સરકારી કે પ્રાઈવેટ નોકરી કરતી મહિલાને ઓફિસમાં યૌન શોષણ અંગેના કાયદાની સમજવા જેવી માહિતી.

આપણે બધા જાણીયે છીયે કે મહિલાઓ જે સ્થળે નોકરી કરવા કે કામ કરવા જાય ત્યા તેના બોસ દ્વારા કે અન્ય પુરુષ કર્મચારીઓ દ્વારા મહિલાનુ જાતિય શોષણ કરવામાં આવે છે. અવારનવાર આ અંગેના કિસ્સાઓ પણ છાપામાં અને ટીવીમાં આપણે જોયા છે. કામના સ્થળે મહિલાઓની જાતિય સતામણીના મોટાભાગના કિસ્સામાં મહિલાઓ દ્વાર ડરના માર્યા ફરીયાદ કરવામાં નથી આવતી અથવા મહિલાને લાલચ કે ધમકી આપવામાં આવે છે. બોલે ગુજરાત લોકોમાં કાયદાકીય જાણકારી ફેલાવવાનુ કામ કરે છે ત્યારે આજે જાણીયે મહિલાઓના અધિકાર.

કાયદાનો ઈતિહાસ

રાજસ્થાન સરકારના મહિલા કલ્યાણ પ્રોજેક્ટમાં ભંવરીદેવી નામની એક મહિલા બાળ વિવાહ રોકવાનુ કામ કરતી હતી. વર્ષ – ૧૯૯૨માં ભંવરીદેવી રાજસ્થાનના એક ગામમાં બાળવિવાહ રોકવા માટે ગઈ જ્યા બાળવિવાહ ઉચ્ચ ગણાતી માથાભારે જ્ઞાતિના ઘરે હતા જેથી ભંવરીદેવીને પકડીને આ પરિવાર દ્વારા તેના ઉપર બલાત્કાર કરવામાં આવ્યો. (જો કે ભંવરીદેવીને હજુ સુધી ન્યાય નથી મળ્યો) પણ આ ઘટના પછી વિશાખા નામની એક સંસ્થાએ સુપ્રિમ કોર્ટમાં પીઆઈએલ કરી અને કોર્ટને કહ્યુ કે ભંવરીદેવી સાથે જે થયુ તે કામના સ્થળે કામ કરતી વખતે બન્યુ છે. આથી સુપ્રિમ કોર્ટે સંસ્થાની દલીલ માન્ય રાખતા કહ્યુ કે, “લિંગ આધારિત શોષણ એ મહિલાઓના મુળભુત બંધારણીય અધિકારોનું હનન છે અને કોર્ટે આદેશ કર્યા.

શુ છે કામના સ્થળે શોષણનો કાયદો?

સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરતા ભારત સરકાર દ્વારા “મહિલાઓનું કામના સ્થળે શોષણ (નિવારણ, પ્રતિબંધ અને રજુઆત) અધિનિયમ – ૨૦૧૩ નામનો કાયદો ઘડવામાં આવ્યો જેને અંગ્રેજીમાં “Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act 2013” કહેવામાં આવે છે. આ કાયદાની જોગવાઈઓથી મહિલાઓના સમાનતાના મુળભુત બંધારણીય અધિકારો અને ગૌરવની સલામતી પુરી પાડવાનો હેતુ છે.

મહિલાઓના અધિકાર અને કામના સ્થળે શોષણ

કામના સ્થળે મહિલાઓની જાતિય સતામણી સીધી રીતે મહિલાઓના મુળભુત અધિકારો સાથે જોડાયેલ છે. ઉદાહરણ તરીકે કોઈ એક ઓફિસમાં એક મહિલા કર્મચારીને એના બોસ અથવા અન્ય સાથી કર્મચારી સતત અભદ્ર કે બિભત્સ કોમેન્ટ કરતો હોય, અથવા કારણ વગર મહિલાને તેની ઓફિસમાં બોલાવતો હોય જેના કારણે મહિલા માનસિક રીતે વિચલિત થાય છે અને મનની અસર તેના કામ ઉપર પડે છે. આ બાબત બંધારનણની કલમ – ૧૯માં આપેલ વ્યવસાયિક સ્વાતંત્ર્યતા તેમજ કલમ – ૧૪માં આપેલ સમાનતાના અધિકારનો ભંગ છે.

કામના સ્થળે યૌન શોષણ એટલે શુ?

  • મહિલાઓના કામના સ્થળે જાતિય શોષણના કાયદાની કલમ ૨(એન) માં જણાવ્યા મુજબ નીચેમાંથી કોઈપણ અણગમતુ કે મરજીવિરુદ્ધનુ કૃત્ય યૌન શોષણ કહેવાય જેમા,
  • શારીરિક સ્પર્શ કરવો અથવા બિનજરૂરી સ્પર્શ કરવાની કોશિષ કરવી
  • કોઈપણ રીતે શારિરીક બાબતોની માંગણી કરવી.
  • બિભત્સ કે અભદ્ર ટોનમાં વાત કરવી કે કોમેન્ટ કરવી
  • પોર્ન ફિલ્મો દેખાડવા
  • અન્ય કોઈપણ પ્રકારનું શારિરીક, મૌખિક કે અમૌખિક પ્રકારની યૌન ટીપણીઓ કરવી અથવા એવુ કામ કરવુ.

જો કે કાયદાનો સવાલ એ છે કે કઈ બાબતને “મરજીયુક્ત / ગમતી” ગણવી અને કઈ બાબતને “મરજીવિરુદ્ધ / અણગમતી” ગણવી. જો કે મહિલા સાથેનુ વર્તન તેને ગમતુ હતુ કે નહી તે નક્કી કરવા માટે, કોઈપણ વાત કે વર્તન પછી મહિલાના દ્રષ્ટીકોણમાં કઈ રીતે ફેરફાર આવ્યો તે જોવામાં આવે છે. જો કોઈ કાર્ય પછી મહિલા વ્યથિત કે અસહજ અનુભવ કરે તો વર્તન અણગમતુ હતુ એમ સમજી લેવામાં આવે છે. કોર્ટ અને કાયદાની જોગવાઈ મુજબ મહિલાએ એ સાબિત કરવાની જરૂર નથી કે તેણે અણગમતા વર્તનનો મૌખિક કે વ્યક્તિનો મૌખિક વિરોધ કર્યો હતો કે નહી. જો મહીલાને કોઈ વર્તન અણગમતુ લાગ્યુ તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પુરતુ છે. વધુમાં, જે વર્તન મહિલાને ન ગમ્યુ તેવર્તનમાં ખરેખર ન ગમે એવુ કાંઈ હતુ નહી તેવો સવાલ પણ માન્ય રાખવામાં આવતો નથી.

જો કે દરેક જગ્યાએ યૌન શોષણ જાહેરમાં દેખાય તેવુ હોતુ નથી જેમા ઉદાહરણ તરીકે કોઈ મહિલાની કમર ઉપર અમુક સેકન્ડ પુરતો હાથ રાખવામાં આવે અથવા કોઈ જગ્યાએ હાથ મેળાવતી વખતે અમુક સેકન્ડ વધુ સેકન્ડ માટે હાથ પકડી રાખવામાં આવે વગેરે બાબતો પણ અણગમતા વર્તન તરીકે કાયદેસર ગુનો છે. દા.ત તમે તમારી કોઈ મહિલા મિત્રને સામાજિક પ્રસંગમાં મળો ત્યારે ગળે મળો અથવા હાથ મિલાવો તે અસહજ ન લાગે પરંતુ એ મહિલાને ઓફિસમાં ગળે મળો ત્યારે અસહજ લાગે તો ૨(એન) મુજબ ગુનો છે. ટુંકમાં સમગ્ર બાબતનો આધાર મહિલાને અસહજ કે અણગમતુ ફિલ થાય તો ગુનો છે.

આ સિવાય કાયદાની કલમ ૩(૨) મુજબ

  • કોઈ મહિલા પાસે શારીરીક માંગણી કરવામાં આવી હોય અને મહિલા દ્વારા ના પાડવામાં આવ્યા બાદ તે મહિલા સાથે કામના સ્થળે દ્વેષપુર્ણ માહોલ બનાવવામાં આવ્યો હોય
  • મહિલા દ્વારા ના પાડવાના કારણે એના વિરુદ્ધમાં ખાતાકીય પગલા લેવા, ઈન્ક્રીમેન્ટ અટકાવી દેવુ, પ્રમોશન ન કરવુ કે નોકરી સંબંધિત કોઈપણ પ્રકારની ધમકી મારવી.
  • ના પાડવાના કારણે મહિલા સાથે અપમાનજનક વર્તન વ્યવહાર કરવો આ તમામ બાબતો આ કલમમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ યૌન શોષણનો ગુનો છે.

આ કાયદો કોને કોને લાગુ પડે?

  • આ કાયદો દરેક સરકારી કચેરીમાં કામ કરતી મહિલાઓને લાગુ પડે છે.
  • આ કાયદો દરેક ખાનગી કંપની કે બિન-સરકારી સંસ્થાઓ કે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓને લાગુ પડે છે.
  • આ કાયદો એ લોકોને પણ લાગુ પડે છે જેમના ઘરે કોઈ વ્યક્તિ કામવાળી કે કર્મચારી તરીકે કામ કરે છે.

યાદ રહે મહિલાઓને કામના સ્થળે જાતિય સતામણીથી રક્ષણ આપતો કાયદો કોઈપણ મહિલાને લાગુ પડે છે. મહિલા કર્મચારી કાયમી પગારદાર છે કે ફિક્સ પગારદાર કે કોંટ્રાક્ટ પગારદાર છે કે સરકારી છે કે પ્રાઈવેટ છે કે અર્ધસરકારી છે કે એનજીઓ છે કે ઈન્ટર્ન છે કે મજુર છે પ્રોબેશન છે એ બાબતથી કાયદા ઉપર કોઈ ફરક પડતો નથી. કોઈપણ જગ્યાએ મહિલા કામ કરતી હોય ત્યા આ કાયદો લાગુ પડે છે. આ કાયદા મુજબ અણગમતા સ્પર્શ કે યૌનશોષણની ફરીયાદ નજીકના પોલીસ સ્ટેશને કે કોર્ટમાં લેખિતમાં આપી શકાય છે.

અમારો લેખ પસંદ પડ્યો હોય તો ફેસબુક પર શેર કરો.

કોઈપણ વ્યક્તિ /વેબસાઈટ/ફેસબુક યુઝરે અમારી લેખિત મંજુરી વગર આ આર્ટિકલ કોપી કરવો નહી તેમજ ક્રેડીટ આપીને પણ પોતાના પેજ કે વેબસાઈટ ઉપર પબ્લિશ કરવો નહી. લેખિત મંજુરી વગર કોપી કરનાર સામે ફરીયાદ થઈ શકે છે.

1 COMMENT

  1. આ બધી જ માહિતિ થી ખુબ જાગ્રુત્તા આવિ છે તે બદલ આપનો ખુબ ખુબ આભાર

    હવે પછી આર.ટી.આઈ ના કાયદા ની ખુબ જીણવક પુવૅક માહિતી આપસો એ વિશ્વાશ સાથે
    જય હિન્દ જય ભારત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Bole Gujarat