વ્હોટ્સએપ યુઝર માટે ખુશખબર : આ નવી અપડેટ તમને ખુબ જ ગમશે

ટેક્નોલોજીના આ ટાઈમમાં લોકોમાં એકબીજા સાથે જોડાયેલા રહેવાનું સૌથી સરળ માધ્યમ વ્હોટસએપ છે. દિવસેને દિવસે વ્હોટસએપનો વપરાશ વધતો જાય છે. વ્હોટસએપના કારણે રોજના હજારો સંદેશાઓ, ફોટાઓ, વિડીયો, સમાચારો વગેરેની આપ લે થાય છે. પરંતુ વ્હોટસએપના સારા ઉપયોગની સાથે સાથે દૂરઉપયોગ ઓન થાય છે. વ્હોટસએપ પર અફવાઓ પણ ફેલાતી હોવાના કારણે તેમજ ખોટી ઉશ્કેરણીજનક મેસેજ ફેલાતા હોવાના કારણે અગાઉ વ્હોટસએપ દ્વારા મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ પાંચ ગૃપ પુરતી મર્યાદિત કરી દીધી છે.

વ્હોટસએપ પોતાના ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ પ્રત્યે ખૂબ જ સજાગ છે અને ગ્રાહકની પ્રાઈવસી જળવાય એની પણ ખાસ કાળજી રાખે છે ત્યારે ગ્રાહકો માટે ખાસ નવું અપડેટ આપવામાં આવ્યું છે. આ ખાસ નવું અપડેટ ગ્રુપમાં રદ કરવા ઉપર વ્યક્તિને કન્ટ્રોલ આપવા બાબતનું છે. આપણે જાણીએ છીએ કે વ્હોટસએપમાં ગ્રુપનો ખુબ જ ત્રાસ છે, કોઈપણ વ્યક્તિને આપણો નંબર મળે એટલે સીધો પૂછ્યા વગર જ ગ્રુપમાં રદ કરી દે. આપણે આખો દિવસ ગ્રુપના મેસેજ સાફ કરવામાં જ પસાર થઈ જાય તેમજ એકના એક મેસેજ કેટલાય ગ્રુપમાં આવતા આપણો ફોન હેંગ થઈ જાય.

વ્હોટસએપના નવા અપડેટ મુજબ ગ્રાહકને ગ્રુપમાં એડ કરવા ઉપર કન્ટ્રોલ આપવામા આવશે. જેમાં કોઈ વ્યક્તિ તમારી મરજી વિરુદ્ધ ગ્રુપમાં એડ નહિ કરી શકે. આ માટે વ્હોટસએપ દ્વારા iOS વર્ઝનમાં હાલ ટેસ્ટિંગ ચાલુ છે.

નવા અપડેટમાં ગ્રુપમાં જોઈન કરવા માટે ત્રણ ઓપ્શન આવશે જેમાં “everybody” ઓપ્શન સિલેક્ટ કરવાથી કોઈપણ વ્યક્તિ તમને ગ્રુપમાં એડ કરી શકશે, તેમજ “My Contact” સિલેક્ટ કરવાથી ફક્ત તમારા સેવ કરેલા નંબર અને “nobody” સિલેક્ટ કરવાથી કોઈ તમને ગ્રુપમાં એડ નહિ કરી શકે એવી અપડેટનું ટેસ્ટિંગ ચાલુ છે.

મોબાઈલમાં આ સેટિંગ કરવા માટે Settings મેનુમાં જઈ Account > તેમાં Privacy > તેમાં Group ઉપર જઈ જરૂરિયાત મુજબનું સેટિંગ કરવાનું રહેશે. આ અપડેટ ગ્રાહકને ગ્રુપ ઉપર કડક કન્ટ્રોલ પૂરો પાડે છે અને બિનજરૂરી ગ્રુપના કંટાળામાંથી મુક્તિ આપશે.

ખાસ નોંધ લેવાની કે આ નવું અપડેટ iOSના બિઝનેસ વર્ઝનમાં જ હાલ પૂરતું ઉપલબ્ધ છે, એન્ડ્રોઈડ વર્ઝન તેમજ અન્ય વર્ઝનમાં હાલ નવું અપડેટ ઉપલબ્ધ નથી પરંતુ ટૂંક જ સમયમાં તમામ વ્હોટસએપ વપરાશકર્તાઓ માટે આ નવી અપડેટ ખુલ્લી મુકવામાં આવશે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat