વડાપ્રધાનની સુરક્ષા કમાન્ડો પાસે બિફકેસમાં શુ હોય છે? અને કમાન્ડો કાળા ચશ્મા કેમ પહેરે? જાણો વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા વિશે રસપ્રદ માહિતી.

આપણે તમામ અવારનવાર પ્રધાનમંત્રીને ટીવીમાં કે સભામાં કે રેલીમાં જોતા હોઈયે છીયે. ભારતના પ્રધાનમંત્રી એક ઉચ્ચતમ બંધાણીય હોદ્દો ધરાવતા દેશના મહાનુવ ગણાય છે અને તેમની સુરક્ષા ખુબ જ અગત્યની હોય છે માટે પ્રધાનમંત્રીને SPG સુરક્ષા પ્રાપ્ત થયેલી છે. પ્રધાનમંત્રીની સાથે સુરક્ષા વ્યવસ્થામાં રહેલા કમાન્ડોના હાથમાં એક બ્રિફકેસ હોય છે. જો તમે એવુ માનતા હોય કે આ બ્રિફકેસમાં જરૂરી કાગળો હશે તો તમે ખોટુ વિચારો છો. બોલે ગુજરાતમાં આપણે એસપીજી સુરક્ષા વિશે અને તેને લગતી અન્ય બાબતોમાં માહિતી મેળવવાની છે.

 

એસ.પી.જી સુરક્ષા શુ છે?

તત્કાલિન વડાપ્રધાનશ્રી ઈન્દીરા ગાંધીની હત્યા થયા બાદ વર્ષ – ૧૯૮૪માં વડાપ્રધાનની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન ગૃપ (SPG)ની સ્થાપના થયેલી. દેશના વડાપ્રધાન અને તેમના પરિવારની તેમજ પુર્વ વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષાનુ ધ્યાન રાખવાની સંપુર્ણ જવાબદારી એસપીજીની છે. એસપીજીમાં વડાપ્રધાનની અને પુર્વવડાપ્રધાનની સુરક્ષા માટે અંદાજે ૩૦૦૦ જેટલા કમાન્ડો છે.

 

બ્રિફકેસ શુ હોય છે?

સામાન્ય રીતે લોકો એવુ સમજે છે કે આ બ્રિફકેસમાં કાગળો કે દસ્તાવેજો હોતા હશે  પરંતુ આ બ્રિફકેસ એક પોર્ટેબલ બુલેટપ્રુફ શિલ્ડ એટલે કે ફેરવી શકાય એવુ બુલેટપ્રુફ કવચ છે. કોઈપણ દેશના અતિવિશિષ્ટ વ્યક્તિની સુરક્ષા કરવા માટે આ બ્રિફકેસ બુલેટપ્રુફ શિલ્ડ વપરાય છે. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં આ બ્રિફકેસને ખોલીને તેની ઢાલ બનાવી શકાય છે. આ સાથે બ્રિફકેસમાં એક ગન પણ હોય છે જે જરૂર પડ્યે વડાપ્રધાનની સુરક્ષા માટે ફાયરીંગ કરવાના કામમાં આવે છે.

કમાન્ડો કાળા ચશ્મા શા માટે પહેરે છે?   

આપણે ઘણીવાર જોયુ છે કે જેમને સિક્યુરીટી મળેલી હોય તેમના કમાન્ડો કાળા ચશ્મા પહેરેલા હોય છે. સુરક્ષા કમાન્ડોને સુરક્ષા માટે ચારોતરફ પોતાની નજર રાખવાની હોય છે અને ટોળામાં કોણ શુ કરી રહ્યુ છે બધુ એકદમ બાજ નજરે ધ્યાન રાખવાનુ હોય છે એટલે કોઈ વ્યક્તિને ખબર ન પડી જાય કે કમાન્ડો તેની ઉપર નજર રાખી રહ્યો છે માટે કમાન્ડો કાળા ચશ્મા પહેરે છે. દુશ્મન કે હુમલાખોર વ્યક્તિ એલર્ટ ન થઈ જાય અને કમાન્ડોની નજર દુશ્મન ઉપર છે એવી દુશ્મનને ખબર ન પડે માટે કમાન્ડો કાળા ચશ્મા પહેરે છે.

 

આ સિવાય વડાપ્રધાનની ઉપર હુમલો કરવાના ઈરાદે કોઈ બોમ્બ વિસ્ફોટ થાય ત્યારે વિસ્ફોટના કારણે જે પ્રકાશ ફેલાય તેનાથી કમાન્ડો અંજાઈ ન થાય એટલા માટે કમાન્ડોને કાળા ચશ્મા પહેરાવવામાં આવે છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat