ઈન્કમ ટેક્સ રીટર્ન એટલે શુ? જાણો ઈન્કમટેક્સ રીટર્ન (ITR) ના કાયદા વિશે સંપુર્ણ માહિતી.

ઈન્કમટેક્સ એટલે કે આવકવેરો હંમેશા ચર્ચામાં રહેતી બાબત છે. દર વર્ષના ફેબ્રુઆરી મહિનામાં બજેટ બહાર પાડવાનો સમય આવે ત્યારે આવકવરાની ચર્ચાઓ તેજ થાય છે અને સામાન્ય દિવસોમાં આવકવેરો ભરવાવાળા અને નહી ભરવાવાળા એમ બે પ્રકારની બાબતોને લઈને લોકો-લોકો વચ્ચે સંવાદ થતો હોય છે. બોલે ગુજરાત દ્વારા લોકોને વિવિધ કાયદાકીય જાણકારી સરળભાષામાં ઉપલબ્ધ કરવાનુ કામ કરે છે જે અંતર્ગત આજના લેખમાં આવકવેરા રીટર્ન અંગે માહિતી.

ઈન્કમટેક્સ રીટર્નને લઈને લોકોમાં ઘણી જ ગેરસમજણ અને ગુંચવણ હોય છે. પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હજારો લોકો ઈન્કમટેક્સ રીટર્ન કેમ ભરવુ?, ક્યા ભરવુ?, શા માટે ભરવુ?, કેટલુ ભરવુ વગેરે અનેક પ્રકારના મુંજવતા પ્રશ્નોના કારણે છેલ્લે કોઈ સી.એ અથવા જાણકાર વ્યક્તિને ૧૦૦૦-૨૦૦૦ રૂપિયા આપીને બહાર ITR એટલે કે ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરાવી લેતા હોય છે. જો કે ઈન્કમટેક્સ રીટર્ન ભરવુ ખુબ સરળ અને આસાન છે, તમે જાતે પણ રીટર્ન ભરી શકો છો તો આવો જાણીયે.

ઈન્કમટેક્સ (આવકવેરો) શું છે?

આવકવેરો એટલે સરળ ભાષામાં તમે જે આવક કરો એમાંથી સરકારને આપવો પડતો કર. સરકારી નોકરી હોય, પ્રાઈવેટ હોય, પોતાનો ધંધો હોય કે અન્ય કોઈપણ રીતે તમે જે કમાણી કરો છો તેમાંથી આવકવેરો (ઈન્કમટેક્સ) આપવો પડે છે. જો કે ઈન્કમટેક્સ સૌએ ભરવાનો રહેતો નથી પરંતુ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આવક કરતા વધુ આવક હોય તો કર ભરવો પડે છે. હાલ આપણા દેશમાં વાર્ષિક અઢી લાખ સુધીની આવક ઉપર ટેક્સ માફી છે. કોઈપણ કમાતો વ્યક્તિ, પેઢી, કંપની, સંસ્થા, ભાગીદારી, સંગઠન વગેરે તમામની આવક ઉપર ટેક્સ વસુલ કરવામાં આવે છે. ભારતમાં આવકવેરો ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે અને ઈન્કમટેક્સ એક્ટની કલમ ૧૦ મુજબ અઢી લાખ કરતા ઓછી આવક ઉપર અને ખેતીની આવક ઉપર કોઈ ઈન્કમટેક્સ નથી.

જો કે અહિંયા એક વાતનો ખાસ ઉલ્લેખ જરૂરી છે કે દેશના તમામ નાગરિકો ૧૦૦% ટેક્સ ભરે જ છે, જેઓ આવકવેરો નથી ભરતા તેઓ પરોક્ષ કર એટલે કે માલ અને સેવા કર ફરજીયાત ભરતા જ હોય છે એટલે કોઈ ટેક્સ નથી ભરતુ એમ કહી ન શકાય.

ઈન્કટેક્સને ઉદાહરણ તરીકે સમજીયે તો : ધારો કે તમે મહિને ૫૦,૦૦૦ ના પગારદાર છો અને દર મહિને તમે તમારી પત્નિ/મમ્મી ને ઘરે ઘરખર્ચ પેટે ૧૦,૦૦૦ આપો છો. તમારી કમાણીમાંથી દર મહિને ફિક્સ હિસ્સા તરીકે ૧૦,૦૦૦ આપો જેનાથી ઘરની નાની મોટી જરૂરીયાતો પુરી કરે છે.

ઈન્કમટેક્સ રીટર્ન એટલે શુ?

ભારતની વ્યવસ્થા મુજબ ૧/એપ્રિલ થી ૩/માર્ચ સુધીનો સમય એક નાણાકિય વર્ષ ગણાય છે.  દરેક વર્ષે એક વાર તમારે તમારી સંપુર્ણ આવક અને સંપુર્ણ ખર્ચો સરકારને બતાવવાનો હોય છે. આખા વર્ષ દરમ્યાન તમે તમારી નોકરી કે ધંધામાંથી કેટલી કમાણી કરી અને કેટલો ખર્ચો કર્યો અને તેમાંથી કેટલો ટેક્સ ભર્યો, કેટલી લોન ભરી, કંપનીમાંથી મળતી ટેક્સ રાહત અને એડવાન્સમાં ભરેલો ટેક્સ વગેરેની તમામ વિગત માટે ઈન્કમટેક્સ રીટર્ન ફોર્મમાં ભરવાનુ હોય છે.

ટુંકમાં ઈન્કમટેક્સ રીટર્ન ફોર્મમાં તમારે તમારી તમામ બાબતોનો ઉલ્લેખ કરવાનો હોય છે અને તમે આપેલી તમામ વિગતો ઉપરથી સરકાર નક્કી કરે કે સરકારે તમારી પાસેથી ભુલમાં વધુ ટેક્સ તો નથી લેવાઈ ગયો ને? અને જો તમારા આવક – જાવકના હિસાબ ચેક કરતા સરકારે વધુ ટેક્સ લઈ લીધો હોય તો સરકાર તમે ભરેલો સંપુર્ણ અથવા આંશિક ટેક્સ તમને પાછો આપશે.

ઈન્કમટેક્સ રીટર્ન ભરવાના ફાયદા?

કોઈપણ બેન્કલોન કે ક્રેડિટ કાર્ડ લેવામાં ITR ભરવાવાળાને પ્રાથમિકતા આપવામાં આવે છે.

ઈન્કમટેક્સ રીટર્નની કોપી તમારૂ પાક્કુ એડ્રેસ પ્રુફ તરીકે માન્ય છે એટલે કોઈપણ સરકારી કામ કે પાસપોર્ટ વગેરે માટે પ્રમાણપત્ર તરીકે ઉપયોગ કરી શકાય.

જો તમે ધંધા કે નોકરીના કારણસર વિદેશ જવા માંગતા હોય તો ITR તમારા માટે ખુબ જ જરૂરી છે કેમ કે લગભગ દેશોના દૂતાવાસ(એમ્બેસી) વિઝા આપતા પહેલા છેલ્લા બે વર્ષના ઈન્કમટેક્સના રીટર્ન માંગે છે. માટે વિઝા મળવામાં આસાની રહે છે.

તમે કોઈ કારણસર એક કરોડ કરતા વધારે નો વિમો લેવા માંગો છો તો વીમા કંપની ITR માંગી શકે છે, અને કંપની ચેક કરે કે તમે કોઈ બે નંબરનુ કામ તો નથી કરી રહ્યા ને.

ધારો કે તમારી આવક ટેક્સ ભરવો પડે એટલી નથી છતાંય કંપની તમારી આવક ઉપર ટેકસ કાપી રહી છે તો તમે ITR ભરીને તમે ટીડીએસ સ્વરૂપે પૈસા પરત મેળવી શકો છો.

ટુંકમાં તમારી કમાણી ટેક્સ ભરવો પડે એટલી ન હોય તો પણ તમે ઈન્કમટેક્સ રીટર્ન ભરી શકો છો. સરળ ભાષામાં સમજીયે તો ઈન્કમટેક્સ રીટર્ન એ તમારી નિયમિત આવકનુ પ્રુફ છે.

રીટર્ન કેવી રીતે ભરવુ?

નોકરી કરવાવાળા વ્યક્તિ ૩૧ જુલાઈ સુધીમાં ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરી શકે છે. અને ધંધો કરતા લોકો ૩૦ સપ્ટેમ્બર સુધીમાં સુધીમાં રીટર્ન ફાઈલ કરી શકે છે. ઈન્કમટેક્સ રીટર્ન બે રીતે ભરી શકાય છે જેમા 1) ઓફલાઈન અને 2) ઓનલાઈન

જો તમારી આવક ૫ લાખ રૂપિયા અથવા તેનાથી ઓછી તો તમે ઓફલાઈન ITR ભરી શકો છો અને જો તમારી ઉંમર ૮૦ વર્ષ કરતા વધારે હોય તો પણ ઓફલાઈન રીટર્ન ભરી શકાય છે.

વિવિધ કાયદાકીય લેખ વાંચવા માટે બોલે ગુજરાત લાઈક કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat