સિમલા કરાર : ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ ના યુદ્ધ પછી થયેલ સિમલા સમજુતી કરાર વિશે જાણવા જેવી માહિતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા દિવસથી તણાવપૂર્ણ માહોલ છે જેમાં ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાને પકડી પાડેલ। ગઈકાલે વિંગ કમાન્ડરને છોડવાની સાથે કાલે જીનીવા સંધિ ચર્ચામાં આવી છે. આઝાદી પછી ભાગલામાં કાશ્મીર ભારતના ભાગમાં જ રહ્યુ એ વાત પાકિસ્તાનને કાયમ ખૂંચે છે અને આ વાતનો બદલો લેવા માટે પાકિસ્તાન હંમેશા આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે. આતંકવાદના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષથી સંઘર્ષ ચાલ્યો આવે છે ત્યારે પાકિસ્તાન સાથે વર્ષ – 1971માં થયેલ યુદ્ધ અને ત્યારબાદ પાકિસ્તાનની સાથે થયેલ કરાર વિશે જાણવું જરૂરી છે.

શું છે સિમલા કરાર?

વર્ષ – 2019માં સિમલા કરારને 47 વર્ષ પુરા થવા આવશે. પાકિસ્તાન દ્વારા વર્ષ – 1971 માં ભારત ઉપર જબરજસ્તીથી યુદ્ધ થોપવામાં આવ્યું પણ, આ યુદ્ધમાં પાકિસ્તાનનો ઘોર પરાજય થયેલ। હારેલા મોઢા સાથે પાકિસ્તાન તરફથી ભારત સાથે સંધિ કરવાનો પ્રસ્તાવ રજુ થતા તા.2/જુલાઈ/1972 ના રોજ યુદ્ધ પછી બંને દેશોના રાજદ્વારી સબંધો સુધારવા માટે હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેને ઇતિહાસમાં સિમલા કરાર કહેવામાં આવે છે.

 

શું હતું આ સિમલા સમજૂતીમાં?

ભારત તરફથી પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાન તરફથી વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો આ સમજૂતીમાં હતા.આ સમજૂતીમાં યુદ્ધમાંથી ઉદભવેલા મુદ્દાઓ ઉપર બંને દેશોના ઉચ્ચસ્તરીય અધિકારો અને પ્રમુખો વચ્ચે ગહન ચર્ચા થઈ તેમજ યુદ્ધકેદીઓની અદલા બદલી, પાકિસ્તાન દ્વારા બાંગ્લાદેશને આગ દેશની માન્યતા, ભારત પાકિસ્તાનના સબંધો સામાન્ય બને, વેપાર ફરીથી ચાલુ થાય અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા સ્થાપિત કરાવી વગેરે મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ.

શિમલા સમજૂતી કરારની મુખ્ય બાબતો

  • બંને દેશોએ મળીને નક્કી કર્યું કે બંને દેશ વચ્ચેની તમામ સમસ્યાઓનું શાંતિપૂર્વક સમાધાન માટે વાતચીત અને સંવાદ કરશે તેમજ ત્રીજા કોઈ દેશ કે વ્યક્તિને મધ્યસ્થી નહિ બનાવે.
  • બંને દેશો વચ્ચે વાહનવવ્યહારની સુવિધા ચાલુ કરવામાં આવશે જેથી બંને દેશોના લોકો સરળતાથી આવન-જાવન કરી શકે.
  • શક્ય હશે ત્યાં સુધીમાં બંને દેશો જલ્દીથી પોતાના વ્યાપારિક સબંધો અને આર્થિક સહયોગ પુનઃસ્થાપિત કરશે.
  • તા.17/સપ્ટેમ્બર/1971 ના રોજથી યુદ્ધવિરામ રેખાને ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા (થધણ) સ્વરૂપે બંને દેશોએ સ્વીકારી અને માન્યતા આપી અને સમજૂતી કરવામાં આવી કે વીસ દિવસમાં બંને દેશની સેનાઓ આ નિયંત્રણ રેખાથી પોતપોતાના દેશમાં પરત ફરશે અને ભવિષ્યમાં બંને દેશોના વડાપ્રધાન મળતા રહેશે અને વાતચીત દ્વારા બંને દેશોના સબંધ સુધારવા માટે અધિકારીઓ પણ સંવાદ કરતા રહેશે.
  • શક્ય હશે ત્યાં સુધીમાં બંને દેશો જલ્દીથી પોતાના વ્યાપારિક સબંધો અને આર્થિક સહયોગ પુનઃસ્થાપિત કરશે.
  • તા.17/સપ્ટેમ્બર/1971 ના રોજથી યુદ્ધવિરામ રેખાને ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા (LoC) સ્વરૂપે બંને દેશોએ સ્વીકારી અને માન્યતા આપી અને સમજૂતી કરવામાં આવી કે વીસ દિવસમાં બંને દેશની સેનાઓ આ નિયંત્રણ રેખાથી પોતપોતાના દેશમાં પરત ફરશે અને ભવિષ્યમાં બંને દેશોના વડાપ્રધાન મળતા રહેશે અને વાતચીત દ્વારા બંને દેશોના સબંધ સુધારવા માટે અધિકારીઓ પણ સંવાદ કરતા રહેશે.
  • પાકિસ્તાનના યુદ્ધકેદીઓ અને યુદ્ધ દરમ્યાન મેળવેલી જમીન પરત આપવાની સમજૂતી થયેલ જે મુજબ સૈનિકો અને સામાન્ય નાગરિકો સહીત 93,000 જેટલા યુદ્ધકેદીઓ અને જીતેલી જમીન ભારતે પાકીસ્તાનને પરત કરી હતી.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat