ભારત એ ગામડાઓનો બનેલો ખેતીપ્રધાન દેશ છે. ભારતની મોટાભાગની જનસંખ્યા ખેતી સાથે જોડાયેલ છે અને ગામડાઓમાં રહે છે ત્યારે ગ્રામ પંચાયતની ભૂમિકા ખૂબ જ અગત્યની બની જાય છે.
ગ્રામ પંચાયત એ ગામડામાં રહેતા લોકો માટેની પહેલી અને મહત્વની સરકારી કચેરી છે જ્યાં સ્થાનિક કક્ષાએ અનેક સરકારી કામો, યોજનાઓ, રેકર્ડ તેમજ વહીવટીય પ્રક્રિયા થાય છે. આ પૈકી ગામની તમામ પ્રકારની જમીનનું અદ્યતન રેકર્ડ નિભાવવું એ પણ ગ્રામ પંચાયતની ફરજ છે. ગામમાં આવેલી ખેતીની, બિન ખેતી, સરકારક પડતર, કે અન્ય જમીનો અંગે વિગતવાર નોંધ રાખવાનું કામ ગ્રામ પંચાયત કરે છે. આ જમીનો અંગે વિવિધ પ્રકારની નોંધ રાખવા માટે વિવિધ રજીસ્ટર (ચોપડા) રાખવામાં આવે છે. જે દરેક રજીસ્ટર (ચોપડા)ને એક નંબર આપવામાં આવે છે.
હક્કપત્રક એ ગામ નમુના નં-૬ એ એક પાકુ રજીસ્ટર છે. આ 6 નંબરના રજીસ્ટરમાં જમીન પરત્વેેના બધા ખાનગી હક્કોની નોંધ રાખવામાં આવે છે. જમીન ઉપર કોનો કોનો, કેટલો અને શું હકક છે તે બાબતની તમામ નોંધ આ રજીસ્ટરમાં રાખવામાં આવે છે. આ રજીસ્ટરમાં નોંધ થયેલ હક્કો વ્યક્તિએ રજીસ્ટર કે અનરજીસ્ટર લખાણો દ્વારા મેળવ્યા હોય, વારસાઈથી તેમજ બીજી રીતે મેળવ્યા હોય તો અધિકૃત કબજેદાર, ગીરોદાર ગણોતીયા, વગેરેની હક્કો નોંધાય છે. ઉપરાંત સરકારના જાહેર હક્કો અન્યના હક્કો તથા તકરારી (વિવાદિત) હક્કોની નોંધ રહે છે. જમીનના મહેસૂલી હિસાબો આ હક્કપત્રકના આધારે રખાતા હોય માટે કબજેદારની જવાબદારીનું રેકર્ડ પણ કહેવાય છે. હક્કપત્રક મુજબનો જે તે જમીનનો કબજો ધરાવતો હોય તેના મહેસૂલ માટે જવાબદાર છે.
જમીન ઉપરના હક્કોમાં ક્યારે ફેરફાર થાય?
(૧) કૌટુંબિક મૌખિક વહેંચણી દ્વારા
(ર) મોહમેડન લો અન્વયેની બક્ષીસથી તથા વેચાણ, વેચાણ રીલીઝ , બક્ષીસ, ગીરો, શાનગીરો, શરતી વેચાણના રજીસ્ટીર્ડ દસ્તાવેજથી
(૩) હક્કપત્રકમાં જે વ્યકિતનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઈ હક્કથી અથવા ગુજરનારના રજીસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ વીલ (વસિયતનામા)થી પ્રાપ્ત કરનારની અરજીથી
(૩) સક્ષમ મહેસૂલ અધિકારીઓના કે સરકારશ્રીનાં હુકમો અન્વયે સરકારી જમીન કાયમી ધોરણે કોઇપણ વ્યકિતને કે સંસ્થાને ગ્રાન્ટ (ફાળવણી) થવાથી
(પ) ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાથી
(૬) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલપાત્ર સત્તા પ્રકારના એટલે જુની શરતમાં ફેરવવાથી
(૭) કોઈ ખેતીની જમીન ઉપર ગણોત હક્ક પ્રાપ્તે કરવાથી
(૮) જમીનને તારણમાં મુકવા અગર જીબી ભરપાઇ થવાથી
(૯) દિવાની કોર્ટના હુકમનામાથી.
આમ ઉપરોક્ત દર્શાવેલ બાબતોથી જમીનના માલિકીના હક્કોમાં ફેરફાર થાય છે જે ફેરફારની વિગતે નોંધ ગામ નુમના નં.૬ એટલે કે હકકપત્રકમાં કરવામાં આવે છે. કોઈપણ જમીનની માલિકી /હકકમાં ફેરફાર થાય તેની નોંધ કરવા માટે સક્ષમ સત્તાધિકારીને અરજી કરવાની હોય છે અને અરજી કર્યા બાદ સક્ષમ અધિકારી તે નોંધને માન્ય (પ્રમાણિત) કરે બાદ જ તે રેકર્ડમાં ઉમેરાય છે.
ગામ નમૂના નં-૬ હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે. ?
હક્કપત્રક માટે મુખ્ય બે ફોર્મ ઠરાવાયા છે. એક ગામનો નમુના નં-૬ અને બીજો પાણીપત્રક ગામના નમુના નં-૭/૧ર , ગામના નમુના નં-૬ ડાયરી જેવું રજીસ્ટાર છે જેમાં હકક ફેરફારની નોંધનો નંબર પ્રાપ્ત થયેલ હક્કનો પ્રકાર તથા કયા સરવે નંબર અથવા હિસ્સા નંબરની અગર બ્લોકની જમીન ઉપર હક્ક પ્રાપ્ત થયો / મળ્યો તેની યાદી વિગેરે બાબત આવે છે.
ગામ નમુના નંબર ૭/૧ર એ હક્કપત્રકનું સાંકળીયુ છે. કેમ કે પ્રમાણિત થયેલ નોંધનો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે. અને જે કબજેદારના હક્ક કમી થયા હોય તેને કેસ કરી નવા કબજેદારનું નામ દાખલ કરવામાં આવે છે.
નજરકેદ એટલે શું? જાણો નજરકેદ રાખવાના નિયમો અને કાયદા વિશે.
Very good Bhai all the best