રાંધણગેસ એ ભારત અને વિશ્વના દેશોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો ગેસ છે. જો કે રાંધણગેસ રસોઈ બનાવવામાં ખુબ જ આસાની વધારે છે પણ સાથે સાથે તમારા ઘરમાં પડેલો જીવતો બોમ્બ પણ ગણી શકાય. ગેસના બાટલાની પણ એક અંતિમ વપરાશ તારીખ એટલે કે એક્સપાયર્ડ ડેટ આવે છે અને આવા અંતિમ તારિખ પછીના બાટલા વાપરવા અત્યંત હાનીકારક છે ત્યારે શું તમે જાણો છો કે કઈ રીતે આ એક્સપાયરી ડેટ જાણવી??
આ રહી ગેસના બાટલાની અંતિમ તારીખ જાણવાની રીત…
ગેસના બાટલાની ઉપરના ભાગે રહેલી ત્રણ ઉભી પટ્ટીમાંથી એક પટ્ટીનાં અંદરના ભાગે કોડવર્ડમાં અંતિમ તારીખ લખેલી હોય છે. આ એક્સપાયરી ડેટ અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D થી શરૂ થઈ ત્યારબાદ બે આંકડાની સંખ્યામાં હોય છે. ઉ.દા. D-06
અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D નો અર્થ નીચે મુજબ થાય છે
A – માર્ચ મહિનો (પ્રથમ ત્રિમાસિક)
B – જૂન મહિનો (દ્વિતીય ત્રિમાસિક)
C – સપ્ટેમ્બર મહિનો (તૃતીય ત્રિમાસિક)
D – ડીસેમ્બર મહિનો (ચતુર્થ ત્રિમાસિક)
તેમજ સંખ્યા (આંકડા) જે – તે વર્ષ દર્શાવે છે મતલબ કે D – 06 લખ્યું હોય તો વર્ષ 2006 નાં ડીસેમ્બર મહિનામાં ગેસના બાટલાની અંતિમ તારિખ (એક્સપાયરી ડેટ) છે એમ સમજવું.
તો હવે જ્યારે તમારા ઘરે ગેસના બાટલાની ડીલીવરી આવે ત્યારે તેની અંતિમ તારીખ (એક્સપાયરી ડેટ) ફરજીયાત જોવાનું ભૂલશો નહિ તેમજ જો બાટલો એક્સપાયરી ડેટ વાળો જણાય તો તુરંત પાછો આપી દેવો.