સંસદમાં વિપક્ષની અને વિપક્ષના નેતાની શુ ભુમિકા હોય? જાણો વિપક્ષ અંગે અગત્યની જાણકારી

બહુમતિના અભાવે કોઈ પક્ષ જ્યારે સરકાર બનાવવા માટે લાયકાત ધરાવતો નથી ત્યારે તેની જવાબદારી પુરી થતી નથી પણ શાસકના દરેક પગલા ઉપર પ્રજા વતી બાજનજર રાખવાની નવી જવાબદારી ચાલુ થાય છે. સરકારને સંસદમા સવાલો પુછવા તેમજ સરકારના લોકવિરોધી નિર્ણયો લેતા અટકાવે છે. ભારતીય સંસદ ભારતના લોકોનુ પ્રતિનિધિત્વ કરે છે ત્યારે સંસદમા વિરોધ પક્ષનુ મહત્વ ખુબ જ વધી જાય છે.

સંસદીય પ્રકારની સરકારમા વિપક્ષ પાર્લામેન્ટમા કેવી રીતે વર્તે છે તેના ઉપર જ તેની કામગીરીનો અંદાજ લગાવી શકાય. આ સિવાય શાસક પક્ષને પ્રજા પ્રત્યે જવાબદાર બનાવવો એ વિપક્ષની ખુબ જ અગત્યની ભુમિકા હોય છે. આ સિવાય ઘણી એવી જવાબદારી છે જે વિપક્ષોએ પુરી કરવાની હોય છે. જેમા ફક્ત શાસક પાર્ટીની ટિકા કે વિરોધ કરવાના બદલે તેની સરકારની કામગિરીની તપાસ પણ કરતા રહેવુ જોઇયે. જ્યાં સરકારની કામગીરીથી દેશની વ્યવસ્થા ઉપર ખરાબ અસર પડે તેમ હોય ત્યા વિરોધ પણ કરવો જોઇયે.

‌- સંસદીય સમિતિમા વિરોધ પક્ષની ભુમિકા

ભારતીય સંસદની કાર્યવાહીને સુચારૂ રીતે ચલાવવા માટે તેમજ સંસદની કાર્યવાહીને મદદરૂપ થવા માટે સંસદમા અનેક પ્રકારની સ્થાયી અને અસ્થાયી સમિતિની રચના કરવામા આવે છે. સંસદની સૌથી અગત્યની સ્થાયી સંસદીય સમિતિ “જાહેર હિસાબ સમિતિ”ના ચેરમેન વિરોધ પક્ષના નેતા હોય છે. જાહેર હિસાબ સમિતિ સરકારના તમામ આર્થિક આવક-જાવકની તપાસ કરતી, તેના ઉપર નજર રાખતી સમતિ છે, આમ ચેરમેન તરીકે વિરોધ પક્ષાના નેતા હોવાના કારણે વિપક્ષની જવાબદારી વધી જાય છે.

અલગ અલગ વિભાગ અને મંત્રાલયની મળીને સંસદમા હાલમા ૨૪ સ્થાયી સમિતિ અસ્તિત્વમાં છે. જેમા નાણા સમિતિ, વિદેશી સબંધ સમિતિ, ગ્રુહ વિભાગ સમિતિ જેવી અતિ મહત્વની સમિતિઓ પણ હોય છે જેના વડા વિપક્ષી નેતા હોય છે. સંસદીય સમિતિ નવા ખરડાઓ, સરકારી વિભાગો અને યોજનાલક્ષી ખર્ચાઓ વગેરે ઉપર નજર રાખે છે અને સંસદના દરેક સભ્યએ સમિતિની ભલામણનુ પાલન કરવુ ફરજીયાત છે.

વિરોધ પક્ષના નેતાની ભુમિકા

ભારતની સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા હોય છે. બીજા ક્રમે સૌથી વધુ સંખ્યાબળ ધરાવતી પાર્ટીમાંથી વિરોધ પક્ષના નેતા પસંદ કરવામાં આવે છે. વિરોધ પક્ષના નેતાને અમુક વિશેષાધિકારો મળે છે જેમા ભારતીય સંસદભવનમા તેમને અલગ ચેમ્બર તેમજ સ્ટાફ મળે છે. વિપક્ષી નેતાએ સરકારની નિતિઓનો અભ્યાસ કરીને તેની ટીકા કરવાની હોય છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat