આરટીઆઈ બાબતે આ સામાન્ય માહિતી ખુબ જ અગત્યની છે. જાણો RTIનાં અધિકારો

દેશભરમાં લગભગ જ એવો કોઈ નાગરિક હશે જેણે આરટીઆઈનું નામ નહિ સાંભળ્યું હોય. આરટીઆઈ એટલે માહિતી મેળવવાનો અધિકાર. ભારત સરકારે વર્ષ ૨૦૦૫માં “Right to Information Act” સંસદમાં પાસ કરીને આ કાયદો અમલમાં મુક્યો હતો. એક ચુકાદામાં ભારતની સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે “લોકો પાસે માહિતી ન હોય તો તેઓ બોલી કે અભિવ્યક્ત કરી શકે નહિ, માટે બંધારણનાં આર્ટીકલ ૧૯માં આપેલી અભિવ્યક્તિ અને વાણી સ્વાતંત્ર્યનાં હક્કો ભોગવી શકતા નથી”. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે “ભારત લોકશાહી રાજ્યવ્યવસ્થા ધરાવે છે અને લોકો જ તેના રાજા છે. તેથી રાજાને તેમની સેવા માટે નિયુક્ત કરેલી સરકાર શું કામો કરે છે તે જાણવાનો પૂરો હક્ક છે”. કોર્ટે આગળ જણાવ્યું હતું કે “આ દેશનો ભિખારી પણ કરદાતા (સેલ્સટેક્ષ, એક્સાઈઝ વગેરે) છે તેથી દરેક નાગરિકે ટેક્ષ પેટે આપેલા રૂપિયા સરકારે ક્યા વાપર્યા તે જાણવાનો હક્ક છે”. આમ આરટીઆઈ એ નાગરીકોનો બંધારણીય હક્ક છે.

“Right to Information Act-2005”નો કાયદો ૧૨ ઓક્ટોબર 2005નાં રોજ સમગ્ર દેશમાં અમલમાં આવ્યો. આ અગાઉ જમ્મુ-કાશ્મીર, દિલ્લી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક, તામીલનાડુ, આસામ અને ગોવા રાજ્યોએ પોતાની રીતે માહિતી અધિકારનો કાયદો અમલમાં મુક્યો હતો.

  1. આ કાયદા દ્વારા નાગરીકોને ક્યા ક્યા અધિકારો પ્રાપ્ત થાય છે?
  2. સરકાર પાસેથી કોઈપણ પ્રકારની માહિતીની માંગણી કરવી
  3. કોઈપણ પ્રકારના સરકારી કાગળોની ફોટોકોપી માંગવી
  4. કોઈપણ પ્રકારના સરકારી દસ્તાવેજોનું જાત નિરિક્ષણ કરવું
  5. કોઈપણ સરકારી કામ (બાંધકામ, કે અન્ય)નું કાયદેસરનું નિરિક્ષણ કરવું
  6. કોઈપણ સરકારી બાંધકામના સેમ્પલ લેવાનો હક્ક

આરટીઆઈનો કાયદો સમગ્ર સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ અને સરકારી ગ્રાન્ટ ઉપર કે સરકાર જેનો નિભાવ કરતી હોય એવી સંસ્થા કે સંગઠનોને આ કાયદો લાગુ પડે છે. આ કાયદા મુજબ સરકારની ખાનગી બાબતો, ખાનગી રેકર્ડ, સુરક્ષા સબંધિત માહિતી વગેરે માગી શકાતું નથી.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat