ભારતબંધ : શું છે આ ૧૩ પોઈન્ટ રોસ્ટર વિવાદ અને સરકારી નોકરીમાં અનામત વ્યવસ્થાની કાયદાકીય હકીકત..!

છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મિડીયામા તેમજ ટીવી-મિડીયાથી લઈને સંસદ સુધીમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર શબ્દ ચર્ચામાં આવ્યો છે. ૧૩ પોઈન્ટ રોસ્ટરને લઈને કેટલાય દિવસથી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે તેમજ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. આજે તા.૦૫/૦૩/૨૦૧૯ ના રોજ જ ૧૩ પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં દેશભરના વિવિધ SC/ST/OBC સંગઠનોએ ભારત બંધનું આયોજન કર્યુ હતુ. આ મુદ્દે હજારો લોકોના મનમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર વિશે કેટલાય સવાલો અને અસંખ્ય ગુંચવણો ઉભી થઈ છે ત્યારે આપણે આ લેખના માધ્યમથી સમગ્ર બાબતને સમજવાની કોશિષ કરીશું.

રોસ્ટર પદ્ધતિ શું છે?

રોસ્ટર એટલે ગુજરાતીમાં ક્રમ અથવા ક્રમાંક અથવા વારો. ઉદાહરણ તરીકે સમજીયે તો લોકો કોઈ લાઈનમાં ઉભા હોય ત્યારે તેનો કેટલામો ક્રમ અથવા વારો છે તે સંખ્યા એટલે રોસ્ટર. આવી જ રીતે દરેક સરકારી નોકરીમાં ખાલ્લી જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે ત્યારે એક ચોક્કસ કાયદાકીય પ્રક્રિયા દ્વારા SC/ST/OBC/EWS/GEN વગેરે દરેક કેટેગરીની જગ્યાઓ માટે એક ક્રમ નક્કી કરવામાં આવે છે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ રહેશે. ધારો કે કોઈ સરકારી કચેરીમાં એક જગ્યા ઉપર ભરતી કરવાની છે તો તે બિન-અનામત રહેશે? કે ઓબીસી અનામત રહેશે? કે એસસી/એસટી અનામત રહેશે તે રોસ્ટર પદ્ધતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. ટુંકમા કોઈપણ સરકારી ભરતીમાં કુલ ખાલી જગ્યાઓમાં દરેક ક્રમ ઉપરની જગ્યા કઈ કેટેગરી માટે અનામત રહેશે તે નક્કી કરવાની કાયદેસરની પ્રક્રિયા એટલે રોસ્ટર ક્રમાંક.

૨૦૦ પોઈન્ટ રોસ્ટર શું છે? (યુનિવર્સિટીવાર ક્રમાંક)

દેશની કેન્દ્રિય યુનિવર્સિટીઓ જેવી કે, જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી, દિલ્લી વિશ્વવિદ્યાલય, બનારસ હિંદુ યુનિવર્સિટી, હૈદરાબાદ કેંદ્રિય વિશ્વવિદ્યાલય જેવી અનેક કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા અમલમાં હતી. ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા મુજબ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયને જ અનામત નક્કી કરવાનું એકમ માનવામાં આવતુ જે મુજબ ૪૯.૫% અનામત અને ૫૦.૫% બિન-અનામત જગ્યાઓ ભરવામાં આવતી હતી. યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં કામ કરતા આસિસ્ટન્ટ પ્રોફેસર, અસોસિયેટ પ્રોફેસર અને પ્રોફેસરની યુનિવર્સિટીમાં કુલ જગ્યાઓ ઉપર અનામતની કેટેગરીની ગણતરી કરવામાં આવતી હતી. દરેક ભરતીમાં ઓબીસી માટે ૨૭%, એસસી માટે ૧૫% અને એસટી માટે ૭..૫% અનામતની વ્યવસ્થા છે મતલબ કે ૧૦૦ જગ્યાઓ ઉપર ભરતી હોય તો એસટી માટે ૭.૫ જગ્યાઓ અનામત રાખવી પડે. પરંતુ ૦.૫ નામની કોઈ જગ્યા હોતી નથી એટલે જો ૮ કરવામાં આવે તો બંધારણની ૫૦% અનામતની વ્યવસ્થાનો ભંગ થાય અને જો ૭ કરવમાં આવે તો એસટી કેટેગરીને અન્યાય થાય માટે એસટી અનામતમાં ૦.૫% નુ નિરાકરણ લાવવા માટે ૨૦૦ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી જ્યા ૨૦૦ X 7.5 કરવાથી ૨૦૦ જગ્યામાંથી એસ.ટી માટે ૧૫ જગ્યાઓ અનામત રહી શકે.

૨૦૦ પોઈન્ટ રોસ્ટર કઈ રીતે લાગું થાય?

આ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર વ્યવસ્થા મુજબ કુલ જગ્યાઓની દરેક ૧-૨-૩ જનરલ, ૪ -ઓબીસી, ૫-૬ જનરલ, ૭-એસ.સી, ૮- ઓબીસી, ૯-૧૦-૧૧- ૧૨-ઓબીસી, ૧૩ જનરલ, ૧૪-એસ.ટી, ૧૫-એસ.સી, ૧૬-ઓબીસી માટે એવી રીતે ૨૦૦ સુધી અનામતની વ્યવસ્થા કરવામાં આવે અને ૨૦૦ જગ્યાઓ પુરી થાય એટલે ફરીથી એકથી ચાલુ કરવામાં આવે. ધારો કે ત્રણ જગ્યાઓ છે તો ત્રણેય બિન-અનામત, ચાર જગ્યા છે તો ત્રણ બિન-અનામત અને ચોથી ઓબીસી અનામત, પાંચ જગ્યા છે તો એક જગ્યા ઓબીસી અને ચાર અનામત, છ જગ્યા હોય તો પાંચ બિન –અનામત અને એક ઓબીસી, સાત જગ્યા હોય તો પાંચ બિન-અનામત એક ઓબીસી અને એક એસ.ટી અનામત લાગું પડે આવી રીતે જેટલી જગ્યાઓ હોય ત્યાં સુધી ગણતરી કરવામાં આવે અને ૨૦૦ કરતા વધુ જગ્યા હોય ત્યાં ૨૦૦ પુરા થયા બાદ ફરીથી ગણતરી કરવામાં આવે.

૧૩ પોઈન્ટ રોસ્ટર શું છે? (વિભાગવાર/વિષયવાર ક્રમાંક)

૧૩ પોઈન્ટ રોસ્ટરમાં કુલ જગ્યાઓનું એકમ વિભાગ અથવા વિષય માનવામાં આવે છે. ૧૩ પોઈન્ટ મુજબ ખાલી જગ્યાઓના દરેક ક્રમાંકમાં ૧-૨-૩ જનરલ માટે, ૪-ઓબીસી માટે, ૫-૬ જનરલ, ૭-એસસી, ૮-ઓબીસી, ૯-૧૦-૧૧-૧૨-૧૩ જનરલ કેટેગરી માટે આવી રીતે અનામત નક્કી કરવામા આવશે. ૧૩નું એક ચક્કર પુરુ થાય એટલે ફરીથી એકથી ચાલુ કરીને અનામત અને જનરલ જગ્યાઓ નક્કી કરવામાં આવે છે. ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં ૧૩ જગ્યાઓ હોય ત્યાં સુધી એસ.ટી કેટેગરી માટે કોઈ જગ્યા અનામત આવતી નથી.

શું છે સમગ્ર વિવાદ?

વર્ષ – ૨૦૧૭માં અલ્હાબાદ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો કે યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી યુનિવર્સિટીને એકમ માનવાના બદલે વિભાગ અથવા વિષયને એકમ માનીને કરવામાં આવે. આ બાબતને ઉદાહરણ દ્વારા સમજવી હોય તો ધારો કે એક યુનિવર્સિટીમાં હિંદી વિભાગમાં – ૫, અંગ્રેજી વિભાગમાં – ૩, રાજ્યશાસ્ત્ર વિભાગમાં – ૨, મનોવિજ્ઞાન વિભાગ – ૪, સંસ્કૃત વિભાગમાં – ૩ જગ્યાઓ ખાલી હોય તો ભરતી કરવા માટે કુલ જગ્યાઓ – ૧૭ જગ્યાઓ ઉપર ૫૦% અનામતની ગણતરી કરવના બદલે અલગ અલગ વિભાગવાર જગ્યાઓ ઉપર અનામતની ગણતરી કરવામાં આવે આ પદ્ધતિને ૧૩ પોઈન્ટ રોસ્ટર કહેવામાં આવે છે. ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં પ્રથમ ૩ જગ્યાઓ જનરલ હોય છે અને પ્રત્યેક ચોથી જગ્યા ઓબીસી હોય છે.

હવે જો ૧૩ પોઈન્ટ રોસ્ટરમાં વિષયવાર અનામતની ગણતરી કરવામાં આવે તો હિંદી વિભાગમાં એક ઓબીસી, અંગ્રેજીમાં તમામ જનરલ, રાજ્યશાસ્ત્રમાં તમામ જનરલ, મનોવિજ્ઞાનમાં તમામ જનરલ, સંસ્કૃતમાં તમામ જનરલ. આમ ૧૩ પોઈન્ટ રોસ્ટર મુજબ કુલ – ૧૭ જગ્યાઓમાં ૧૫ જનરલ અને ફક્ત ૨ ઓબીસી તેમજ એસ.સી/એસ.ટી માટે કોઈ જગ્યા વધે નહી. માટે બંધારણની ૫૦% જોગવાઈ મુજબ ૧૭ £ ૨ =૭.૫ જગ્યાઓ અનામત રહેવી જોઇયે એના બદલે ફક્ત ૨ ઓબીસી અનામત થાય.

હવે જો ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ જોઈયે તો જગ્યાઓને વિષયવાર ગણવાને બદલે એક યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગની કુલ – ૧૭ જગ્યાઓ ખાલી ગણાવમાં આવે અને ૧૭ જગ્યાઓ ઉપર ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ૧-૨-૩ જનરલ, ૪ -ઓબીસી, ૫-૬ જનરલ, ૭-એસ.સી, ૮- ઓબીસી, ૯-૧૦-૧૧-જનરલ, ૧૨-ઓબીસી, ૧૩ જનરલ, ૧૪-એસ.ટી, ૧૫-એસ.સી, ૧૬-ઓબીસી, ૧૭-જનરલ ગણાય. આમ ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ૧૭ માંથી ૪-ઓબીસી, ૨-એસસી, ૧-એસટી, ૧૦-જનરલ આવી રીતે અનામત ફાળવણી થાય.

SC/ST/OBC ને કઈ રીતે થાય અન્યાય?

મોટા ભાગે યુનિવર્સિટી કક્ષાએ મોટી ભરતીઓ આવતી નથી અને પ્રોફેસર કક્ષાએ તો માંડ બે – પાંચ સાત જગ્યાઓ ઉપર ભરતી આવતી હોય છે માટે ધારો કે કોઈ યુનિવર્સિટીમાં અલગ અલગ વિષયમાં પ્રોફેસરની ૧૫ જગ્યા ખાલી હોય તો ૧૩ પોઈન્ટ રોસ્ટર મુજબ તમામ જગ્યાઓ જનરલ કેટેગરી થઈ જાય અને જો ૨૦૦ પોઈન્ટ રોસ્ટર મુજબ ગણવામાં આવે તો ૧૫માંથી ૯-જનરલ, ૨-એસસી, ૧-એસટી, ૩-ઓબીસી મુજબ લાભ મળી શકે.
ટુંકમાં ૧૩ પોઈન્ટ રોસ્ટર સિસ્ટમના કારણે યુનિવર્સિટી લેવલ પર એસ.સી/ એસટી/ ઓબીસી અને આર્થિક અનામત તેમજ વિકલાંગો માટેની અનામત બિલકુલ નહિવત થઈ જાય, લગભગ જગ્યાઓ જનરલ કેટેગરીની બની જાય. વધુમાં ૧૩ પોઈન્ટ રોસ્ટરના કારણે વિકલાંગોને નોકરી મળવાની સંભાવના શુન્ય થઈ જાય છે તેમજ એસટી કેટેગરીની જગ્યાઓ બિલકુલ ઘટી જાય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

  1. આરક્ષણ હોવુ જ ન જોયે આરક્ષણથી દેશની ગાંડ મરાય છે. આ નિયમ હલકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat