ચુંટણીમાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થવી એટલે શુ? જાણો ચુંટણી અંગેના કાયદાની રસપ્રદ માહિતી.

આપણે અવારનવાર છાપાઓ અને ટીવી દ્વારા જાણવામાં આવ્યુ છે કે ડિપોઝિટ જપ્ત થઈ અથવા ડિપોઝિટ ગઈ. ચુંટણીના પરિણામો આવે પછી આપણે સમાન્ય સમજણ પ્રમાણે આપણે એટલુ જ સમજીયે છીયે કે જે ઉમેદવારને ઓછા મત મળે તેની ડિપોઝિટ ગઈ એમ ગણાય. બોલે ગુજરાત લોકોને કાયદાકીય જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહ્યુ છે ત્યારે આજના લેખમાં આપણે ડિપોઝિટ અને ચુંટણી અંગેની જાણકારી મેળવીશુ.

ડિપોઝિટ એટલે શુ?

ભારતમાં દર પાંચ વર્ષે ચુંટણી આવે છે અને ચુંટણીમાં દેશના દરેક નાગરિક ઉમેદવારે કરી શકે છે. ચુંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક વ્યક્તિએ પોતાની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, આવક, વૈવાહિક સ્થિતિ, વગેરે જેવી ઘણી માહિતી ચુંટણીપંચને આપવાની હોય છે આ સાથે ઉમેદવારીપત્ર ભરતી વખતે ડિપોઝિટ પેટે રૂપિયા પણ જમા કરાવવાના હોય છે. ચુંટણીમાં ડિપોઝિટ જમા કરાવવા અંગેની જોગવાઈ ચુંટણીના કાયદા “લોકપ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧”માં કરવામાં આવી છે જે અનુસાર

  1. કલમ – ૩૪(૧)(એ) ની જોગવાઈ મુજબ “સંસદીય મતક્ષેત્ર”ની ચુંટણીમાં ઉમેદવારી કરવા માટે ૨૫,૦૦૦ ની સિક્યુરિટી રકમ તેમજ “વિધાનસભા મતક્ષેત્ર”ની ચુંટણી માટે ૧૦,૦૦૦ની રકમ ડિપોઝિટ પેટે આપવી પડે છે.
  2. કલમ – ૩૪(૧)(એ) ની જોગવાઈ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ઉમેદવારો માટે સંસદ તેમજ વિધાનસભા બંને ચુંટણીમાં ફક્ત અડધી રકમ જ ડિપોઝિટ પેટે ભરવી પડે છે. ટુંકમાં ચુંટણી પંચ પાસે જેટલી રકમ જમા કરાવવામાં આવે તેને જ ડિપોઝિટ કહેવામાં આવે છે.

ડિપોઝિટ જપ્ત થવી એટલે શુ?

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ – ૧૯૫૧ ની કલમ – ૧૫૮માં ઉમેદવારો દ્વારા જમા કરાવવામાં આવેલી ડિપોઝિટ પાછી આપવા અંગેની જોગવાઈ છે તેમા જણાવ્યા મુજબ કોઈપણ મતક્ષેત્રમાં નોંધાયેલ કુલ મતદાનના છ્ઠ્ઠા ભાગના એટલે કે ૧/૬ ભાગના મત કરતા વધુ મત ઉમેદવારોએ મેળવવા જોઈયે. જો ઉમેદવારને છ્ઠ્ઠા ભાગના મત મળે નહી તો તેના દ્વારા ૧૦,૦૦૦ કે ૨૫,૦૦૦ જે ડિપોઝિટ જમા કરાવવામાં આવી હોય તે  ડિપોઝિટ જમા થઈ ગઈ કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ વિધાનસભા મતવિસ્તારમાં કુલ – એક લાખ મત નોંધાયા હોય તો દરેક ઉમેદવારે ઓછામાં ઓછા ૧૬,૬૬૬ કરતા વધુ મત મેળવવા જરૂરી છે. જો કોઈ ઉમેદવાર ૧૬,૬૬૬ મત મેળવે છે તો પણ તેની ડિપોઝિટ જપ્ત થાય.

ડિપોઝિટ પાછી ક્યારે મળે?

  • ઉમેદવાર પોતાનુ ફોર્મ પાછુ ખેંચે અથવા ચુંટણી પંચ દ્વારા ફોર્મ રદ્દ કરવામાં આવે ત્યારે
  • મતદાન શરૂ થાય એ પહેલા કોઈ ઉમેદવારનુ મૃત્યુ થાય તો તેની ડિપોઝિટ પાછી મળે
  • જે ઉમેદવાર ચુંટણી જીતી જાય તેની ડિપોઝિટ પાછી મળે
  • ઉમેદવાર ચુંટણીમાં જીતે નહી પરંતુ કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત કરતા વધુ મેળવે તો
  • જો કોઈ ઉમેદવાર કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત મેળવી શકતો નથી પણ ચુંટણી જીતી જાય તો તેની ડિપોઝિટ પાછી મળે.

ચુંટણી પંચ દ્વારા ડિપોઝિટની રકમ એટલા માટે લેવામાં આવે છે કે ફક્ત સિરિયસ વ્યક્તિઓ જ ચુંટણીમાં ફોર્મ ભરે પરંતુ એની અસરકારતા દેખાઈ આવતી નથી. ચુંટણીમાં બિનજરૂરી વધારે પડતા ફોર્મ ભરાય અને આખી ચુંટણી પ્રક્રિયામાં કામનો ભાર ન વધે એવા ઈરાદાથી ડિપોઝિટ લેવામાં આવે છે. ઘણીવાર ચુંટણીમાં ફોર્મ ભરીને પછી પાછળથી ઉમેદવાર કોઈ અન્ય ઉમેદવારને ટેકો જાહેર કરી દે છે આમ બિન જરૂરી ફોર્મ ભરીને ચુંટણી પંચનો ટાઈમ ન બગડે માટે ડિપોઝિટની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ ડિપોઝિટની રકમ સાવ ઓછી હોવાના કારણે ધાર્યુ પરિણામ મળતુ હોય એવુ જણાઈ આવતુ નથી.

જો તમને આ લેખ ગમ્યો હોય તો બોલે ગુજરાત લાઈક કરો અને ફેસબુક પર આ લેખ શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

  1. આ એક ખૂબજ સરસ કામ છે સામાન્ય માણસ માટે ખેબજ સહાયક છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat