ધર્મનાં નામે ધુતતા પાખંડી લોકો સામે આ કાયદા મુજબ ફરિયાદ કરી શકાશે

પાખંડીઓએ અથવા ધુતારાઓ અથવા ધર્મનાં ઠેકેદારો દ્વારા ફલાણી – ફલાણી વિધિ કરવાના બહાને અથવા અવનવા કર્મકાંડનાં બહાને પૈસા પડાવી લીધાનાં સમાચાર આપણે અવારનવાર છાપાઓમાં તેમજ ટીવીમાં જોતા હોઈએ છીએ. ગુપ્ત વિધિઓનાં નામે મહિલાઓનાં શારીરિક શોષણનાં પણ અસંખ્ય કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે ત્યારે આવા ધર્મનાં નામે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને જેલમાં મોકલવા માટે તેમના ઉપર પોલીસ કેસ કરવો જરૂરી છે.

ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ ની કલમ ૫૦૮માં ધર્મનાં નામે ધુતતા કે શોષણ કરતા કે અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને સજાની જોગવાઈ કરવામાં આવી છે. કલમ ૫૦૮માં લખ્યું છે કે “કોઈ વ્યક્તિ ઉપર ઈશ્વરની અવકૃપા (શ્રાપ) થશે એવું સમજાવી કે દર્શાવીને તેની કાયદેસરની ફરજમાં ન આવતું હોય એવું કૃત્ય કરાવવામાં આવે તેને એક વર્ષની સજા અથવા દંડ અથવા બંને.”

આ કલમને ઉદાહરણથી સમજીએ તો ધારો કે, મગન નામના વ્યક્તિને રમેશાનંદ દ્વારા એવું કહેવામાં આવે કે “જો મગન દસ દિવસ સુધી ઉપવાસ નહિ કરે તો મગન ઉપર માતાજી કોપાયમાન થાશે” આમ ઉપવાસ કરવા જ જોઈએ એ મગન માટે ફરજીયાત ન હોવા છતાં ઈશ્વરના નામે મગનને ઉપવાસની ફરજ પાડનાર રમેશાનંદ કલમ ૫૦૮ મુજબ ગુનો કર્યો છે એમ કહેવાય.

બીજું ઉદાહરણ જોઈએ તો રમેશાનંદ કોઈ સ્ત્રીને એમ કહે કે “જો તે સ્ત્રી રમેશાનંદ પાસે એકાંતમાં ગુપ્ત વિધિ નહિ કરાવે તો ઈશ્વરનો કોપ ઉપતરશે અને તેને બાળકો નહિ થાય” તો અહિયાં સ્ત્રી રમેશાનંદને એકાંતમાં મળવાની કોઈ ફરજ ન હોવા છતાં રમેશાનંદ ઈશ્વરનાં નામે સ્ત્રીને એકાંતમાં મળવા બોલાવવાના કૃત્ય બદલ IPC કલમ ૫૦૮ મુજબ ગુનો કરે છે.

આમ કોઈપણ વ્યક્તિની કાયદેસરની ફરજમાં ન આવતું હોય એવું કામ ઈશ્વરના નામે કરાવવું તે ગુનો બંને છે. ઈશ્વરના નામે કે ધર્મનાં નામે પૈસા પડાવતા, શારીરિક શોષણ કરતા, બ્લેકમેઈલ કરતા કે માનસિક ત્રાસ આપતા તમામ તત્વો ગુનેગાર જ છે અને દોસ્તો ઈશ્વરનાં નામે અને ધર્મનાં નામે ફૂટી નીકળેલા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા જોઈએ અને કોઈપણ કિસ્સામાં સમાજની બીક રાખ્યા વગર પોલીસ ફરિયાદ લખાવવી જ જોઈએ.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

  1. Very good information, for police complaint under IPC 508 (1860) against so called looted religious PAKHANDIs, I have to register 2 complaints towards such fraud religious people who not only loot their valued money but also play with their innocent feelings, kindly guide me soon to register a complain to expose such fraudsters chain of people.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat