મોદીની સુરતની કોમેન્ટ “પબજી વાલા હૈ ક્યા?” ભારે પડી, ૧૧ વર્ષની ઉંમરના છોકરાએ હાઈકોર્ટમાં અરજી કરી, જાણો સમગ્ર મામલો.

છેલ્લા ઘણા સમયથી પબજી મોબાઈલ ગેમ વિવાદમાં આવી છે. પબજી ગેમના ચક્કરમાં અનેક યુવનોના મોત થયા છે તેમજ કેટલાય લડાઈ ઝગડાઓ પણ સામે આવ્યા છે. દેશનુ યુવાધન પબજી ગેમ પાછળ ઘેલુ થઈને ગેમનુ વ્યસની બની રહ્યુ છે. પબજી ગેમની વધી રહેલી લોકપ્રિયતા અને યુવાનોમા વ્યસન એ મનોવિજ્ઞાનિઓ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે આખરે મુંબઈના એક ૧૧ વર્ષના છોકરાએ મહારાષ્ટ્ર હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

પબજી ગેમ શું છે?

પબજી ઓનલાઈન ગેમનુ આખુ નામ Player Unknown’s Battle grounds (PUBG), આ ગેમને દક્ષિણ કોરિયાની વિડિયો ગેમ કંપની Blueholeની પેટા કંપની PUBG Corporation દ્વારા બનાવવામાં અને પબ્લિશ કરવામાં આવી છે. હાલમાં આ ગેમને Microsoft Windows, Xbox One, Android iOS, and PlayStation આ ચાર પ્લેટફોર્મ પર હોસ્ટ કરવામાં આવેલ છે. પબજી એક ઓનલાઈન ગેમ છે જેમા આખા વિશ્વમાંથી લગભગ ૪૦૦ મિલિયન જેટલા લોકો આ ગેમ રમે છે.

કોણ છે અરજદાર અને શું છે તેની ફરીયાદ?

મુંબઈની બાંદ્રા વેસ્ટમાં આવેલી આર્ય વિદ્યામંદિર સ્કુલમા અભ્યાસ કરતા ૧૧ વર્ષના આઝાદ નિઝામ નામના છોકરાએ મહારાષ્ટ્ર હાઈકોર્ટમા પિટિશન કરીને ફરીયાદ કરી છે કે, પબજી નામની ઓનલાઈન ગેમ યુવાનોમાં હિંસા, ખુન, આક્રમકતા, લુંટ, ધાકધમકી, ગેમનુ વ્યસન વગેરે જેવી અસમાજિક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરે છે માટે ઓનલાઈન પબજી ગેમ ઉપર પ્રતિબંધ મુકાવો જોઈયે. આ સાથે અરજદારે હાઈકોર્ટને રજુઆત કરી છે કે હાઇકોર્ટ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને પણ પણ ઓર્ડર કરી શાળાઓમાં પબજી પર પ્રતિબંધ મુકવા તેમજ ભારત સરકારના ઈલેક્ટ્રોનિક અને આઇટી મંત્રાલયને પણ ગેમ ઉપર પ્રતિબંધ મુકવાનો આદેશ કરવાની રજુઆત કરી છે.

PILમાં વડાપ્રધાન વિશે શું ઉલ્લેખ છે?

આ પીઆઈએલમાં અરજદાર આઝાદ નિઝામે તાજેતરમા વડાપ્રધાન મોદીની સુરતમાં યુથ કોન્કલેવમાં આપેલા ભાષણ દરમ્યાન એક મહિલાએ પોતાના ઓનલાઈન ગેમિંગના કારણે તેના બાળકોનું ભણવામાં ધ્યાન નથી રહેતુ એ બાબતે શું કરવુ જોઈયે તેવી વડાપ્રધાન પાસે સલાહ માંગતા વડાપ્રધાન મોદીએ “પબજી વાલા હૈ ક્યા?” વગેરે ટિપણી કરી હતી તેનો ઉલ્લેખ કરતા જણાવ્યુ છે કે, વાલીઓ, શિક્ષણવિદો, શિક્ષકો આ તમામ ઓનલાઈન ગેમિંગના વધાતા પ્રભાવ અંગે અને ઓનલાઇન ગેમિંગના વ્યસનના કારણે બાળકોના માનસ પર પડતી ગંભીર અસરથી અત્યંત ચિંતિત છે.

અરજદારના માતાશ્રીએ શું જણાવ્યુ?

અત્રે ઉલ્લેખનિય છે કે અરજદારના માતા વકીલ છે જેમણે અરજદારની અરજીમાં જણાવ્યા કોઈપણ ઓનલાઈન એક્ટિવિટીમાં હિંસક અને હિંસા પ્રેરક પ્રવૃતિ ઉપર નજર રાખવા માટેની “ઓનલાઈન એથિક્સ રિવ્યુઝ કમિટિ”ની રચના કરવામાં આવે છે પરંતુ ભારતમાં આવી કમિટીની રચના થઈ નથી, અરજદારે જણાવ્યા મુજબ ચીનમાં આવી કમિટી હોવાના કારણે ચીને ઘણા સમય પહેલાથી જ આ પબજી ગેમ ઉપર પ્રતિબંધ મુકી દીધેલ છે.

મહારાષ્ટ્ર હાઈકોર્ટે શુ કહ્યુ?

આ ફરીયાદ મહારાષ્ટ્ર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.એચ.પાટીલની અધ્યક્ષતાવાળી બેચમા મોકલવામા આવેલ છે. મહારાષ્ટ્ર હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર તેમજ કેન્દ્ર સરકારને નોટીસ મોકલીને આ સંદર્ભે તેમનો જવાબ રજુ કરવાનુ કહ્યુ છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat