માનવસભ્યતાને એકબીજા સાથે જોડતી સૌથી મહત્વની કડી એટલે ભાષા. માણસને માણસ સાથે વ્યવહાર કરવામાં તેમજ એકબીજા સાથે જોડાઈ માનવીય સંબંધોનો વિકાસ કરવા માટે સૌથી અગત્યની બાબત ભાષા છે.
ભારત ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ સાતમા અને વસ્તીની દ્રષ્ટિએ દુનિયાના બીજા ક્રમનો દેશ છે. ભારતમાં અંદાજીત અઢીસો કરોડ જેટલી જનસંખ્યા અને અનેક ધર્મોનું અસ્તિત્વ છે. સામાજિક તેમજ ધાર્મિક માન્યતાઓ અને ભૌગોલિક વિસ્તાર આધારે ભારતમાં અનેક પ્રકારની ભાષાઓ બોલવામાં આવે છે.
શુ તમે જાણો છો કે ભારતમાં 121 જેટલી ભાષાઓ એવી છે જે ભાષામાં વાતા કરનારાની સંખ્યા 10,000 અથવા તેના કરતાં વધારે છે. આપણે ત્યાં ભાષામાં ભૌગોલિક વિસ્તાર કે ધર્મ/જાતિ આધારિત પેટા ભાષા હોય છે જેમ કે ગુજરાતી ભાષામાં કાઠિયાવાડી, મહેસાણી, સુરતી, કચ્છી, તેમજ આદિવાસી બોલી, ગઢવી-ચારણ બોલી વગેરે આમ ભાષા અને પેટાભાષા આધારે ભારતમાં અંદાજીત 19,500 જેટલી ભાષા અને લોકબોલીઓ બોલવામાં આવે છે. આપણે ભારતમાં સૌથી વધુ બોલાતી 10 ભાષા વિશે જાણકારી મેળવીએ.
1. હિન્દી ભાષા : 52.83 કરોડ લોકો
હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા છે અને ભારતની ઓફિશિયલ સરકારી ભાષાઓમાંથી એક છે. 2011 ની વસ્તીગણતરી મુજબ 2001ની સરખામણીમાં દેશમાં હિન્દી બોલવવાળાની ટકાવારીમાં વધારો થયેલો જોવા મળ્યો છે જે મુજબ 2001માં માતૃભાષા તરીકે હિન્દી બોલવવાળા 41.03% હતા જેમાં વધારો થઈ 2011માં 43.63% થયેલ છે. વિશ્વની સરખામણીમાં જોઈએ તો મેન્ડેરિયન, સ્પેનિશ, અંગ્રેજી પછી હિન્દી વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષામાં ચોથા ક્રમે છે. હાલમાં ભારતમાં 52,83,47,193 લોકો હિન્દી ભાષા બોલે છે. હિન્દી બોલવામાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ અને દિલ્લીનો સમાવેશ થાય છે. હિન્દી સંસ્કૃત ભાષામાંથી અલગ પડી આવેલી અને દ્રવિડિયન, પોર્ટુગીઝ, અરેબિક, અંગ્રેજી, પર્શિયન અને તુર્ક ભાષાના મિશ્ર પ્રભાવ અને અસરવાળી ભાષા છે.
2. બંગાળી : 9.72 કરોડ લોકો
બંગાળી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષામાં બીજા ક્રમાંકે છે. 9.72 કરોડ લોકો બંગાળી ભાષા બોલે છે જે દેશની કુલ વસ્તીના 8.03% વસ્તી થાય છે.
બંગાળી ભાષા ઈન્ડો-આર્યન ભાષાનું મિશ્રણ છે જે દક્ષિણ એશિયામાં સૌથી બોલવામાં આવે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઉત્તરભારતના ઘણાખરા રાજ્યોમાં બંગાળી ભાષા ખૂબ જ પ્રચલિત છે. ઈન્ડો-આર્યન ભાષાની શરૂઆતના તબક્કે બંગાળી ભાષા બિનસાંપ્રદાયિક હતી પણ પાછળથી તેમાં અરેબિક અને પર્શિયન ભાષાનો પ્રભાવ અને મિશ્રણ વધ્યું હતું. ભારતમાં આ ભાષા મુખ્યત્વે પૂર્વોત્તર રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, ત્રિપુરા વગેરેમાં તેમજ વિદેશોમાં પણ બોલવામાં આવે છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે આપણા દેશનું રાષ્ટ્રગીત “જન ગણ મન” પણ બંગાળી ભાષામાં લખાયેલું છે.
3. મરાઠી : 8.30 કરોડ લોકો
ભારતમાં કુલ 8.30 કરોડ લોકો મરાઠી ભાષામાં બોલે છે જે દેશની કુલ વસ્તીના 6.86% થાય છે.
મરાઠી એક ઈન્ડો-આર્યન ભાષા છે જે દેશના પશ્ચિમી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ગોવાની ઓફિશિયલ ભાષા છે. મરાઠી ભાષામાં પ્રદેશ આધારે અંદાજે 42 જેટલી લોકબોલી અથવા પેટાભાષા છે. ખાસ ઉલ્લેખનીય છે કે મરાઠી ભાષાના વ્યાકરણમાં ત્રણ જાતિઓ છે.
4. તેલુગુ : 8.11 કરોડ લોકો
તેલુગુ ભારતના દક્ષિણ તરફના રાજ્યો જેવા કે, આંધ્રપ્રદેશ, તેલંગાણા વગેરે રાજ્યોમાં સૌથી વધુ બોલતી દ્રવિડિયન ભાષા છે. તેલુગુ ભાષામાં પણ બેરાડ, વાડગા, ડોમરા જેવી પેટાભાષા કે લોકબોલી છે.
5. તામિલ : 6.90 કરોડ લોકો
તમિલ ભાષા દ્રવિડિયન મૂળની ભાષા છે જે ભારતમાં 6.90 કરોડ લોકો બોલે છે આ સિવાય તેલુગુ સિંગાપોર અને શ્રીલંકા દેશની ઓફિશિયલ ભાષા છે. અત્રે ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે તેલગુ ભાષા વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાં એક ભાષા છે જે હાલમાં પણ અસ્તિત્વમાં છે. તેલુગુ ને આશરે 2000 કરતા પણ વધુ વર્ષો જૂની ભાષા હોવાનું માનવામાં આવે છે જે શ્રીલંકાના દરિયાઈ તટ નજીકના વિસ્તારોમાં બોલવામાં આવે છે.
6. ગુજરાતી : 5.54 કરોડ લોકો
ગુજરાતી ભાષા એક ઈન્ડો-આર્યન ભાષા છે જે સંસ્કૃત મૂળ ઉપરથી ઉતરી આવી છે. ગુજરાત રાજ્યની ઓફિશિયલ ભાષા હોવા સાથે કુલ 5.54 કરોડ લોકો ગુજરાતી બોલે છે.
7. ઉર્દુ : 5.07 કરોડ લોકો
ભારતની ભારત સરકારની માન્ય ભાષાઓ પૈકીની એક ભાષા છે જે 5.07 કરોડ લોકો ઉપયોગમાં લે છે. ભરતામાં પશ્ચિમ બંગાળ, બિહાર, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, અને જમ્મુકાશ્મીર રાજ્યની ઓફિશિયલ ભાષા પણ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઉર્દુ પાકિસ્તાનની ઓફિશિયલ ભાષા છે.
8. કન્નડ : 4.37 કરોડ લોકો
તમિલ ભાષાની જેમ કન્નડ ભાષા પણ દ્રવિડિયન મૂળની ભાષા છે. કન્નડ પણ વિશ્વની સૌથી જૂની અસ્તિત્વ ધરાવતી ભાષાઓ પૈકીની એક ભાષા છે. કન્નડમાં 20 જેટલી લોકબોલી કે પેટાભાષાઓ છે.
9. ઉડીયા : 3.75 કરોડ લોકો
ભારતની માન્ય સરકારી ભાષાઓ પૈકી ઉડીયા એક ભાષા છે જે 3.75 કરોડ લોકો બોલે છે. ઉડીયા ભાષા મુખ્યત્વે ઓડીશા રાજ્યમાં બોલવામાં આવે છે.
10. મલયાલમ : 3.48 કરોડ લોકો
અંદાજે 3.48 કરોડ દ્વારા બોલવામાં આવતી મલયાલમ ભાષા મુખ્યત્વે કેરળ, પોન્ડીચેરી, અને લક્ષદ્વીપ ટાપુમાં બોલવામાં આવે છે.
અંગ્રેજી બોલવાવાળા અંદાજે 2,59,673 જેટલા લોકો છે.
અંગ્રેજી ભાષા પણ કેન્દ્ર સરકારની ઓફિશિયલ ભાષાઓ પૈકીની એક ભાષા છે. આ સિવાય નાગાલેન્ડ અને અરુણાચલપ્રદેશ જેવા રાજ્યોની પણ ઓફિશિયલ ભાષા છે. અંગ્રેજોના સમયમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન સમયે ઈ.સ 1800 દરમ્યાન ભારતની શાળાઓમાં અંગ્રેજી ભણાવવાની શરૂઆત થયેલી.
અનેક ભાષાઓના માધ્યમથી જોડાયેલા ભારત દેશમાં કોઈ ભાષા ઊંચી કે નીચી નથી તેમજ ભારતનો સરેરાશ નાગરિક એક કરતા વધુ ભાષાનો જાણકાર છે. સામાન્ય ભારતીય હિન્દી અને અંગ્રેજી ભાષા સાથે પોતાની માતૃભાષાનો ઉપયોગ કરે છે. અંગ્રેજી પણ હવે વિદેશી ભાષા ન રહેતા ભારતમાં ખૂબ જ ચલણમાં છે.