શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વખતો-વખત અને શિષ્યવૃત્તિ અને આર્થિક સહાયની અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. સરકારી યોજનાઓ લાભ ઉઠાવીને હજારો વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ કારકિર્દી બનાવી રહ્યા છે પરંતુ ઘણીવાર વિદ્યાર્થી અથવા વાલીને સરકારી યોજનાઓની પુરતી માહિતી ન હોવાના કારણે પોતાને મળતા લાભ મેળવવાનું ચુકી જાય છે.
હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને કયા – ક્યા પ્રકારની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તે અંગેની તમામ જાણકારી દર્શાવતું એક પોર્ટલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યુ છે જેમાં શ્રમિકો, ઓબીસી, એસસી, એસટી, જનરલ, આર્મી પરિવારના બાળકો, વિકલાંગ, મહિલાઓ વગેરેને અલગ અલગ શાળા, કોલેજ, સ્નાતક, અનુસ્નાતક કે અન્ય કોર્સમાં દરેક રાજ્યવાર અને કેન્દ્ર સરકાર દ્વારા ક્યા ક્યા પ્રકારની આર્થિક સહાય મળવાપાત્ર છે તેની તમામ માહિતી આ વેબસાઈટ ઉપર મળી શકશે.
શિષ્યવૃત્તિ મેળવવા માંગતા વિદ્યાર્થી/વાલીએ આ વેબસાઈટ ઉપર જઈ પોતે જે ધારાધોરણ લાગુ પડતા હોય તે શિષ્યવૃત્તિ અંગે તમામ જીણવટભરી માહિતી મેળવી શકશે અને ઓનલાઈન ફોર્મ પણ ભરી શકશે.. શિષ્યવૃત્તિ અંગે વધુ માહિતી માટે https://scholarships.gov.in વેબસાઈટ ખોલો અને જો આ માહિતિ ગમી હોય તો અન્ય મિત્રો સાથે શેર કરો – બીજાને મદદરૂપ થાઓ.
I Study In the 11th class in Gujarati medium. I study In Shantiniketan Education Campus, Kalol, Panchamahal,Gujarat. I Got to 95.43% in First exam.