હવે ઓરિજનલ ડ્રાઈવિંગ લાયસન્સ સાથે રાખવુ ફરજીયાત નથી મોબાઈલથી પણ ચાલશે, જાણો નવો સરકારી નિયમ..

હવેથી ડ્રાઈવિંગ લાયસન્સ ખિસ્સામા લઈને ફરવાની જરૂર નથી એવુ ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયના એક નોટિફિકેશન દ્વારા જાહેર કરવામા આવેલ છે. આ નોટીફિકેશન મુજબ ડ્રાઈવિંગ લાયસન્સ ડિજીટલ સ્વરૂપમાં એટલે કે ઈલેક્ટ્રિક ફોર્મમા પણ રજુ કરી શકાશે તેવી જોગવાઈ કરવામા આવી છે. વાહનને લગતા ડોક્યુમેન્ટ જેવા કે, ડ્રાઈવિંગ લાયસન્સ, આર.સી બુક, વિમા પોલિસી, પીયુસી સર્ટિફિકેટ, ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ તેમજ અન્ય સર્ટિફિકેટ હવે સાથે રાખવાની જરૂર નથી.

 

કેન્દ્રિય મોટરવાહન નિયમો – ૧૯૮૯ની કલમ ૧૩૯ મુજબ વાહનના ડ્રાઈવર અથવા કંડક્ટ્રરે વાહનના કાગળો જેવા કે ડ્રાઈવિંગ લાયસન્સ, આર.સી બુક, વિમા પોલિસી, પીયુસી સર્ટિફિકેટ, ફિટનેસ અને પરમિટ સર્ટિફિકેટ તેમજ અન્ય સર્ટિફિકેટ જ્યારે પોલિસ કે અન્ય અધિકારી માંગે ત્યારે અસલ રજુ કરવા પડતા હતા પરંતુ ભારત સરકારના ઓફિશિયલ ગેઝેટ નં. G.S.R. 1081(E) તા.૦૨/૧૧/૨૦૧૮ થી કેન્દ્રિય મોટરવાહન નિયમ – ૧૯૮૯ની કલમ – ૧૩૯મા સંશોધન કરવામા આવ્યુ છે. કલમ ૧૩૯મા થયેલ સુધારા મુજબ હવેથી વાહનના ડ્રાઈવર અથવા કંડક્ટર અસલ ડોક્યુમેન્ટ ન હોય તો ઈલેક્ટ્રોનિક સ્વરૂપમા પણ રજુ કરી શકશે.

નાગરીકો ઈલેક્ટ્રીક સ્વરૂપના ડોક્યુમેન્ટ રજુ કરી શકે તે અંગેના નવા કાયદાની જાણ પોલિસ તેમજ વાહનવ્યવહાર વિભાગને અને સમાન્ય જનતાને કરવા સારૂ ભારત સરકારના અંડર સેક્રેટરી Dharkat R. Luikang ની સહીથી તા.૧૯/૧૧/૨૦૧૮ ના રોજના નોટીફિકેશન બહાર પાડી તમામ રાજ્યના પોલિસ મહાનિર્દેશક તેમજ વાહનવ્યવહાર કમિશ્નરને સંબોધીને ઉલ્લેખ કરવામા આવેલ છે કે, આ નવો કાયદો પ્રજાને ડિજિટલ સુવિધા ઉપલબ્ધ કરવવા સારૂ છે માટે પોલીસ દ્વારા પ્રજાને તકલીફ ન થાય તેમજ હેરાન કરવામા આવે તેની કાળજી રાખવી. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈલેક્ટ્રોનિક સ્વરૂપના ડોક્યુમેન્ટ એટલે DigiLocker નહી તે ખાસ સમજી લેવુ જરૂરી છે. ભારત સરકારનુ ગેઝેટ તેમજ મંત્રાલયનુ નોટીફિકેશન બંનેમા “DigiLocker” અંગે કોઈ જ ઉલ્લેખ નથી માટે ઈલેક્ટ્રોનિક ફોર્મનો મતલબ કોઈપણ અસલ ડોક્યુમેન્ટનો મોબાઈલમા રહેલો ફોટો અથવા ઈમેલ પણ અસલ ડોક્યુમેન્ટ જેમ જ ગણવામા આવશે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat