કોઈ પોલીસે તમને ખોટી રીતે હેરાન પરેશાન કરે તો અહિંયા તમે પોલીસ સામે ડાયરેક્ટ ફરીયાદ લખાવી શકો છો.

સામાન્ય રીતે લગભાગ તમામને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હોય છે. પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, ખોટા ઘક્કા ખવડાવવા, અયોગ્ય અને ઉદ્દત વર્તન કરવુ, તેમજ અરજદાર સાથે મનમાની કરવી એવા કેટલાય ખરાબ અનુભવો લોકોને થયા હશે. પોલીસ અત્યાચારની ઘટનાઓ વધતી જાય છે પરંતુ કાયદાની અજ્ઞાનતાના કારણે અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરીયાદ કરતા નથી પરંતુ હવે તમારે ડરવાની જરૂર નથી.

પોલીસ કંમલેન ઓથોરીટી (PCA)

વર્ષ – ૨૦૦૬માં પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સરકાર નામના કેસમાં સુપ્રિમ કોર્ટે દરેક રાજ્યોને પોતાના પોલીસ તંત્રમાં માળખાકીય ફેરફારો કરવાનો આદેશ કર્યો. આ અંતર્ગત દરેક રાજ્યમાં એક પોલીસ કંપલેન ઓથોરીટી જિલ્લા લેવલ પર તથા રાજ્ય લેવલ પર ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ પાછળ સુપ્રિમ કોર્ટનો ઉદ્દેશ્ય હતો કે પ્રજાની પોલીસ વિરુદ્ધની વિશાળ ફરીયાદોનો સ્થાનિક કક્ષાએ અલગથી જ એક વ્યવસ્થા ઉભી કરી નિકાલ કરવામાં આવે. રાજ્યકક્ષાની પોલીસ કંપલેન ઓથોરીટીમાં ડિવાયએસપી કક્ષાના નિવૃત અધિકારી તેમજ નિવૃત્ત સનદી અધિકારી તેની કામગીરી સંભાળતા હોય છે.

પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ શુ – શું ફરીયાદ કરી શકાય?

  1. પોલીસ કસ્ટડી દરમ્યાન મોત નિપજાવવામાં આવે
  2. આઈપીસી કલમ – ૩૨૦ માં જણાવ્યા મુજબની કોઈ ગંભીર ઈજા કરવામાં આવે.
  3. કાયદેસરની પ્રક્રિયા કર્યા વગર ગેરકાયદેસર ધરપકડ કે ડિટેઈન કરવામાં આવે.
  4. પોલીસ દ્વારા બલાત્કાર અથવા બળાત્કારની કોશિષ કરવામાં આવે.
  5. પોલીસ દ્વારા ખંડણી અથવા ગેરકાયદેસરના પૈસા માંગવામાં આવે.
  6. પોલીસ દ્વારા ગંભીર પ્રકારનું ગેરવર્તન કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.
  7. જમીન અથવા મકાનનો કબજો પચાવી પાડવામાં આવે.
  8. પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને ત્રાસ આપવામાં આવે
  9. ઉપરી અધિકારી દ્વારા નીચેના કર્મચારીને ત્રાસ આપવામાં આવે.
  10. અન્ય કોઈ ઘટના જેમા પોલીસ દ્વારા સત્તાનો દુર ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો કે આ તમામ બાબતે પોલીસ કંપલેન ઓથોરીટીમાં તમારી ફરીયાદ લેતા પહેલા ફરીયાદ કેટલી વ્યાજબી છે તેની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવે છે.

પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ કોણ ફરીયાદ કરી શકે?

ભોગ બનનાર પોતે અથવા તેના વતી કોઈપણ વ્યક્તિ, અથવા રાજ્ય / રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, અથવા પોલીસને જ ઉપરી પોલીસ વિરુદ્ધ કોઈ ફરીયાદ હોય એવા પોલીસ કર્મચારી, અથવા અન્ય કોઈપણ સ્રોત

પોલીસ કંપલેન ઓથોરીટી(PCA) સમક્ષ ફરીયાદ કઈ રીતે કરવી?

પી.સી.એ સમક્ષ કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધમાં તેમજ પોલીસ પોતે પોલીસ અધિકારીના વિરુદ્ધમાં ફરીયાદ લખાવી શકે છે અને ફરીયાદ લખાવવા માટે ભોગ બનનાર અથવા તેના વતી કોઈપણ વ્યક્તિએ પોતાનુ નામ, સરનામુ, સંપર્ક નંબર સહિત એક સાદી અરજી અરજી લખવાની રહેશે જેમા

  • શુ ઘટના બની હતી તેની સંપુર્ણ વિગત
  • કઈ તારીખે અને સમયે બની હતી તેની વિગત
  • તમે કોના વિરુદ્ધ ફરીયાદ લખાવો છો તેનું નામ, હોદ્દો અને પોલીસ સ્ટેશનની વિગત.
  • ઘટનામાં શુ – શું કહેવામાં અને કરવામાં આવ્યુ હતુ?
  • આ ઘટના બની ત્યારે તે જગ્યાએ અન્ય કોણ કોણ લોકો હાજર હતા જેમણે ઘટના બનતી જોઈ હોય તેના નામ અને વિગત
  • જો તમને કોઈ આર્થિક નુકશાન થયુ હોય અથવા શારિરિક ઈજા થઈ હોય તો તેની વિગત
  • જો ઘટના ને લગતા કોઈ ફોટો / વિડિયો કે ફુટેજ હોય તો જોડવા
  • શારીરિક ઈજાઓ થઈ હોય તો તેના ફોટોગ્રાફ પણ જોડવા
  • જો ઈજા થઈ હોય અને સારવાર લીધી હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોડવુ.
  • પોલીસ સ્ટેશન ડાયરીનો પુરાવો. આ ઉપરોક્ત તમામ બાબતોની એક ઝેરોક્ષ કોપી ફરીયાદ સાથે બિડાણ કરીને પોસ્ટ દ્વારા, ઈમેલ દ્વારા કે રૂબરૂમાં જઈને પણ ફરીયાદ આપી શકાય છે.

ગુજરાતમાં પોલીસ કંપલેન ઓથોરીટી(PCA)નો સંપર્ક?

દોસ્તો યાદ રાખો દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી, કાયદો જ સર્વોપરી છે. જ્યારે જ્યારે સત્તાના દુરઉપયોગ દ્વારા અત્યાચાર કે ત્રાસની ઘટના બને ત્યારે આપણે યાદ રાખવું જોઈયે કે આપણે કાયદાકીય બાબતોમાં જાગૃત થવાની જરૂર છે અને કાયદાકીય રીતે ન્યાય મેળવવાની જાણકારી મેળવી તેનો ઉપયોગ કરી અત્યાચાર અટકાવી શકાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

25 COMMENTS

  1. Thanks for the information. Me and So much people like me don’t know about Police Complain Authority.

    Thanks again for sharing this info.

    • bolegujarat.in પર આવી ઘણી માહિતિ મળશે જે શેર કરતા રહેજો.

  2. Thanks For the Information
    સામાન્ય માણસ માટે ખુબ સરસ અને સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપવા બદલ આપનો આભાર.
    લી.
    એડવોકેટ ઇમ્તિયાઝ બલોચ
    (અમરેલી)

    • તમારી પાસે કોઈ કાયદાકીય માહિતી હોય તો અમને લેખ લખીને મોકલવા વિનંતી.

  3. સારી અને સરળ ભાષામાં માહિતી આપી તે બદલ ધન્યવાદ

  4. Sir I am sorry but sachu kav ne to aa pca pn kai kam nu nathi badha paisa pachal j dode che ene paisa aapi do etle e pn chup. Bicharo aam aadmi kya jay sauthi pela to je lagvag thi kam kare che ne e badha ne saja malvu joi e lagvag bandh thashe ne tyare desh ma sudharo aavse.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat