વિવિધ ભારતીય સૈન્યદળ તેમજ તેની કામગીરી અને શહીદોને મળતા મરણોત્તર લાભની રસપ્રદ જાણકારી.

કોઈ કુદરતી કે માનવસર્જિત ઘટનાઓ વખતે કે આતંકી હુમલા વખતે તેમજ ચુંટણી વખતે આપણે કોમ્બેટ ડ્રેસ પહેરેલા સૈનિકો જોવા મળે છે. આપણે સામાન્ય દિવસોમાં સૈનિકોને ઓછા યાદ કરીયે છીએ પરંતુ અમુક વિશેષ દિવસે આપણી દેશભક્તિ વધી જાય છે ત્યારે આપણે આપણા વિવિધ સૈન્ય દળો વિશે જાણકારી મેળવવી જોઈએ. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાની મુશ્કેલભરી ફરજ બજાવતા આપણા સૈનિકોને કેવી કેવી સુવિધા મળે છે અને તેમની કેવી કેવી ફરજો હોય છે તે જાણવું જરૂરી છે.

સૈન્ય દળ કેટલા છે?
આપણે ત્યાં મુખત્વે ત્રણ પ્રકારના સૈન્ય દળ છે જેમાં
૧) મીલીટરી (સૈનિક દળ) : એટલે સંરક્ષણ દળો જેને સરકાર દ્વારા ડિફેન્સ ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. મીલીટરીની અંદર આર્મી (થલ સેના), નેવી (જલ સેના) અને એરફોર્સ (વાયુ સેના) તેમજ ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ (તટીય સુરક્ષા) નો સમાવેશ થાય છે. મીલીટરીનું મુખ્ય કામ વિદેશી આક્રમણોથી દેશની રક્ષા કરવાનો છે. ડિફેન્સ ફોર્સિસના પગાર, રજાઓ, સુવિધાઓ, ભરતી, બઢતી અને કામગીરી વગેરે બાબતનાં કાયદાઓ અને નિયમો ભારત સરકારનાં સંરક્ષણ વિભાગ (ડિફેન્સ મીનીસ્ટ્રી) ની સત્તામાં આવે છે.

૨) પેરામીલીટરી (અર્ધ સૈનિકદળ) : એટલે આંતરિક સુરક્ષા દળ જેને સરકાર દ્વારા પેરામીલીટરી ફોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. પેરામીલીટરી ફોર્સ કેન્દ્રનાં ગૃહ વિભાગની સીધી સૂચના હેઠળ કામ કરે છે. આ દળનું મુખ્ય કામ આંતરિક સુરક્ષા સબંધિત બાબતોમાં પગલા લેવાનું, હીંસક આંદોલનો ડામવાનું, તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓને વળતો જવાબ આપવાનું કામ કરે છે. આ દળમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, આસામ રાઈફલ્સ અને સ્પેશીયલ ફ્રોન્ટીયર ફોર્સનો સમાવેશ થાય છે.

૩) કેન્દ્રીય પોલીસ (સિક્યુરિટી ફોર્સ) : એટલે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ જેને સરકાર દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ કહેવામાં આવે છે. CAPFs માં ૧) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ-CRPF, 2) ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ-ITBP, 3) સશસ્ત્ર સીમા બળ-SSB, 4) બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSF, 5) નેશનલ સિક્યુરિટી ગાર્ડઝ-NSG, 6) સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી ફોર્સ-CISF વગેરે. પેરામીલીટરીને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPFs) કહેવામાં આવે છે. સીએપીએફનું મુખ્ય કામ દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સંભાળવાનું હોય છે જે ભારત સરકારના ગૃહ વિભાગ (હોમ મીનીસ્ટ્રી)ની સત્તામાં આવે છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ-CRPF
સીઆરપીએફ દેશની અદંરની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. નક્સલવાદી પ્રવૃત્તિઓને વળતો સશસ્ત્ર જવાબ આપવો, વિવિધ રાજ્યોની પોલીસને મોટા પોલીસ ઓપરેશનમાં મદદ કરવી તેમજ યુનાઈટેડ નેશન્સની શાંતિ અભિયાનને આગળ વધારવાની જવાબદારી સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સની છે. વર્ષ – ૧૯૬૫ સુધી સીઆરપીએફે ભારત પાકિસ્તાન બોર્ડરની સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી ત્યારબાદ બોર્ડર સુરક્ષા માટે અલગથી બોર્ડર સિક્યુરિટી ફોર્સની રચના થયેલ. ૨૦૦૧માં સંસદ ઉપર થયેલા હુમલામાં સીઆરપીએફનાં જવાનોએ જ આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ-ITBP
વર્ષ – ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચેનાં યુદ્ધ બાદ ઈન્ડો તિબેટ બોર્ડર પોલીસ ફોર્સની રચના કરવામાં આવેલ. આઈટીબીપીનું મુખ્ય કામ દેશની ઉત્તરીય સરહદોની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાનું છે. દેશની ઉત્તરીય સરહદો પર્વતીય છે જ્યાં ફરજ બજાવવી અત્યંત મુશ્કેલ છે. આ ફોર્સનું કામ આંતર સરહદ પર થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ, ઘુસણખોરી, સ્મગલિંગ વગેરે ઉપર નજર રાખવાની છે. આ સિવાય આઈટીબીપી જવાનોને આપત્તિ વ્યવસ્થાપનની પણ ટ્રેનીંગ આપવામાં આવે છે અને પુર, ભૂકંપ કે અન્ય કુદરતી આપત્તિ વખતે તેમની સેવા લેવામાં આવે છે. આઈટીબીપીને યુનાઈટેડ નેશન્સનાં શાંતિ અભિયાન અંતર્ગત અફઘાનિસ્તાન, સુદાન, હૈતી, પશ્ચિમી સહારા, કોસોવો, બોસ્નિયા જેવા દેશોમાં પણ સેવા બજાવેલ છે.

સશસ્ત્ર સીમા બળ-SSB
સશસ્ત્ર સીમા બળની સ્થાપના વર્ષ – ૧૯૬૩માં કરવામાં આવી હતી. આ સુરક્ષાબળ ઈન્ડો – નેપાળ અને ઈન્ડો- ભૂતાન સીમાની રક્ષણને જવાબદારી સંભાળે છે. આ અર્ધ સૈન્યદળમાં વર્ષ – ૨૦૧૪ પહેલીવાર સરકારે મહિલા લડાકુ સૈનિકની ભરતી કરવાની મંજુરી આપતા મહિલા સૈનિકો પણ ભરતી કરવામાં આવે છે. આ દળને સ્પેશીયલ સર્વિસ બ્યુરો તરીકે પણ ઓળખવામાં આવે છે. સરહદી વિસ્તારોમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવી તેમજ સરહદી લોકોમાં દેશભાવના પ્રબળ બને તેવા કાર્યો કરવા એસએસબીની ફરજ છે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ-BSF
વર્ષ – ૧૯૬૫નાં ભારત પાકિસ્તાન યુદ્ધ પછી દેશની સરહદોની સુરક્ષાના ગંભીર મુદ્દાને ધ્યાને લઈ બોર્ડર સિક્યુરિટી ફોર્સની સ્થાપના કરવામાં આવી. આ ફોર્સની મુખ્ય કામગીરી દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા કરવાની તેમજ આંતરરાષ્ટ્રીય રોડ માર્ગોની દેખરેખ રાખવાની છે. બીએસેએફમાં અંદાજિત અઢી લાખ જેટલા જવાનો ફરજ બજાવે છે.
આસામ રાઈફલ્સ-AR
આસામ રાઈફલ્સ દેશનું સૌથી જુનું અર્ધસૈનિક બળ છે જેની સ્થાપના વર્ષ – ૧૮૩૫માં કરવામાં આવી હતી. વર્ષ – ૨૦૦૨ સુધી આસામ રાઈફલ્સ દેશની મ્યાનમાર સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળી રહ્યું હતું જ્યારે હાલમાં દેશમાં સશસ્ત્ર વિદ્રોહ કે બળવાનો પ્રતિકાર કરવો તેમજ દેશની સરહદ ઉપર સુરક્ષા સંબંધિત ઓપરેશન કરવા.
નેશનલ સિક્યુરિટી ગાર્ડઝ-NSG
ઓપરેશન બ્લુ સ્ટાર અને પૂર્વ વડાપ્રધાનશ્રી ઈન્દીરા ગાંધીની હત્યા બાદ નેશનલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાં કરવામાં આવી. આ ફોર્સનું મુખ્ય કામ રાજ્યની અંદર ચાલતી આતંકી પ્રવૃત્તિને નાશ કરવાનું છે.

સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ-CISF
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સની સ્થાપના દેશના સરકારી એકમોને સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી વર્ષ – ૧૯૫૯માં કરવામાં આવી હતી. સ્થાપના સમયે આ અર્ધ સૈનિક દળનું કામ ONGC, Air INDIA, NTPC, BHEL, CIL, ISRO, BHABHA, સહીત દેશના એરપોર્ટ, દરિયાઈ બંદર, અણુમથકો, વીજળી ઉત્પાદન કેન્દ્રો અને અગત્યના સરકારી મકાનો વગેરેની સુરક્ષા વ્યવસ્થા સંભાળવાનું હતું પરંતુ ૨૦૦૯ નાં આતંકવાદી હુમલા બાદ સીઆઈએસએફને ખાનગી ઉદ્યોગોની સુરક્ષા પણ સોપવામાં આવી જેમાં હાલમાં ૮ જેટલા ખાનગી ઉદ્યોગોની સુરક્ષાની જવાબદારી CISF સંભાળે છે. આ આઠ ઉદ્યોગોમાં પતંજલિ, ટાટા, ઈન્ફોસિસ પુણે, સીજીપીએલ મુન્દ્રા, ઈન્ફોસિસ મૈસુર, ઈલેક્ટ્રોનિક સીટી બેંગ્લોર, ઈન્ફોસિસ બેંગ્લોર વગેરેની સુરક્ષા CISF સંભાળે છે.

મીલીટરી અને પેરામીલીટરી વચ્ચે તફાવત?
– મીલીટરીનાં પગાર, રજા, ભરતી, બઢતી તેમજ કામગીરીની બાબતો ભારત સરકારનું સંરક્ષણ મંત્રાલય નક્કી કરે છે જ્યારે પેરામીલીટરી માટે ગૃહ વિભાગ કાયદાઓ અને નિયમો બનાવે છે.
– મીલીટરી અને પેરામીલીટરીનાં મુખ્ય અધિકારી ખુદ સેનાનાં સૈનિક હોય છે મતલબ કે તેઓ એક ટ્રેનીંગ લીધેલ અધિકારી હોય છે જ્યારે CAPFs નાં મુખ્ય અધિકારી IPS અધિકારી હોય છે પોતે સૈનિક હોતા નથી.

શહીદનો દરજ્જો કોને મળે?
આપણે ત્યાં શહીદ નાં દરજ્જા બાબતે ઘણીવાર ચર્ચા ચાલતી હોય છે પણ આપણી તમામની જાણકારી સારું કે સરકારમાં શહીદ નો દરજ્જો આપવા બાબતે કોઈ જ કાયદાકીય જોગવાઈ નથી. લોકસભા સાંસદ દિલીપકુમાર ગાંધીનાં તા.૧૪/૦૩/૨૦૧૭ નાં રોજના પ્રશ્ન નં-૨૦૪૯ નાં જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી કિરણ રીજીજુ લોકસભામાં લેખિતમાં જણાવે છે કે, ”ડિફેન્સ ફોર્સિસનાં કોઈપણ દુખદ ઘટના ઉપર જવાનો માટે શહીદ શબ્દપ્રયોગ કરવામાં આવતો નથી, તેમજ કોઈ આતંકવાદી કાર્યવાહી કે અભિયાનમાં મરણ પામેલા કેન્દ્રીય પોલીસ ફોર્સનાં જવાનો કે પેરામીલીટરીનાં જવાનો માટે શહીદ શબ્દપ્રયોગ કરવામાં આવતો નથી. ટૂંકમાં કહીયે તો સરકારી નિયમો મુજબ કોઈને શહીદ કહેવામાં આવતા નથી માટે ફુલાવામાં માં શહીદ થયેલા સીઆરપીએફનાં જવાનોને શહીદનો દરજ્જો મળશે નહિ.
શહીદ પરિવારને શું લાભ આપવામાં આવે છે?
ભારત દેશનું વિદેશી આક્રમણો કે આંતરિક આક્રમણોથી રક્ષણ કરવાની જવાબદારી ઉઠાવતા દેશના વીર જવાનો કોઈપણ સંજોગોમાં કે ઘટનામાંઓમાં વીરગતિ પામે તેના પરિવારજનોને સહાય માટે લોકસભામાં તા.૧૮/૦૭/૨૦૧૮ નાં રોજ સાંસદ આર.ધ્રુવનારાયણનાં પ્રશ્ન નં-૧ નાં જવાબમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ જવાબ મુજબ સૈનિકની નૂકારીનો સમયગાળો, તેમજ ઘટનાના પ્રકાર આધારે વિવિધ સહાય રકમ આપે છે તે નીચે મુજબ છે.
આમ, આપણા દેશની મીલીટરી, પેરામીલીટરી તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસમાં ફરજ બજાવીને દેશની આંતરિક તેમજ બાહ્યસુરક્ષાનું કામ સંભાળતા વીર સૈનિકો ઉપર પ્રત્યેક ભારતવાસીને ગર્વ છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat