નવા દસ રૂપિયા સિક્કાને લઈને ખૂબ જ વિવાદ થઈ રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી દસ રૂપિયાના સિક્કા બાબતે બજારમાં અફવા ફેલાતા ઘણી જગ્યાઓ ઉપર લોકોએ દસનો સિક્કો સ્વીકારવાનું બંધ કર્યું છે જ્યારે ઘણી જગ્યાએ સિક્કા રાબેતા મુજબ ચાલુ જ છે.
શુ છે આખો વિવાદ?
સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની ડિઝાઈન વાળા અવનવા ફોટાઓ સાથે કેટલીય અફવાઓ ફેલાઈ છે. અફવા મુજબ જોઈએ તો લોકો એવું માને છે કે અમુક ચોક્કસ ડિઝાઈન ધરાવતા સિક્કા અસલી છે જ્યારે અમુક ડિઝાઈનના સિક્કાઓ નકલી છે. આવી ખોટી અફવા ફેલાઈ જતા લોકો દસના સિક્કાને નકલી માનીને સિક્કા નકારી રહ્યા છે ત્યારે દસના સિક્કાને લઈને રિઝર્વ બેંકે એક નોટિસ જાહેર કરી છે.
શુ છે રિઝર્વબેન્કની નોટિસમાં?
દસના સિક્કા બાબતની અફવા અંગે ખુલાસો કરતા રિઝર્વ બેન્કે નોટિસમાં જણાવ્યું છે કે,
- દસ રૂપિયા કોઈપણ સિક્કા નકલી નથી, તમામ સિક્કાઓ અસલી છે.
- રિઝર્વ બેન્કે અલગ અલગ કુલ – 14 પ્રકારની ડિઝાઈનમાં દસના સિક્કાઓ બહાર પાડ્યા છે.
- આ તમામ 14 પ્રકારની ડિઝાઈન ધરાવતા સિક્કાઓ કાયદેસર માન્ય ચલણી સિક્કા છે અને વ્યવહારમાં તેને સ્વીકારી શકાય છે.
- બેન્ક દ્વારા બહાર પાડવામાં આવેલા સિક્કાની અલગ અલગ 14 પ્રકારની ડિઝાઈનમાં દેશની આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઝાંખી ધરાવતી થીમ ઉપયોગમાં લેવામાં આવી છે.
- સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દરેક સિક્કા કાયદેસર અને અસલી છે. જો કોઈ વ્યક્તિ દસનો સિક્કો સ્વીકારવાની ના પાડે તો પોલીસ ફરિયાદ કરી શકાય છે.
- કાયદેસર સરકાર માન્ય દસનો ચલણી સિક્કો સ્વીકારવાની ના પાડનાર વ્યક્તિને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
દસના તમામ સિક્કાઓ માન્ય ચલણી સિક્કાઓ છે અને તેને નકારવુ એ ગુનો બને છે.
કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.