આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) – ૧૯૫૯ વિશે આટલી સામાન્ય જાણકારી ખુબ જ જરૂરી છે.

તાજેતરમા જ આર્મ્સ એક્ટ (હથિયાર ધારો) ખુબ જ ચર્ચામા આવ્યો છે ત્યારે હથિયાર ધારા વિશે સામાન્ય જાણકારી હોવી ખુબ જ જરૂરી છે. આઝાદી પહેલા દેશમા હથિયારો બનાવવા, પોતાની પાસે રાખવા કે વેચવા માટે કોઈ જ કાયદો અમલમા હતો નહી એટલે ભારતનો કોઈપણ માણસ નાનુ કે મોટુ ગમે તેવુ હથિયાર રાખી શકતો હતો.

અંગ્રેજોના શાસનમા સૌપ્રથમ વખત વર્ષ – ૧૮૫૭મા ભારતમા અંગ્રેજો વિરુદ્ધ એક સશસ્ત્ર બળવો થયો હતો. આ બળવાએ અંગ્રેજોની ગુલામીમાથી ભારતને આઝાદ કરાવવાના સ્વતંત્રતા સંગ્રામનો પાયો નાખ્યો હતો. આ બળવામા ઈસ્ટ ઈંડીયા કંપનીના શાસનો અંત આવ્યો અને બ્રિટીશ મહારાણી વિક્ટોરીયાનુ શાસનની શરૂઆત સાથે ભારતમા “બ્રિટીશ રાજ”નો પાયો નખાયો હતો. બ્રિટીશ રાજ દરમ્યાન વર્ષ – ૧૭૫૮મા ભારતમા લોર્ડ લાયટનની ગવર્નર તરીકે નિમણુક થઈ. ભારતીયો અંગ્રેજો સામે શસ્ત્રો સાથે બળવો કે પ્રતિકાર ન કરી શકે તે માટે ભારતીયો પર હથિયાર રાખવાનો પ્રતિબંધ મુકવા અંગે લોર્ડ લાયટન દ્વારા એક કમિટી બનાવવામા આવી જે કમિટીએ રીપોર્ટ આપ્યો કે, “ભારતીયો ઉપર શસ્ત્રો રાખવા અંગે પ્રતિબંધ મુકવો જોઇયે તેમજ અંગ્રેજોને શસ્ત્રો રાખવાની છુટ હોવી જોઇયે”

કમિટીએ આપેલા રીપોર્ટ આધારે સૌપ્રથમ વર્ષ – ૧૮૭૮માં આર્મ્સ એક્ટનો કાયદો ઘડવામા આવ્યો જે કાયદા મુજબ કોઈપણ ભારતીય હથિયારનુ ઉત્પાદન, વેચાણ, હેરફેર કરી શકે નહી તેવી જોગવાઈ કરવામા આવી તેમજ અંગ્રેજોને આ કાયદામાંથી મુક્તિ આપવામા આવી. જો કોઈ વ્યક્તિને પોતાની પાસે બંદુક રાખવી હોય તો લાયસન્સ લેવાની જોગવાઈ તેમજ વગર લાયસન્સે બંદુક રાખનારને ત્રણ વર્ષ સજાની જોગવાઈ કરતો કાયદો કરવામાં આવ્યો જે કાયદો વર્ષ – ૧૯૪૭ સુધી અમલમા હતો.

આઝાદી બાદ વર્ષ – ૧૯૫૯માં ભારત સરકાર દ્વારા સંસદમા એક સુધારા અધિનિયમ પસાર કરીને અંગ્રેજો દ્વારા બનાવવામા આવેલા ૧૮૭૮ના હથિયાર કાયદામા સુધારાઓ કરીને નવો “The Arms Act – 1959” બનાવવામા આવ્યો. ભારત સરકારના આ કાયદામા કુલ છ પ્રકરણ છે જેમા ૧) કાયદાનુ નામ, વ્યાખ્યાઓ અને અમલની વિગતો ૨) હથિયારનુ ઉત્પાદન, વેચાણ, આયાત, નિકાસ, હેરાફેરી, તેમજ દારૂગોળાની વાખ્યાઓ 3) હાથિયાર ધારણ કરવાના લાયસન્સ અંગેની જોગવાઈઓ ૪) આ કાયદાનુ પાલન કરાવવા અંગે સત્તાઓ અને અધિકારીઓની વિગત ૫) આ કાયદા મુજબ ગુનાઓ અને તેની સજાની વિગત ૬) અન્ય બાબતો આમ છ પ્રકરણ અને કુલ – ૪૬ કલમ સાથે હાલમા હથિયાર અધિનિયમ – ૧૯૫૯ અમલમાં છે.

આ કાયદાની કલમ ૨૫ તેમજ પેટા કલમ મુજબ વગર લાયસન્સે હથિયાર રાખવુ, બનાવવુ, હેરાફેરી કરવી, આયાત કે નિકાસ કરવી, દારૂગોળો બનાવવો, કે હથિયારનુ પરિક્ષણ કરવુ વગેરે બાબત ઉપર પ્રતિબંધ મુકવામા આવેલ છે.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat