મહિલાઓ માટે વિશેષ કાયદો: લગન પછી નહિ આપવી પડે પરીક્ષા મહારાષ્ટ્ર સરકાર લાવી રહી છે આ કાયદો

Source : Google

વિજ્ઞાન અને ટેક્નોલોજીની એકવીસમી સદીમાં પણ મહિલાઓ સાથે કેટલી ક્રૂરતા સાથે વર્તવામાં આવે છે તે મહારાષ્ટ્રની આ પરંપરા ઉપરથી સમજી શકાય છે. મહિલાઓનું ગૌરવ અને ગરિમા હણાય એવી એક પરંપરા ઉપર મહારાષ્ટ્ર સરકાર કાયદાનો કોરડો વીંઝવા જઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી રણજિત પાટીલે જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં જલ્દીથી એક નવો કાયદો બનાવવામાં આવશે જેમાં મહિલાની કૌમાર્યતા પરીક્ષણ (વર્જિનિટી ટેસ્ટ) ઉપર પ્રતિબંધ મુકવામાં આવશે અને આવા ટેસ્ટને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે મહારાષ્ટ્રમાં “કંજરભાટ” સમુદાય તેમજ અન્ય સમુદાયમાં ચાલી આવતી સામાજિક પરંપરા મુજબ નવી પરણીને આવેલી સ્ત્રીએ પોતે વર્જિન છે (લગન પહેલા સેક્સ માણેલ નથી)એવું સાબિત કરવા માટે સમુદાયના પારંપરિક પરીક્ષણ (ટેસ્ટ) આપવા પડતા હતા. આ અંગે મહારાષ્ટ્ર સરકારને વિવિધ સામાજિક સંગઠન તેમજ સમુદાયના શિક્ષિત યુવાનો દ્વારા અવારનવાર સરકારને રજુઆત કરવામાં આવતી હતી.

માન.મંત્રીશ્રીએ કરેલ જાહેરાત મુજબ રાજ્ય સરકાર જ્યૂડીશિયલ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કર્યા બાદ વર્જિનિટી ટેસ્ટને મહિલાઓ ઉપર શારીરિક હુમલો કરવાનો ગુનો ગણવાનો, તેમજ સજા કરવાનો કાયદો બનાવવાની દિશામાં આગળ વધશે.

આ કાયદા અંગે દર બે મહિને સરકાર દ્વારા શારીરિક હુમલાની ઘટનાના આંકડા અને માહિતી લેવામાં આવશે તેમજ કોર્ટમાં પણ કેસ પેન્ડિંગ ન રહે તેમજ જલ્દી નિકાલ થાય એવી સરકાર વ્યવસ્થા કરશે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat