનો અને આત્મહત્યાનો સરકારી આંકડો જોઈને તમારે નક્કી કરવાનું છે કે કોણ કેટલું દેશ પ્રેમી છે.

આપણા દેશમાં આર્મી, નેવી અને એરફોર્સ એ ત્રણેય સૈન્ય દળ જેને અંગ્રેજીમાં ડિફેન્સ ફોર્સ કહેવાય છે. આ સિવાય CRPF, BSF, ITBP, SSB, AR, CISF અલગ અલગ અર્ધસૈન્ય દળ આવે છે જેને સરકારની ભાષામાં CAPFs (સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ) કહેવામાં આવે છે. આ તમામ અર્ધસૈન્ય દળની ફરજો સૈનિક જેવી જ હોય છે પણ સૈન્ય દળને મળતા લાભો અર્ધ સૈન્યદળને મળતા નથી. તાજેતરમાં શહિદ થયેલા તમામ જવાનો CAPFsનુ જ એક અર્ધસૈનિક દળ CRPFના જવાનો હતા જેના પ્રત્યે હાલમાં દેશવાસીઓ લાગણી દર્શાવી રહ્યા છે. સરકારે લોકસભામાં આપેલા આંકડા અનુસાર વિવિધ અર્ધસૈનિક દળોમાંથી ગેઝેટેડ અધિકારીથી લઈને છેક સૈનિક કક્ષા સુધી રાજીનામા અને વીઆરએસ(સમય કરતા વહેલા નિવૃત્તિ લઈ લેવી તે)નો આંકડો આ મુજબ છે. આ આંકડો ૧ જાન્યુઆરી ૨૦૧૮ સુધીનો છે.

CRPF (સેન્ટ્રલ રીઝર્વ્ડ પોલીસ ફોર્સ)માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

BSF (બોર્ડર સિક્યુરીટિ ફોર્સ)માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

SSB (સશસ્ત્ર સીમા દળ) માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

AR (આસામ રાઈફલ્સ) માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરીટી ફોર્સ) માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

ITBP (ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સ)માંથી છેલ્લા ત્રણ વર્ષમાં

મીણબતી અને મશાલવાળી દેશભક્તિ સહેજ સાઈડમાં મુકીને વિચારીયે તો ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં ક્લાસ – ૧ કક્ષાનો દરજ્જો ધરાવતા વિવિધ અર્ધસૈનિક દળના કુલ – ૪૮૫ ગેઝેટેડ અધિકારીઓએ રાજીનામુ આપીને કે વહેલા નિવૃતિ લઈને નોકરી છોડી દીધી છે. તેમજ અન્ય અધિકારીઓ અને કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતના જવાનો મળીને છેલ્લા ત્રણ વર્ષમાં તમામ અર્ધસૈનિક દળમાંથી ૨૭,૮૬૨ જેટલા અધિકારીઓ/સૈનિકો રાજીનામુ આપ્યુ કે વીઆરએસ લઈને નોકરી છોડી છે.

સેનાની નોકરી છોડી દેનાર અધિકારીઓ અને સૈનિકોનો ત્રણ વર્ષનો આંકડો ૨૭,૮૬૨ ફરીવાર યાદ રાખજો સાથે જ અત્રે ઉલ્લેખનીય છે કે આ આંકડો ૦૧/૦૧/૨૦૧૮ સુધીનો જ છે, મતલબ કે હજુ એક વર્ષનો આંકડો આમાં ઉમેરવામાં આવ્યો નથી. જો કે આ વાત થઈ ખાલી નોકરી છોડી દેવાની પણ હવે આપણે આંકડો જોઈયે નોકરીના માનસિક તણાવ ના કારણે પોતાના જ સાથી કર્મચારી કે અધિકારીનું ગોળી મારીને ખુન કરી દેવાના કિસ્સાઓ જેમા છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ મુજબ

તણાવમાં પોતાના જ સાથીનુ ખુન કરવાની ઘટનાઓ

આંકડા ફક્ત ૨૦૧૬ સુધીના જ છે.આ થઈ ખુનની વાત જેમા ફક્ત છેલ્લા ત્રણ વર્ષમાં માનસિક તણાવ હેઠળ ફરજ બજાવતા આપણા સૈનિકોએ ૧૩૭ જેટલા પોતાના જ સાથી અધિકારી કે સૈનિકનુ ખુન કર્યુ હોવાના કિસ્સા નોંધાયા છે. આપણે વિચારવું જોઈયે કે આપણા સૈનિકો કઈ ખરાબ હાલતમાં અને કેટલા માનસિક તણાવમાં જીવતા હશે કે પોતાના સાથીને જ ગોળી મારી બેસે છે? રાજીનામા, સ્વૈચ્છિક નિવૃતિ, ખુન પછી હવે આવે છે આત્મહત્યાનો મુદ્દો.

છેલ્લા ત્રણ વર્ષમાં સૈનિકોની આત્મહત્યાના બનાવો

અધિકારી અને સૈનિકોની આત્મહત્યાનો આંકડોસાંસદસભ્ય શ્રી ઈલામારન કરીમનો સૈનિકોની આત્મહત્યાના તા.૧૩/૦૨/૨૦૧૯, પ્રશ્ન નં.૧૧૪૨ ના જવાબમાં કેન્દ્રિય ગૃહરાજ્યમંત્રીના જવાબ મુજબ વર્ષ ૨૦૧૬માં ૯૦ આત્મહત્યા તેમજ ૨૦૧૭માં – ૧૨૧, ૨૦૧૮માં – ૯૬ આત્મહત્યાના બનાવ બનાવ બન્યા હતા. આ સિવાય ઈન્ડીયન એક્સપ્રેસનો તા.૧૮/માર્ચ/૨૦૧૮ના રીપોર્ટ મુજબ જોઈયે તો છેલ્લા છ વર્ષમાં ૭૦૦ જેટલા સૈનિકોએ આત્મહત્યા કરી છે.

તમે ગમે તેટલી મીણબત્તી સળગાવી કે મશાલ રેલી કરી એનાથી શહીદોને કોઈ ફાયદો થવાનો નથી, તેમજ તમે તમારૂ યથાશક્તિ આર્થિક યોગદાન પણ એક મર્યાદાથી વધુ ઉપયોગી નહી થઈ શકે. જો તમે ખરેખર દેશપ્રેમી અને સેનાપ્રેમી હોય તો સરકારને સવાલ કરો, દેશની સેનાને નેતાઓને મળે છે તેના કરતા ચાર ગણી ચડીયાતી સુવિધા આપવાની માંગણી કરો. ફક્ત સરકારની વાહવાહી કરવી એ જ દેશપ્રેમ નથી પણ દેશ માટે અને દેશની સેનાના સૈનિકો માટે સારી સુવિધાની માંગણી કરવી એ સૌથી મોટી દેશ સેવા છે.

credit : DNAindia

કેટલીય સરકારો આવી અને ગઈ પણ સૈનિકની હાલતમાં ફરક પડ્યો નથી. સેનાના નામે ફક્ત રાજનીતિ જ થઈ છે એનુ પરિણામ છે કે આઝાદીના આટલા વર્ષે પણ આપણા દેશના વીર સૈનિકો દુશ્મનની ગોળીના બદલે આત્મહત્યા કે માનસિક તણાવની સ્થિતિમાં સાથીની હત્યાના કિસ્સામાં વધુ જીવ ગુમાવે છે. ઉદાહરણ તરીકે જોઈયે તો CRPFમાં વર્ષ – ૨૦૧૨થી ૨૦૧૮ દરમ્યાન આતંકી હુમલામાં – ૧૭૫ સૈનિકો જ્યારે આત્મહત્યામાં ૧૮૯ સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. BSFમાં ૨૦૦૧ થી ૨૦૧૮ સુધીમાં ૪૯૧ સૈનિકો હુમલામાં જ્યારે ૫૨૯ સૈનિકો આત્મહત્યામાં જીવ ગુમાવ્યો છે. ગુજરાત સમાચાર ફાડીને પોતાની દેશભક્તિની ખંજવાળ મટાડતા લોકોએ સરકાર પાસે સેનાને સારી સુવિધા આપવાની માંગણી કરવી જોઇયે. ઉપરના તમામ આંકડાઓ જોઈયે તો આપણા સૈનિકો દુશ્મનો સામે લડતા લડતા પરિસ્થિતિ અને સિસ્ટમ સામે પણ સંઘર્ષ કરી રહ્યા છે. પણ દુ:ખની વાત એ છે કે દુશ્મનો સામે જીતી જાય છે પણ સિસ્ટમ સામે હારીને આત્મહત્યા કે રાજીનામા તરફ જવુ પડે છે.

મિડીયા પણ ટીઆરપીની લ્હાયમાં નકલી દેશભક્તિનો માહોલ બનાવે છે. યુદ્ધના બણગા ફુકી અને નાગરિકોમાં ઉન્માદ ભરવાનું કામ કરે છે પણ મિડીયા ક્યારે આપણા સૈનિકોને પડતી તકલીફો, રજા, પગાર, રહેઠાણ, જમવાનું, પેન્શન, પરિવાર, બાળકોનું શિક્ષણ વગેરેને લઈને કોઈ સમાચાર નહી બતાવે. મિડીયા આવા સમયે જેટલી ટીઆરપી મેળવવાના પ્રયત્ન કરે એનો અડધો ટકા પ્રયત્ન પણ આપણા જવાનોને મળતી ભંગાર અને ખરાબ સુવિધા બતાવવામાં કરે તો કદાચ દેશનો જવાન આત્મહત્યા ન કરે. મિડીયાના એન્કરો તમારામાં યુદ્ધનો ઉન્માદ ભરે એ પહેલા “એક ના બદલે દસ” માથા લાવવાની વાતો કરનારાને સવાલ કરો દેશના જવાનોને નેતાઓ જેવી સુવિધા ક્યારે મળશે?? મિડીયા ક્યારેય દેશના સૈનિકોને પડતી માનસિક, સુવિધાલક્ષી તેમજ પગાર, પરિવાર અને રજા બાબતની તકલીફો નહી બતાવે.

ઘણી સરકારો આવી, ઘણી આવશે પણ જો રાષ્ટ્રહિતનું અને સેનાનુ વિચારતા હોય તો સરકારને સવાલ કરો કે ક્યારે મળશે મારા દેશના વીર સૈનિકોને પુરતી સુવિધા? સેનાને સુવિધા મળે માટે હજું કેટલી સરકાર બદલવી પડશે? અને છેલ્લો સવાલ તમારી જાતને કહો કે સૈનિક આપણા માટે લડે છે આપણે સરકારની ભક્તિ કર્યા વગર સૈનિક માટે સિસ્ટમ સામે લડવુ પડશે. યુદ્ધના હાંકલા પડકારા અને મિણબત્તીમાંથી નવરા થાઓ તો સરકાર પાસે સેના માટે સુવિધા માંગજો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat