આટલી નોકરીઓ અને આટલા શિક્ષણ સંસ્થાનમાં SC/ST/OBC/EWS અનામત લાગુ પડતી નથી, જાણો ભારત સરકારનું નોટીફીકેશન.

તાજેતરમાં જ ભારત સરકારે બિન-અનામતમાં આવતા આર્થિક પછાત વર્ગ માટે સરકારી નોકરીઓ તેમજ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦% અનામતની જોગવાઈ કરતુ સંવિધાન ૧૨૪મુ સંશોધન બીલ – ૨૦૧૯ લોકસભા તેમજ રાજ્યસભામાં બહુમતીથી પસાર કરી રાષ્ટ્રપતિની સહી સાથે અમલમાં મુકેલ છે. આ બીલ પાસ થવાથી બિન-અનામત સમુદાયનાં આર્થિક પછાત પરિવારો કે જેમની વાર્ષિક આવક ૮ લાખ કરતા ઓછી હોય, ૫ એકર કરતા ઓછી જમીન હોય, શહેરી વિસ્તારમાં 1000 સ્ક્વેર ફૂટ રહેણાક મકાન અથવા 100 સ્ક્વેર યાર્ડઝ પ્લોટ વગેરે બાબતોની જોગવાઈ સાથે અનામતની જાહેરાત કરવામાં આવી હતી.

SC / ST / OBC અનામત શું છે?

ભારતના બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ અનુસુચિત જાતિ(SC) – 15%, અનુસુચિત જનજાતિ(ST) – 7% તેમજ અન્ય પછાત વર્ગ(OBC) – 27% અનામત અપાવાની જોગવાઈ છે. આ જોગવાઈ ખુલી પ્રતિયોગીતાથી ભરવામાં આવતી કેન્દ્રીય સરકારી નોકરીઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાનો ઉપર લાગુ પડે છે.

આર્થિક અનામત (EWS) શું છે?

  • બિન-અનામત સમુદાયના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણમાં ૧૦% અનામત આપવા માટે સંવિધાનનાં આર્ટીકલ – ૧૫ સંશોધન કરી નવો આર્ટીકલ ૧૫(૬), ૧૫(૬)(એ), તેમજ ૧૫(૬)(બી) જોડવામાં આવ્યો જે અંતર્ગત આર્થિક પછાર્ત વર્ગ માટે શિક્ષણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી.
  • આ સિવાય આર્થિક પછાત વર્ગના લોકોને જાહેર સેવાઓ (સરકારી નોકરી)માં અનામત આપવા માટે સંવિધાનનાં આર્ટીકલ – ૧૬માં સંશોધન કરી નવો આર્ટીકલ ૧૬(૬) ઉમેરવામાં આવ્યો જે અંતર્ગત સરકારી નોકરીમાં તમામ ૧૦% અનામતની જોગવાઈ કરવામાં આવી.

SC / ST / OBC / EWS (આર્થિક અનામત) ક્યા લાગુ પડશે?

  • શિક્ષણ માટેની અનામત સરકારી શિક્ષણ સંસ્થાનો તેમજ ખાનગી (પ્રાઈવેટ) શિક્ષણ સંસ્થાનોમાં લાગુ પડશે
  • નોકરી માટેની અનામત ફક્ત સરકારી નોકરીમાં જ લાગુ પડશે.

SC / ST / OBC / EWS (આર્થિક અનામત) ક્યા લાગુ નહિ પડે?

  • હાલની બંધારણીય વ્યવસ્થા મુજબ દેશમાં SC-15%, ST-7%, OBC-27%, EWS-10 મળીને કુલ – ૫૯% અનામત લાગુ છે આ તમામ પ્રકારના અનામત નીચે મુજબની બાબતો ઉપર લાગુ પડતા નથી
  1. ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનીંગનાં એક જાહેર નોટીફીકેશન O.M.No.27/4/67(II)- Estt.(SCT) dated 24/09/1968 થી ઠરાવ્યા મુજબ હંગામી ધોરણે ૪૫ દિવસ કરતા ઓછા સમયગાળા માટે કરવામાં આવતી કોઈપણ નિમણુકમાં અનામત લાગુ પડતી નથી.
  2. આપાતકાલની પરિસ્થિતિઓ જેવી કે પુર, દુષ્કાળ, ભૂકંપ કે અન્ય પરિસ્થિતિને પહોચી વળવા માટે તાત્કલિક ધોરણે કરવામાં આવતી નિમણુકોમાં ભારતના સરકારનાં 36021/9/76-Estt.(SCT) 10/2/1977 ની જોગવાઈ મુજબ અનામત લાગુ પડતું નથી.
  3. જ્યારે કોઈ સરકારી વ્યક્તિની એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા એક કામથી બીજા કામમાં અથવા એક વિભાગથી બીજા વિભાગમાં પ્રતિનિયુક્તિ (Deputation) કરવામાં આવે ત્યારે O.M.No.36012/7/77-Estt(SCT) dated 21/01/1978 ની જોગવાઈ મુજબ અનામત લાગુ પડતું નથી.
  4. કોઈ પણ સરકારી ભરતીમાં ફક્ત એક જ પોસ્ટ (જગ્યા) માટે ભરતી હોય ત્યારે તેવી જગ્યા ઉપર અનામત લાગુ પડતું નથી
  5. જે જગ્યાએ સાયન્ટીફીક અને ટેકનીકલ (વિજ્ઞાન અને તકનીકી) જાહેર કરવામાં આવી હોય તેવી ગ્રુપ “A”નાં હોદ્દાઓમાં છેલ્લા દરજ્જા કરતા ઉપરનો હોદ્દો ધરાવતી તમામ જગ્યાઓ ઉપર O.M.No.36012/27/1994-Estt(SCT) dated 13/05/1994 ની જોગવાઈથી અનામત લાગુ પડતું નથી.
  6. બંધારણની કલમ ૨૯ અને ૩૦ થી નક્કી કરવામાં આવેલ મુસ્લિમ, જૈન, ક્રિશ્ચિયન જેવી ધાર્મિક લઘુમતીનાં શિક્ષણ સંસ્થાનોમાં અનામતની નીતિ લાગુ પડતી નથી.
  7. હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટનાં જજની જગ્યાઓ ઉપર અનામતની નીતિ લાગુ પડતી નથી.

સાયન્ટીફીક અને ટેકનીકલ પોસ્ટ એટલે શું?

  • સરકારે જાહેર કરેલ આવી જગ્યાઓ ઉપર અનામતની નીતિ લાગુ પડતી નથી ત્યારે આપણે જાણવું જરૂરી છે એવી કઈ જગ્યાઓ છે અને કેવા માપદંડો આધારે આવી જગ્યાઓને ટેકનીકલ કે સાયન્ટીફીક જાહેર કરવામાં આવે છે. કોઈપણ જગ્યાને સાયન્ટીફીક અને ટેકનીકલ જાહેર કરવા માટે.
  1. જે જગ્યાઓ ગ્રુપ “A”માં સમાવિષ્ટ વિવિધ સંવર્ગનાં છેલ્લા વર્ગ કરતા ઉપરના વર્ગમાં સમાવિષ્ટ થતી હોય એવી જગ્યાઓ.
  2. એવી જગ્યાઓ કે જે જગ્યા ધારણ કરવા માટે ચોક્કસ વિજ્ઞાન કે ટેકનોલજી શિક્ષણ નિયત કરવામાં આવ્યું હોય તેમજ તે જગ્યા ધારણ કરી નિયત ફરજ બજાવવા માટે જે – તે નિયત જ્ઞાનનો ઉપયોગ કરવો આવશ્યક હોય.
  3. એવી જગ્યાઓ કે જે જગ્યાઓ “સંશોધન (રીસર્ચ) કરવા માટે” અથવા “સંશોધન (રીસર્ચ) હેતુ માટે માર્ગદર્શન કે દિશાનિર્દેશ કરવા માટે” અગત્યની હોય તેવી જગ્યાઓ.

આ શૈક્ષણિક સંસ્થાનો ઉપર અનામતની નીતિ લાગુ નથી પડતી

  • આ સિવાય કેન્દ્રીય શિક્ષણ સંસ્થાન પ્રવેશ અનામત અધિનિયમ – ૨૦૦૬ ની કલમ – ૪ માં કરેલ જોગવાઈ મુજબ બંધારણીય અનામત વ્યવસ્થા નીચે મુજબના શિક્ષણ સંસ્થાનો ઉપર લાગુ પડતી નથી.
  1. ભાભા ઓટોમિક રીસર્ચ સેન્ટર – (ટ્રોમ્બે) અને તેનાં પેટા સંસ્થાનો
  • ઈન્દીરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રીસર્ચ સેન્ટર – કલપક્કમ
  • રાજા રામન્ના સેન્ટર ફોર એડવાન્સ ટેકનોલોજી – ઈન્દોર
  • ઈન્સ્ટીટ્યુટ ઓફ પ્લાઝમા રીસર્ચ – ગાંધીનગર
  • વેરીએબળ એનર્જી સાયકલોટ્રોન સેન્ટર – કલકત્તા
  • સહા ઈન્સ્ટીટ્યુટ ઓફ ન્યુક્લીયર ફીઝીક્સ – કલકત્તા
  • ઈન્સ્ટીટ્યુટ ઓફ ફીઝીક્સ – ભુવનેશ્વર
  • ઈન્સ્ટીટ્યુટ ઓફ મેથેમેટીકલ સાયન્સ – ચેન્નાઈ
  • હરિશચંદ્ર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ – અલ્લાહાબાદ
  1. ટાટા મેમોરિયલ સેન્ટર – મુંબઈ
  2. ટાટા ઈન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ – મુંબઈ
  3. નોર્થ-ઈસ્ટર્ન ઈન્દીરા ગાંધી રીજીઓનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ એન્ડ મેડીકલ સાયન્સ – શિલોંગ
  4. નેશનલ બ્રેઈન રીસર્ચ સેન્ટર – માનેસર / ગુરુગ્રામ
  5. જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સડ સાયન્ટીફીક રીસર્ચ – બેંગલોર
  6. ફીઝીકલ રીસર્ચ લેબોરેટરી – અમદાવાદ
  7. સ્પેસ ફીઝીક્સ લેબોરેટરી – થિરુઅનન્તપુરમ
  8. ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ રીમોટ સેન્સીંગ – દહેરાદુન

આમ દેશમાં હાલની અનામત નીતિ ખુબ જ ચર્ચા અને વિવાદમાં હોય ત્યારે અનામત ક્યા લાગુ પડે છે અને ક્યા લાગુ નથી પડતી તે જાણવું ખુબ જ જરૂરી બની જાય છે. જો તમે આવી જ રસપ્રદ અગત્યની જાણકારી ગમતી હોય તો આ પોસ્ટ શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

  1. નગરપાલિકા, કોપોરેશન, નિગમો,માકેટીગ યાડૅવગેરેમા શૈક્ષણિક લાયકાત રાજકારણ સાથે તમારા નજીક ના સગા સક્રીય હોવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat