ફાયર સેફ્ટી અને ઈમરજન્સીના કાયદા વિશે આટલી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે.

તાજેતરમાં જ સુરત ખાતે એક ગંભીર આગની ઘટનામાં નિર્દોષ બાળકોના મરણ થયા છે જેનો ખુબ આક્રોશ છે અને પ્રજામાં અપાર વેદનાની લાગણી છે. જો પ્રજામાં કાયદાકીય અજ્ઞાનતાને કારણે ઘણીવાર મોટી હોનારત બને છે. આજે જે લોકો સુરતની ઘટનામાં વેદના વ્યક્તિ કરી રહ્યા છે તેઓએ પોતાના શહેર, સોસયટી અને ધંધાના સ્થળે જે બિલ્ડીંગ છે તેમાં કાયદા મુજબ ફાયર સુવિધા છે કે નહી તે જાણવાની જરૂર છે.

આગ અંગે શું કાયદો છે?

જુદા જુદા વિસ્તારોમાં આગનું જોખમ નિવારવા માટે તેમજ વ્યક્તિના જીવન અને મિલકતની સલામતી તેમજ રક્ષણ માટે સરકાર દ્વારા “ગુજરાત અગ્નિનિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ – ૨૦૧૩ નો કાયદો” બનાવમાં આવેલ છે જે હાલમાં અમલમાં છે. આ કાયદાને અંગ્રેજીમાં “Fire Prevention and life Safety measure act – 2013” (FPLSM) કહેવામાં આવે છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફટી મેઝર એક્ટ, ગુજરાત રાજ્યમાં અગ્નિશમન સેવાઓ અને સંબંધિત બાબતોની સ્થાપના અને જાળવણી કરે છે. આ અધિનિયમ મુજબ, સરકારી અધિકૃત અધિકારીને ઈમારતો, કાર્યશાળા, જાહેર મનોરંજનની જગ્યાઓ, વેરહાઉસના અથવા બિલ્ડીંગના માલિકોને આગના જોખમ સામે સાવચેતી લેવાની જરૂર હોય છે.

અન્ય કાયદાકીય માહિતી

ઉલ્લેખનીય છે કે દરેક બિલ્ડીગ- હોસ્પિટલ માટે “નેશનલ બિલ્ડીંગ કોડ” લાગુ કરવામાં આવ્યાં છે અને ફરજિયાતપણે પ્રિવેન્શન-પ્રોટેક્શન સીસ્ટમ નિયમોનું પાલન કરાવવામાં આવે છે. ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ-1976 મુજબનાં જીડીસીઆર અને નેશનલ બિલ્ડીંગ કોડ ઓફ ઈન્ડિયા-2005નાં પ્રમાણે ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેકશન સિસ્ટમ લગાવવી ફરજીયાત છે.

શું કહે છે નિયમો?

 • બિલ્ડીગનાં ધાબા પર બાંધકામ થયેલુ ન હોવુ જોઈએ.
 • ધાબુ એક દમ ખુલ્લુ હોવું જોઈએ જેથી આગ લાગે તો દર્દીને ઉપર ખસેડી શકાય.
 • ધાબા પર જવાનાં રસ્તાને તાળા ન મારેલા હોવા જોઈએ.
 • કોઈ પણ દરવાજો લોક-કી વાળો ન હોવો જોઈએ જેથી આગ લાગે અને ખોલી ન શકાય તેવુ ન હોવુ જોઈએ.
 • પાર્કિંગનાં સ્થળે કોઈપણ જાતનું ઓપીડી, કાફેટેરિયા, રેસ્ટોરેન્ટ, કેન્ટીન,  ડીસ્પેન્સરી, સ્ટોરેજ ન હોવુ જોઈએ.
 • પાર્કિંગનો ઉપયોગ માત્ર વાહન પાર્કિંગ માટે જ થવો જોઈએ.
 • પાર્કિંગનાં સ્થળે જ્વલ્લનશીલ પદાર્થ ન મુકવા જોઈએ જેથી આગ લાગવાની સંભાવના રહે.
 • દરેક દાદરા અને મુખ્ય પેસેજ ખુલ્લા હોવા જોઈએ.
 • કોમન પેસેજ પરનાં વેન્ટીલેશન ખુલ્લા હોવા જોઈએ જેથી આગ લાગે તો ધુમાડો આસાનીથી બહાર જઈ શકે.
 • હોસ્પિટલનાં પેસેજમાં બે રૂમ સામ સામે હોય તો તેમાં સ્ટ્રેચર આસાનીથી અંદર જઈ શકે તેટલી જગ્યા હોવી જોઈએ.
 • સ્ટ્રેચરની સાથે વ્યક્તિ લઈ જવા માટેની કુલ જગ્યા ઓછામાં ઓછી 10 ફૂટ હોવી જોઈએ તો જ આગની ઘટનામાં દર્દીને સ્ટ્રેચરમાં આસાનીથી બહાર કાઢી શકાય.
 • મુખ્ય પેસેજમાં કોઈ વસ્તુની આડશ ન મુકવી જોઈએ જેથી બહાર નીકળવામાં કોઈને તકલીફ ન થાય.
 • નર્સિંગહોમ- હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા ફરજીયાત હોવી જોઈએ.
 • ફાયર સેફટી ચાલુ હાલતમાં રહે તે માટે તેનુ નિયમિત મેઈન્ટેન્સ કરાવવુ જરુરી છે.
 • હોસ્પિટલનાં ધાબા કે અન્ય કૉમર્શિયલ બિલ્ડીંગનાં ધાબા અન્ય લોકોને ન વેચી શકાય તે જાહેર હિતમાં ખુલ્લા રાખવા ફરજીયાત છે.
 • હોસ્પિટલનાં દરેક સ્ટાફને આગ લાગે તો શું કરવું તેની તાલીમ આપવી જરૂરી છે.
 • ખુલ્લા વીજવાયરો ન હોવા જોઈ, જ્વલ્લનશીલ પદાર્થો, કેમિકલ પણ ખુલ્લુ ન રાખવુ જોઈએ.
 • આગ લાગે તો ગુંગળામણ ન થાય તેની ખાસ તકેદારી રાખીને બારી-બારણા ખુલ્લા રાખવા જોઈએ.
 • દર વર્ષે ફાયર વિભાગ પાસે ફાયર સેફ્ટીની ચકાસણી કરાવવી ફરજીયાત છે અને તેનુ સર્ટિફિકેટ જરૂરી છે.
 • ટોટલ સ્કવેર મીટર એરિયા પ્રમાણે જરુરી સંખ્યામાં ફાયર સેફટી સિસ્ટમ ફીટ કરાવવી જરુરી છે.
 • આગ લાગે ત્યારે ફાયરના તમામ વાહનો અંદર પ્રવેશી શકે તેટલા રસ્તા આજુબાજુ ખુલ્લા રાખવા ફરજીયાત છે.
 • આગ ત્યારે મુખ્ય વીજ પ્રવાહ બંધ કરી દેવાય છે ત્યારે ફાયર બ્રિગેડની મુવમેન્ટ માટે અલગથી વિજપ્રવાહની વ્યવસ્થા રાખવી જોઈએ

ગુજરાત ફાયર લાયસન્સ

ગુજરાત ફાયર લાયસન્સ એ ફાયર સલામતી અંગેનુ જરૂરી ડોક્યુમેન્ટ છે. ફાયર લાયસન્સ ગુજરાતમાં ફાયર સિક્યુરિટી પ્રમાણપત્ર અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) તરીકે પણ ઓળખાય છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકાર ફાયર લાયસન્સ (ફાયર એનઓસી) માંગણી કરેલ સ્થળ માટે પ્રમાણિત કરવા માટે અધિકૃત સંસ્થા છે. ગુજરાતમાં, ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ, 2013 માં ઉલ્લેખિત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે ફાયર લાઇસન્સની આવશ્યકતા હોય છે. ફાયર લાઇસન્સનું મુખ્ય કાર્ય સલામતીના માન્ય નિયમોને વ્યવસાયની અનુરૂપ સાબિત કરવાનું હોય છે.

ગુજરાત ફાયર લાયસન્સનું મહત્વ

 • તમામ ઇમારતો અથવા જગ્યાઓ અથવા કબજો જેમ કે નીચે વર્ણવેલ તે ગુજરાત ફાયર પ્રિવેન્શન એક્ટ હેઠળ માન્ય ફાયર લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ.
 • માલિક અથવા ડેવલપર્સ અથવા પ્રમોટર અથવા બિલ્ડર જ્યારે જગ્યા વેચાણે વખતે ભાડાપટ્ટે કોઈ ઇમારત આપતા હોય અથવા મકાનોના કબજો અથવા પરવાનગી આપતા હોય તે વખતે માન્ય ગુજરાત ફાયર લાઇસન્સ હોવું જોઈએ.
 • ગુજરાત ફાયર લાયસન્સ અથવા એનઓસી મળવું મતલબ વ્યવસાય શરુ કરવા માટેની કરવી પડતી પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા પુરી કરવી જ પડે અથવા પરવાનગી માટે પ્રમાણપત્ર મેળવવું પડે.
 • ઓપરેટિંગ સિનેમા હોલ અને મલ્ટિપ્લેક્સની પરવાનગી, કોઈપણ વ્યવસાય, વેપાર અથવા ધંધો ફક્ત ત્યારે જ રીન્યું કરવામાં આવતું હોય છે જ્યારે માન્ય ફાયર સુરક્ષા પ્રમાણપત્ર / એનઓસી ધરાવતા હોય.

બિલ્ડિંગ માટે ગુજરાત ફાયર લાયસન્સ

 • 18 મીટરથી વધુની 25 મીટરના મકાનો (ગ્રાઉન્ડ લેવલથી ટોચની ફ્લોર સીલિંગ ઊંચાઈ).
 • 25 મીટરથી ઉપર અને 45 મીટર ઉપર સુધીની ઊંચી ઇમારત.
 • ઊંચાઈમાં 45 મીટરથી વધુ ઊંચી ઇમારત.
 • મલ્ટિપ્લેક્સ.
 • સિનેમા થિયેટર્સ.
 • ફંક્શન હોલ, વિવાહ ભવન
 • કામચલાઉ માળખા, જંગમ થિયેટર, સર્કસ અને પ્રદર્શનો
 • પરિવહન ગોદામો અને અન્ય કોઈ ગોદામો
 • સ્ટોરીડ, મલ્ટિ-સ્ટોરીડ અને ઊંચી ઇમારત બિલ્ડિંગ કે જે પેટ્રોલિયમ ઉત્પાદનોનું નિયંત્રણ (વર્ગ એ, બી અને સી) કરતી હોય.
 • રસાયણો સંગ્રહ અને હેન્ડલિંગ.
 • વિસ્ફોટકો સંગ્રહ અને નિયંત્રણ
 • ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના સંગ્રહ અને હેન્ડલિંગ,રાસાયણિક ઉદ્યોગો અને સોલવન્ટ સંગ્રહ.
 • ફાયર નિવારણ માટે ન્યૂનતમ ધોરણો
 • ગુજરાત ફાયર હેઠળ આવશ્યક ઇમારતો માટે આગ નિવારણ અને આગ સલામતી માટેનો લઘુત્તમ ધોરણો નિવારણ અને જીવન સલામતી પગલાં અધિનિયમ નીચે પ્રમાણે છે:
 • ઇમારતોમાં પ્રવેશ
 • સંખ્યા, પહોળાઈ, પ્રકાર અને બહાર નીકળવાની ગોઠવણ.
 • ફાયર ચેક ડોરનો ઉપયોગ કરીને બહાર નીકળવાનું રક્ષણ
 • કંમ્પાર્ટમેન્ટેશન
 • સ્મોક મેનેજમેન્ટ સિસ્ટમ
 • અગ્નિશામકો
 • ફર્સ્ટ-એઇડ હોઝ રોલ
 • આપોઆપ ફાયર શોધ અને એલાર્મીગ સિસ્ટમ
 • પબ્લિક એડ્રેસ સિસ્ટમ
 • ઓટોમેટિક સ્પીંક્લર સિસ્ટમ
 • ઈંટર્નલ હાઇડ્રેન્ટ્સ અને યાર્ડ હાઇડ્રેન્ટ્સ
 • પંપીંગ વ્યવસ્થા
 • અગ્નિશમન માટે કેપ્ટિવ પાણી સંગ્રહ
 • એક્ઝિટ સાઈનેઝ
 • લિફ્ટ્સની જોગવાઈ
 • સ્ટેન્ડબાય પાવર સપ્લાય
 • વધારાનો રીફ્યુઝ વિસ્તાર
 • આગ નિયંત્રણ રુમ
 • ખાસ જોખમોના રક્ષણ માટે ખાસ ફાયર સુરક્ષા સિસ્ટમો

ફાયર લાયસન્સ કઢાવવા જરૂરી દસ્તાવેજો

 • રાઇટ્સ રેકોર્ડ્સ
 • લેઆઉટ અને બિલ્ડીંગ પ્લાન
 • ગૂગલ મેપ ઈમેજ
 • પ્રમાણિત માપણી શીટ / ડી.આઇ.એલ.આર.
 • સક્ષમ સત્તા દ્વારા મંજૂર કરેલ પ્લાન (જો લાગુ પડતું હોય તો)
 • એફિડેવિટ અને અન્ડરટેકિંગ
 • પાવર ઓફ એટર્ની (જો લાગુ પડતું હોય તો)
 • નોટરાઇઝ્ડ ફોર્મ
 • યોગ્ય ઓથોરિટી પાસેથી એનઓસી (જો લાગુ પડતું હોય તો)
 • મહેસૂલ રેકોર્ડ્સ (7/12, 6 એ હકપત્રક, એનએ)
 • ટી.પી. અને ડીપી પાર્ટ પ્લાન, ઝોનિંગ પ્રમાણપત્ર, એફ-ફોર્મ

દોસ્તો આ લેખ તમને ગમ્યો હોય તો ફેસબુક પેજ અને ગૃપમાં શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat