આધાર કાર્ડ : સરકારે બનાવ્યો નવો કાયદો, કાર્ડનો દુરઉપયોગ કરવા ઉપર એક કરોડનો દંડ થશે.

ગઈ તા.૨૬/સપ્ટેમ્બર/૨૦૧૮ ના રોજ સુપ્રિમ કોર્ટની ચાર જજની બનેલી બંધારણીય બેચ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમા ૪:૧ ની બહુમતિથી આધાર કાર્ડને બંધારણીય માન્યતા આપવામાં આવી હતી પરંતુ એ સાથે જ થોડાક જરૂરી દિશા-નિર્દેશન અને પ્રતિબંધ પણ મુકવામાં આવ્યા હતા. સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ કરીને બેંકમા ખાતુ ખોલાવવા તેમજ સીમકાર્ડ લેવામાં આધાર કાર્ડ ફરજીયાત નથી એવો હુકમ કર્યો હતો. સુપ્રિમ કોર્ટના આદેશની અસર રદ્દ કરવા માટે સરકાર દ્વારા લોકસભમાં “આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) અધિનિયમ – ૨૦૧૮” નામનુ એક બીલ લાવવામાં આવ્યુ હતુ જે ૪/જાન્યુઆરી/૨૦૧૯ ના રોજ લોકસભામા બહુમતિથી પાસ કરવામાં આવ્યુ હતુ પરંતુ રાજ્યસભાનુ સત્ર પુર્ણ થઈ જતા આ બીલ પસાર કરી શકાયુ ન હતુ.

શું છે આ આધાર સુધારા બીલ-૨૦૧૮?

આધાર સુધારા બિલ -૨૦૧૮ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશની અસરને રદ્દ કરવા માટે “આધાર કાયદો – ૨૦૧૬” તેમજ “મની લોન્ડરીંગ અટકાયત અધિનિયમ – ૨૦૦૫” અને ઈન્ડીયન ટેલેગ્રાફ એક્ટ – ૧૮૮૫”માં જરૂરી સુધારા વધારા કરવામાં આવ્યા છે. નવા સુધારા સાથેના બિલને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માન્યતા આપવામાં આવી છે.

શુ જોગવાઈ છે આ નવા આધાર બીલમાં?

  • ઓફલાઈન વેરિફિકેશન : આ કાયદાથી વ્યક્તિની ઓળખ પુરવાર કરવા માટે ફક્ત આધાર કાર્ડ નંબર જ જરૂરી છે. ઓનલાઈન વેરિફિકેશન કરવા માટે કોઈ ઈલેક્ટ્રિક ચેકિંગ કે બાયોમેટ્રિકની જરૂર રહેશે નહી.
  • વર્ચુઅલ આઈડી : આધારકાર્ડ હવે વ્યક્તિની ડિજીટલ ઓળખ તરીકે પણ માન્ય રહેશે જેમા વ્યક્તિ પોતાનું આધાર કાર્ડ કે નંબર આપ્યા વગર જ પોતાની ઓળખ આપી શકશે.
  • હાઈકોર્ટના જજની સત્તા : આધાર કાર્ડના કાયદાની કલમ ૩૩(૧) મુજબ કોઈપણ જિલ્લા ન્યાયાધીશ કોઈ વ્યક્તિની આધાર કાર્ડની વિગતો જાહેર કરવાનો હુકમ કરવાની સત્તા ધરાવતા હતા જે બદલીને હવે ફક્ત હાઈકોર્ટના ન્યાયધીશ કરવામાં આવ્યુ છે.
  • આ સાથે જે વ્યક્તિની આધાર કાર્ડની વિગતો જાહેર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોય તેને કોર્ટ દ્વારા સાંભળવાની તક આપવાની જોગવાઈ પણ દાખલ કરવામાં આવી છે.
  • આધારકાર્ડ વેફિફિકેશન ફેઈલ જાય તો સુવિધા આપવાની ના પાડી શકાય નહી : વ્રુદ્ધાવસ્થાના કારણે, બિમાર હોવાના કારણે, કે કોઈ ટેકનિકલ કારણૉસર જો આધાર કાર્ડ ફિંગરપ્રિંટ વેફિફિકેશન ન થાય તો વ્યક્તિને મળવાપાત્ર સેવા/સુવિધા કે સબસિડી આપવાની ના પાડી શકાય નહી.
  • પેનલ્ટી : આધાર કાર્ડના કાયદામાં જણાવ્યા સિવાય કોઈ વ્યક્તિ આધારકાર્ડની માહિતિ મેળવે, તેનો ઉપયોગ કરે કે જાહેર કરે તેને એક કરોડ રૂપિયા સુધીનો દંડ કરવાની જોગવાઈ આ નવા કાયદામાં છે.
  • કોઈપણ વ્યક્તિના આધાર કાર્ડનો દુરઉપયોગ થયેલો જણાય તો વ્યક્તિ સીધા જ કોર્ટમાં ફરીયાદ કરી શકે છે.

ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર વિશે શું જોગવાઈ છે?

નવા કાયદામાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ – ૧૮૫૫ માં સંશોધન કરીને નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે જે મુજબ મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડનું જોડાણ કરવુ ફરજીયાત નથી પરંતુ વ્યક્તિ ઈચ્છે તો પોતાનું આધાર કાર્ડ આપી શકે છે તેમજ ટેલિકોમ કંપનીઓ આધાર કાર્ડનો ઉપયોગ કરવા માટે ઓથોરાઈઝડ કરવામાં આવેલ છે.

બેન્ક એકાઉન્ટ વિશે શુ જોગવાઈ છે?

મની લોન્ડરીંગ એક્ટની જોગવાઈઓમાં સુધારો કરીને એવી જોગવાઈ કરવામાં આવી છે કે આધારને બેંક એકાઉંટ સાથે જોડવુ ફરજીયાત નથી પણ જો વ્યક્તિ ઈચ્છે તો સ્વેચ્છીક રીતે આધાર કાર્ડનું જોડાણ કરાવી શકે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat