કોઈપણ વાવાઝોડાનું નામ કઈ રીતે પાડવામાં આવે છે? જાણો રસપ્રદ માહિતી.

હાલમાં જ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાવાઝોડુ આવવા અંગે એલર્ટ જાહેર કરાયુ છે. ગુજરાતમાં “વાયુ” નામનું વાવાઝોડુ વેરાવળ, પોરબંદર અને ઉના આજુબાજુના વિસ્તારોમાં આવવાની સંભાવના છે ત્યારે વહિવટીતંત્ર પણ સાબદુ થઈ ચુક્યુ છે. આ અગાઉ પણ આપણે “કેટરીના” “ઓખી” “ફાની” વગેરે પ્રકારના વાવાઝોડા અંગે આપણે સમાચાર પણ આપણે સાંભળ્યા છે પણ આ વાવાઝોડાના નામ કઈ રીતે પાડવામાં આવે છે તે આજે જાણીયે બોલે ગુજરાત લેખમાં.

સમુદ્રી વાવાઝોડુ એટલે શુ?

સમુદ્રનાં ગરમ પાણીના કારણે હવા ગરમ થઈ વધુ ઝડપથી ઉપરની તરફ જાય છે. આ હવા જ્યારે ઠંડી પડે છે ત્યારે તે નીચે રહેલી ગરમ હવા તેને વધુ ધક્કો આપે છે આમ હવાના ચક્રના કારણે શક્તિશાળી પવન સર્જાય છે. આ શક્તિશાળી પવનને આપણે વાવાઝોડા કે ચક્રવાત તરીકે ઓળખીયે છીયે.

વાવાઝોડાનુ નામ ક્યારથી શરૂ થયુ?

હિંદ મહાસાગરના આઠ દેશો કે જેઓ આ મહાસાગર સાથે દરીયાઈ સીમા ધરાવે છે તે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ વચ્ચે 2004ના વર્ષમાં એક કરાર કરવામાં આવ્યો. આ કરાર મુજબ દરેક દેશોએ વાવાઝોડા માટે આઠ – આઠ નામ સુચવવાના રહે છે. વાવાઝોડાનું નામ મોટેભાગે એવા શબ્દોમાંથી પસંદ કરવામાં આવે છે કે જેના લીધે તે લોકોને યાદ રહી જાય. વાવાઝોડાના નામ અગાઉથી નક્કી કરી લેવામાં આવે છે અને વિવિધ નામ અને અન્ય દેશો સાથે તેના માહિતીસંચાર વિશેની જવાબદારી દિલ્હી સ્થિત ‘રિજિયોનલ સ્પેશિઅલાઈઝડ મીટિઓરોલૉજી સેન્ટર’ (આરએસએમસી)ને આપી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે દરેક વાવાઝોડાને નામ આપવામાં આવતુ નથી પરંતુ જે ચક્રવાતની ગતિ ૩૪ નોટિકલ માઈલ કલાકની હોય તો તેને નામ આપવુ ફરજીયાત છે.

વાવાઝોડાનું નામકરણ શા માટે?

દુનિયામાં વર્ષ 1945 સુધી કોઇ પણ ચક્રવાત કે વાવાઝોડાનું નામકરણ કરવામાં આવતું ન હતું. આ કારણે હવામાન વિભાગ અને ભૂવિજ્ઞાનના વિજ્ઞાનીઓને કોઈપણ વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં કે તે અંગેની વાત-સંવાદ કરવામાં મુશ્કેલી થતી હતી માટે વાવઝોડાના સમયે એકબીજા દેશ કે રાજ્યો કે સરકારો વચ્ચે મદદ અથવા અન્ય સહાયતા અંગે સંકલન કરવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હતી. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિશ્વ હવામાન સંગઠને વર્ષ 1945થી દરેક વાવાઝોડાની ઓળખ માટે તેને નામ આપવાનો નિર્ણય લીધો હતો.  મોટાં વાવાઝોડાને નામ આપવાથી લોકો તેનાથી વધુ સાવચેત બને છે ઉપરાંત ટી.વી., રેડિયો અને અન્ય માધ્યમો પર તેના વિશેની ચર્ચા સરળ રહે છે. વાવાઝોડાના નામકરણ પાછળનો એક હેતુ લોકો લાંબા સમય સુધી તેને યાદ રાખી શકે છે. આ સિવાય વિજ્ઞાનીઓને પણ રિપોર્ટ તૈયાર કરવામાં કોઇ ભૂલ ન પડે અને લોકોને વાવાઝોડાની આગાહી આપવામાં સરળતા રહે છે.

નામ કઈ રીતે નક્કી કરવામાં આવે?

વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે ત્યારે નામની પસંદગી કોઇ પ્રકારના કક્કાવારી ક્રમને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. સામાન્ય રીતે સમુદ્રી વાવાઝોડાના નામ સ્ત્રી અથવા પુરુષના નામ ઉપરથી રાખવામાં આવે છે. કોઇ વ્યક્તિ વિશેષ કે વિજ્ઞાનીઓના નામ ઉપરથી હોય તેવું જરૂરી હોતું નથી. સામાન્ય રીતે વાવાઝોડાના નામની પસંદગી એવા નામોમાંથી કરવામાં આવે છે જે જનસામાન્યમાં લોકપ્રિય હોય અને ઝડપથી લોકોને જલદી યાદ રહી જાય તેવા રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવનારાં વાવાઝોડાઓને કયું નામ આપવું તે નિર્ધારિત કરવા દરેક દેશના હવામાન વિભાગ એક બેઠક યોજે છે.

હરિકેન, સાયક્લોન અને ટાયફૂન વચ્ચે શું ફરક?

જો વાવાઝોડું ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વીય પેસિફિક મહાસાગરમાં ઉત્પન્ન થાય છે તો તેને હરિકેન કહેવામાં આવે છે.

જો વાવાઝોડું હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાંથી ઉત્પન્ન થાય તો તેને સાઈક્લોન તરીકે તરીકે ઓળખવામાં આવે છે.

ઉત્તર-પશ્ચિમી મહાસાગરમાં ઉત્પન્ન થાય તેને ટાયફૂન વાવાઝોડું કહેવાય છે.

અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા નામો

હિન્દ મહાસાગરમાં અવારનવાર ઉત્પન્ન થયેલા વાવાઝોડાના અત્યાર સુધીમાં આપવામાં આવેલા કેટલાક નામોમાં જાલ, ઓનિલ, થાને, નિશા, હિબારુ, આઇલા, કેઇલા, ફયાન, બાજ, નરગિસ, ગિરી,બંધુ, રશ્મિ, મુક્દા, માસા, ફેટ, ફનૂસ, ફેલિન, ઓખી, ફાની વગેરેનો સમાવેશ થાય છે.

હવે પછી ઉપયોગમાં લેવાનાર નામો

હિન્દ મહાસાગર “વાયુ” પછી હવે નવા ઉત્પન્ન થનાર વાવાઝોડા માટે માડી, રોઆનુ, મકેનુ, નાનૌક, કયાંત, કયાર, મહા, લુબાન, પ્રિયા, નીલોફર, વરધા, પતંગિયું, બુલબુલ, મોહરાર, ઉમપુન, અમ્ફન, પેયતી, મોરા,  વગેરે નામો ઉપયોગમાં લેવાશે.

બોલે ગુજરાતનો આ લેખ અને અમારૂ ફેસબુક પેજ શેર કરો, લાઇક કરો

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat