સરકાર પાસેથી મફતમાં વકિલની મદદ મેળવવી એ દરેક નાગરિકોનો અધિકાર છે, જાણો ક્યાંથી મેળવી શકશો મફત કાનુની મદદ.

ભારતના બંધારણના આમુખમાં લખ્યા મુજબ ભારતના તમામ નાગરિકોને સામાજિક, રાજકિય અને આર્થિક ન્યાયની વાત કરવામાં આવી છે. ભારતનું બંધારણ ન્યાય ઉપર ખાસ ભાર મુકે છે એટલા માટે દેશના તમામ તમામ વર્ગના લોકોને ન્યાયપ્રણાલી દ્વારા સમાન ઉપલબ્ધ કરાવી શકાય એટલા માટે બંધારણની કલમ – ૩૯(એ) દેશના ગરીબ અને પછાત લોકોને મફત કાનુની મદદ પુરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. મફત કાનુની મદદ એટલે તહોમતદાર અથવા અરજદારને મફત વકીલની સેવા ઉપલબ્ધ કરાવવી.

આપણા દેશમાં હજારો લોકો જેલમાં બંધ છે જેમની ઉપર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેલમાં બંધ મોટાભાગના લોકો ગરીબ અને અશિક્ષિત હોવાના કારણે તેમને પોતાના કાયદાકીય અધિકારોની જાણકારી નથી. આથી તેમને કાયદાકીય અધિકારોની જાણકારી પુરી પાડવી તેમજ કાયદાકીય મદદ પણ પુરી પાડવી જોઈયે એ વાત ઉપર ભાર મુકતા “કાર્તિ વિરુદ્ધ બિહાર રાજ્ય”ના કેસમાં સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે “કોઈપણ આર્થિક પછાત, ગરીબ કે અસક્ષમ વ્યક્તિને ન્યાયાધીશ સમક્ષ રજુ કરવામાં આવે ત્યારે ન્યાયધીશે એ ખાતરી કરી લેવી કે વ્યક્તિને મફત કાયદાકીય મદદ પુરી પાડવામાં આવી છે કે નહી? અને જો મદદ પુરી પાડવામાં ન આવી હોય તો વ્યવસ્થા કરવામાં આવે અને તેનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવે.” તો આવો જાણીયે મફત કાયદાકીય મદદ લેવાની વ્યવસ્થા વિશે.

મફત કાનૂની મદદ માટે શું વ્યવસ્થા છે?

ભારતની સંસદ દ્વારા વર્ષ – ૧૯૮૭માં “કાનૂનિ સેવા સત્તા અધિનિયમ -૧૯૮૭”નો કાયદો બનાવેલ છે અને ૯/નવેમ્બર/૧૯૯૫માં સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલ છે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામને સમાન ન્યાય મળે તેવો છે. સમાજનો કોઈપણ વ્યક્તિ ન્યાયથી વંચિત ન રહી જાય એ માટે રાષ્ટ્રીય કક્ષા, રાજ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ “કાનૂનિ સેવા સત્તામંડળ”ની રચના કરવામાં આવી છે જે આ મુજબ

  • વાદી અથવા પ્રતિવાદીનો કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલુ હોય તો વ્યક્તિ “રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળ”માં અથવા સુપ્રિમ કોર્ટની “કાનૂનિ સહાય સમિતિ”માં જઈને કાયદાકીય મદદ પ્રાપ્ત કરી શકે છે. તમારા માટે બંને વિકલ્પ ખુલ્લા છે.
  • જો તમારો કેસ કોઈપણ રાજ્યની હાઈકોર્ટમાં ચાલુ હોય તો તમે હાઈકોર્ટની “કાનૂનિ સહાય સમિતિ”માં જઈને અથવા “રાજ્ય કાનૂનિ સેવા સત્તામંડળ”ની મદદ મેળવી શકો છો.
  • જો તમારો કેસ દિવાની અદાલતમાં ચાલતો હોય તો પણ તમે “કાનૂનિ સહાય સમિતિ”માં જઈને મફત વકિલની મદદ મેળવી શકો છો.

કોણ મફત કનૂની સહાય મેળવવાને લાયક છે?

  • અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ
  • મહિલાઓ અથવા બાળકો
  • માનવ તસ્કરીનો ભોગ બનનાર
  • સામુહિક આપત્તિ જેવી કે દુષ્કાળ, પુર, ભુકંપ વગેરેનો ભોગ બનનાર
  • જાતિય હિંસાથી પિડીત વ્યક્તિ
  • વર્ગ વિશેષ પરના અત્યાચાર (અલ્પસંખ્યક)
  • વિકલાંગ વ્યક્તિ
  • ઓદ્યોગિક કામદાર
  • જે વ્યક્તિની વાર્ષિક આવક એક લાખ કરતા ઓછી હોય તે.

મફત કાનૂની સેવા કેવી રીતે મેળવવી?

ઉપરોક્ત દર્શાવેલ કોઈ વ્યક્તિ હોય તે પોતાના નજીકના કાનૂની સહાયતા સત્તામંડળને પત્ર લખીને અથવા નિયત નમૂનાનું ફોર્મ ભરીને વકીલની મફત સેવા મેળવવા અરજી કરી શકે છે. જો વ્યક્તિ નિરક્ષર હોય તો મૌખિકમાં પણ રજુઆત કરી શકે છે અને ત્યા હાજર અધિકારી તેને લખી લેશે. સુપ્રિમ કોર્ટના “શિલા વિરૂદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય” નામના કેસમાં કોર્ટે જણાવ્યુ છે કે, પોલીસ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરે તુરંત બાદ પોલીસની ફરજ છે કે નજીકના કાનૂની સહાયતા સત્તામંડળને જાણ કરવામાં આવે જેથી વ્યક્તિને તરત જ કાનૂનિ સહાયતા પુરી પાડી શકાય.

અરજી કરવામાં માટે શું – શું જોઈયે?

મફત કાનૂનિ સહાય મેળવવા માટે સૌ પ્રથમ તો અરજી, સોગંદનામુ અને તમારી ઓળખનો પુરાવો તેમજ આવકનો દાખલો જરૂરી છે. બાકી અન્ય કાગળો તમારા કેસની વિગતો ઉપર આધારિત છે.

તમને શુ-શુ કાનૂની મદદ મળશે?

  • તમારા માટે મફત વકિલ નિયુક્ત કરવામાં આવશે.
  • કોર્ટ કાર્યવાહીમાં જે કાંઈ ખર્ચો થશે એ આપવામાં આવશે જેમ કે કોર્ટ ફિ વગેરે
  • કોર્ટના વિવિધ હુકમો અને કાર્યવાહીની નકલો તમને પુરી પાડવામાં આવશે.
  • તમારા કેસ સંબંધિત તમામ કાગળો તૈયાર કરવા અને પ્રિંટ કરાવવામાં આવશે
  • તમારા માતે તમારી બોલચાલની ભાષામાં કોર્ટના કાગળો અનુવાદ કરી આપવાની પણ જોગવાઈ છે.

કેવા કિસ્સામાં મફત કાનૂની મદદ આપવામાં નહી આવે?

  • માનહાનિ, દ્વેષપુર્ણ હાનિ, અદાલતનો તિરસ્કાર, ખોટા પુરાવા ઉભા કરવા વગેરે બાબતમાં
  • કોઈપણ ચુંટણી સંબંધિત કાર્યવાહીમાં
  • જે ગુનામાં દંડની રકમ ૫૦ રૂપિયા કરતા ઓછી હોય તેમા
  • જે ગુનાઓ સામાજિક અને આર્થિક કાય્દાઓની વિરુદ્ધમાં છે તેવા ગુનાઓમાં (જેમ કે ATM માંથી પૈસા ચોરવા, સરકારી સંપત્તિને નુકશાન પહોંચાડવુ)
  • અરજદાર વ્યક્તિ જે-તે કેસ સાથે સંકળાયેલ ન હોય ત્યારે

ગુજરાતમાં મફત કાનૂની સહાયતા મેળવવા માટે ક્યા?

આ સિવાય વિવિધ જિલ્લા કક્ષાએ પણ મફત કાનૂની સહાય સત્તામંડળ આવેલ હોય છે જેની ઓફિસ દરેક જિલ્લાની જિલ્લા અદાલત કેમ્પસમાં હોય છે તેની યાદી જોવા માટે “જિલ્લા કાનૂનિ સેવા સત્તામંડળ” વેબસાઈટ પર ક્લિક કરવી.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

3 COMMENTS

  1. આદરણીય શ્રી સરકાર સાહેબ જી હું દિપક સોલંકી મારી ભરી યાદ છે કે મારા 🏠 ની બાજુ માં ‌‌‌ખુલે આમ દારુ નો ધંધો કરતો હતો ત્યારે મેં એમના વિરુધ્ધ માં અરજી કરી પોલીસ ‌‌‌‌આવી અને પોલીસ એ દારુ વાણા ને જાણ કરી તારા બાજુ વાળા એ તારી ઉપર કેસ કર્યો છે પછી ખબર પડી કે દારુ તો એનો મામો જ પોલીસ વેચવા આપે છે અને હું પોલીસ ની હાજરી માં જ મારા પરિવાર દારુ વાણા એ ગુંડા બોલાવી ને‌ મને મારી મારા પરિવાર ને મારા દિકરા પર ‌‌‌ગેસ ‌‌‌બાટલો નાખ્યો હતો ત્યારે આ બધું પોલીસ ની હાજરી માં થયું છે સરકાર સાહેબ જી મારું પોતાનું ઘર હોવા છતાં પણ હું ભાડાં ના મકાન માં રહું છું દુખ એ વાત છે કે અમારા જેવાં ને નિયાય કોણ અને ક્યાં મણશે.હુ સામાન્ય નોકરી ‌‌‌‌‌‌કરીને આ મકાન લિધુ ‌‌‌‌હતુ.દુખ માં મને સોસાયટી વાણા એ પણ સાથ ન આપ્યો.કારણકે પોલીસ શબ્દ પર કોઈ ને વિસ્વાસ નથી ્્….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat