પરમવીરચક્ર : ભારતીય સેનામાં વીરતા માટેના સર્વોચ્ચ સન્માન પદક અંગેની સંપૂર્ણ જાણકારી.

ભારતના વીર સૈનિકોને તેમની ફરજ દરમ્યાન સાહસ અને બહાદુરી બતાવવા બદલ અનેક નાના મોટા મેડલથી સન્માન વામાં આવે છે. ભારતીય સૈનિકો દેશની શાન છે અને એક સૈનિક માટે દેશની રક્ષા કરવા બદલ મેડલ મેળવવો એ ગર્વની બાબત હોય છે. સૈનિકની છાતી પર લગાવેલ મેડલ દેશના અને સેનાના તેમજ એક એક સિપાહીના શૌર્ય અને સાહસનું પ્રતીક છે.

પરમવીરચક્ર શુ છે?

પરમવીરચક્ર ભારતીય સેનામાં અથવા સેના સાથે જોડાયેલ સેવાઓમાં સર્વોચ્ચ બહાદુરી બતાવનારને આપવામાં આવે છે. આ મેડલ દુશ્મન હાજરીમાં જ દુશ્મન સામે અદ્વિતીય વીરતા અને સાહસ બતાવવા બદલ આપવામાં આવે છે. દેશના સૌથી સર્વોચ્ચ સન્માન ભારતરત્ન પછી બીજા ક્રમનું શ્રેષ્ઠ સન્માન પરમવીરચક્ર ગણાય છે.

પરમવીરચક્ર વિશે જાણકારી

– પરમવીરચક્ર પ્રદાન કરવાની શરૂઆત 26મી જાન્યુઆરી 1950ના રોજથી કરવામાં આવી હતી.

– દેશનો સૌપ્રથમ પરમવીરચક્ર મેજર સોમનાથ શર્માને આપવામાં આવ્યો હતો.

– પરમવીરચક્ર સેનામાં અથવા સેના સેવામાં જોડાયેલ વ્યક્તિ દ્વારા અદ્વિતીય સાહસ અને શૌર્ય બદલ આપવામાં આવે છે, આ મેડલ મરણોપરાંત પણ આપવામાં આવે છે.

– પરમવીરચક્ર અમેરિકાના “મેડલ ઓફ ઓનર” અને બ્રિટિશના શ્રેષ્ઠ સન્માન વિક્ટોરિયા ક્રોસની સમકક્ષ સન્માનનો દરજ્જો ધરાવે છે.

– આજદિન સુધી કુલ – 21 સૈનિકોને પરમવીરચક્ર આપવામાં આવ્યું છે જેમાંથી 14 સૈનિકોને મરણોપરાંત આપવામાં આવ્યો છે.

– આજદિન સુધી 21 સૈનિકોને મળેલા પરમવીરચક્ર મેડલ મેળવનાર પૈકી નેવી (જલસેના)ના એક પણ સિપાહીને આ એવોર્ડ મળેલ નથી તેમજ એરફોર્સના એક જ વ્યક્તિને મળેલ છે.

– જો કોઈ પરમવીરચક્ર વિજેતા સૈનિક બીજી વાર શૌર્ય અને સાહસ બતાવે તો એને આપવામાં આવેલો પહેલો પરમવીરચક્ર રદ્દ કરવામાં આવે અને તેને બીજો પરમવીરચક્ર આપવામાં આવે છે.

– પરમવીરચક્ર વિજેતા સૈનિકને દર મહિને 10,000 રૂપિયા એલાઉન્સ મળે છે.

– પરમવીરચક્રની ડિઝાઈન સ્વિસમાં જન્મેલી ઈવા યૌની લિન્ડા મડાય ડે મારોસ નામની મહિલાએ તૈયાર કરી હતી. જેણે વિક્રમ ખાનોલકર નામના ભારતીય મેજર જનરલ સાથે લગ્ન કર્યા હતા અને તેનું નામ સાવિત્રી ખાનોલકર કર્યું હતું.

– આ મેડલ બ્રોન્ઝ ધાતુનો બનાવવામાં આવે છે. જે 1-3/8નો વ્યાસ ધરાવતો વર્તુળ હોય છે. જેની પાછળની સાઈડ હિન્દી તેમજ અંગ્રેજીમાં પરમવીરચક્ર લખેલું હોય છે.

– પરમવીરચક્ર વિજેતા વ્યક્તિ પોતાના નામની આગળ વિશેષણ તરીકે PVC લગાડી શકે છે.

– આ સિવાય વિવિધ રાજ્યની સરકાર પણ એવોર્ડ વિજેતા સૈનિકોને અલગ અલગ નિયત કરેલી રકમ આપે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat