છેલ્લા થોડાક સમયથી નવો મોટર વાહન અધિનિયમ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કેન્દ્ર સરકારે નવા દંડ સાથેનો નવો અધિનિયમ સમગ્ર દેશમા લાગુ કર્યો છે. આ અધિનિયમ લાગુ થતા જ તેની ઉંચા દંડની જોગવાઈને લઈને હેલમેટ અને પી.યુ.સી ના કારણે લોકોમા આક્રોષ અને જોવા મળી રહ્યો છે. પી.યુ.સી સેન્ટર બહાર લોકોની લાંબી લાંબી લાઈનો વચ્ચે ક્યાંક ક્યાંક BS-4 અને BS-6 ની ચર્ચાઓ પણ થઈ રહી છે ત્યારે આજે જાણીયે તેના વિશે.
શું છે BS માર્ક?
BS નુ પુરુ નામ BSES “ભારત સ્ટેજ એમિસન સ્ટાન્ડર્ડઝ” છે જેને ટુંકમા BS કહેવાય છે. ટુ-વ્હિલ અને ફોર વ્હિલ વાહનોમાંથી કેટલુ વાયુ પ્રદુષણ ફેલાય છે અને કેટલા કાર્બનનુ ઉત્સર્ઝન થાય છે તે માટેનો એક સરકારી માપદંડ છે. ભારતમા સૌ પ્રથમ વર્ષ – ૨૦૦૦ ની સાલમાં BS માપદંડ લાગુ કરવામા આવ્યો હતો. ટુંકમા BS માપદંડ્થી જાણવા મળે કે તમારૂ વાહન કેટલુ પ્રદુષણ કરે છે. આ BS ની સાથે જે આંકડો હોય તેના ઉપરથી પ્રદુષણની માત્રા જાણવા મળે છે જેમાં આંકડો જેટલો મોટો એટલુ પ્રદુષણ ઓછુ… જેમ કે BS3, BS4, BS5, BS6 વગેરે
ભારતમા BS એન્જિનનો ઈતિહાસ
ભારતમાં સૌપ્રથમવાર વર્ષ – ૨૦૧૦માં BS-3 માપદંડ લાગુ કરવામા આવ્યો હતો તેમજ વર્ષ – ૨૦૧૬ માં દેશના અમુક જ શહેરોમા BS-4 નો માપદંડ લાગુ કરવામા આવ્યો હતો. વર્ષ – ૨૦૧૭ મા સમગ્ર દેશમા BS-4 માપદંડ લાગુ કરવામા આવ્યો હતો અને તબક્કવાર રીતે BS-5 લાગુ કરવાનો હતો પરંતુ સુપ્રિમ કોર્ટમા પ્રદુષણ અંગે જાહેર હિતની અરજી થતા સુપ્રિમ કોર્ટે ૧-એપ્રિલ-૨૦૨૦ સુધીમા સમગ્ર દેશમા BS-6 લાગુ કરવાનો ઓર્ડર કર્યો છે. આમ હવે BS-4 પછી સીધા જ BS-6 વાહનોનુ ઉત્પાદન કરવામા આવશે.
BS-4 અને BS-6 વચ્ચે શુ ફર્ક હોય?
કોઈપણ વાહનમાંથી નાઈટ્રોઝન ઓક્સાઈડ, હાઈડ્રોકાર્બન, મોનોક્સાઈડ, પર્ટિક્યુલેટ મેટર વગેરે જેવા ઝેરી વાયુઓનુ ઉત્સર્ઝન થાય છે. BS-4 પ્રકારના ડિઝલ વાહનમા દર એક કીલોમીટરે 0.30-0.60 ગ્રામ સુધી હાઈડ્રોકાર્બન અને મોનોક્સાઈડ નિકળે છે જ્યારે BS-6 વાહનમાં ૦.૧૭-૦.૨૧ ગ્રામ સુધીનો ઘટાડો થાય છે. આ સિવાય BS-4 પ્રકારના ડિઝલ વાહનમા દર એક કીલોમીટરે 0.૨૫-0.૩૯ ગ્રામ સુધી નાઈટ્રોઝન ઓક્સાઈડ નિકળે છે જ્યારે BS-6 વાહનમાં ૦.૦૮-૦.૧૨ ગ્રામ સુધીનો ઘટાડો થાય છે. આમ BS-6 સૌથી ઓછુ પ્રદુષણ કરે છે.
પી.યુ.સીનો નિયમ શુ છે?
કેન્દ્રિય મોટર વાહન અધિનિયમ – ૧૯૮૮ ની કલમ ૧૯૦(૨) મુજબ દરેક પ્રકારના વાહનોની આર.ટી.ઓ નોંધણીના એક વર્ષ પછીથી પી.યુ.સી કઢાવવુ ફરજીયાત છે. તેમજ દર છ મહિને પીયુસી રીન્યુ કરાવવુ પણ જરૂરી છે. વિશેષ ધ્યાનમા લેવાની બાબત એવી છે કે તમારૂ વાહન BS-4 માપદંડ ધરાવતુ હોય તો પણ તમારે પી.યુ.સી કઢાવવુ જરૂરી છે.
જો આ માહિતી ગમી હોય અને અવનવી કાયદાકીય જાણકારી મેળવવા માંગતા હોય તો લાઈક કરો Bole Gujarat અમારૂ ફેસબુક પેજ.
Very nice information sir thanks
Thank you